વડોદરા: સ્વાઇન ફ્લૂનાં ઈન્ફલ્યુએન્ઝા વેરિઅન્ટથી સંક્રમિત દર્દી સારવાર હેઠળ

News18 Gujarati
Updated: January 16, 2023, 2:00 PM IST
વડોદરા: સ્વાઇન ફ્લૂનાં ઈન્ફલ્યુએન્ઝા વેરિઅન્ટથી સંક્રમિત દર્દી સારવાર હેઠળ
એસએસજી હોસ્પિટલ

Vadodara news: H3N2 વાયરસ એક ચેપી શ્વસન વાયરસ છે. જે નાક, ગળા, મોં અને ફેફસાને અસર કરે છે.

  • Share this:
વડોદરા: કોરોના વાયરસનો કહેર ધીમે ધીમે શાંત થઇ રહ્યો છે ત્યારે વડોદરામાં સ્વાઇન ફ્લૂનાં ઈન્ફલ્યુએન્ઝા વેરિઅન્ટનો પોઝીટીવ દર્દી સામે આવ્યો છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં H3N2 વાયરસનો એક દર્દી સારવાર લઇ રહ્યો છે. આ નવા વાયરસનો દર્દી સામે આવતાની સાથે લોકોમાં દહેશત વ્યાપી ગઇ છે. આ સાથે તંત્ર પણ સતર્ક થઇ ગયુ છે.

આ અંગે સયાજી હોસ્પિટલનાં ડો.ઓ બી બેલીમનાં જણાવ્યા પ્રમાણે, ઈન્ફલ્યુએન્ઝા વાયરસ સામાન્ય રીતે ડુક્કરમાંથી ફેલાય છે. આ વાયરસનો પોઝીટીવ દર્દી હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વાઘોડિયા રોડ ઉપર રહેતી 25 વર્ષિય ગર્ભવતી પરિણીતામાં આ વાઇરસનાં પોઝિટિવ લક્ષણો જણાઈ આવ્યા છે. આ ફ્લૂ ડુક્કરમાંથી ફેલાતા રોગનો પોઝિટિવ કેસ નોંધાયો છે. દર્દીને સયાજી હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં દાખલ કરવામાં આવી છે.

H3N2 વાયરસ એક ચેપી શ્વસન વાયરસ છે. જે નાક, ગળા, મોં અને ફેફસાને અસર કરે છે. આના સામાન્ય લક્ષણોમાં ખાંસી, વહેતું નાક, ગળામાં દુખાવો, માથાનો દુખાવો, તાવ, શરદી, ઝાડા અને ઉલ્ટી પણ થઈ શકે છે.

H3N2 વાયરસ સૌ પ્રથમ 2011 માં જોવા મળ્યો


H3N2 વાયરસ અથવા સ્વાઇન ફ્લૂ વાયરસ એ એક બિન-માનવ ઈન્ફલ્યુએન્ઝા વાયરસ છે જે સામાન્ય રીતે ડુક્કરમાં ફેલાય છે અને મનુષ્યને ચેપ લગાડે છે. સામાન્ય રીતે ડુક્કરમાં ફેલાતા વાઇરસ 'સ્વાઇન ઇન્ફ્લુએન્ઝા વાઇરસ' હોય છે. જ્યારે આ વાયરસ મનુષ્યને ચેપ લગાડે છે, ત્યારે તેને 'વેરિએન્ટ' વાયરસ કહેવામાં આવે છે.

2011માં પ્રથમ વખત એવિયન, સ્વાઇન અને હ્યુમન ફ્લૂ વાઇરસના જનીન અને 2009ના H1N1 રોગચાળાના વાઇરસના M જનીન સાથેનો ચોક્કસ H3N2 વાઇરસ મળી આવ્યો હતો. આ વાયરસ 2010 થી ડુક્કરમાં ફેલાઈ રહ્યો હતો અને 2011 માં લોકોમાં પ્રથમ વખત મળી આવ્યો હતો. 2009 M જનીનના સમાવેશ સાથે, વાયરસ અન્ય સ્વાઇન ઇન્ફલ્યુએન્ઝા વાયરસની તુલનામાં વધુ સરળતાથી મનુષ્યને ચેપ લગાવી શકે છે.
Published by: Kaushal Pancholi
First published: January 16, 2023, 2:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading