વડોદરા : ચોમાસાના જોખમી અકસ્માતનો CCTV Video, વાહનચાલક મહિલા સાથે ખાડામાં પટકાયો, ચેતવણીરૂપ કિસ્સો

News18 Gujarati
Updated: July 25, 2021, 3:30 PM IST
વડોદરા : ચોમાસાના જોખમી અકસ્માતનો CCTV Video, વાહનચાલક મહિલા સાથે ખાડામાં પટકાયો, ચેતવણીરૂપ કિસ્સો
વડોદરામાં સ્માર્ટસિટીનો વિકાસ ખાડે ગયો

Vadodara Accident CCTV Video : સ્માર્ટ સિટી વડોદરાના 'ખાડે' ગયેલા વહિવટના ભોગે ઠેરઠેર ભૂવાઓનું રાજ, વાહન ચાલક કેવી રીતે પડ્યો જુઓ વીડિયોમાં

  • Share this:
અંકિત ઘોનસિકર, વડોદરા : વડોદરાના (Vadodara) સાશકો વારતહેવારે જાહેરાતોમાં સ્માર્ટ સિટી (smart City) વડોદરાનું અલંકાર લગાડી અને પ્રચાર કરવાનું ભૂલતાં નતી. જોકે, તેઓ જે બાબત ભૂલી જાય છે એ છે સ્માર્ટ સિટી વડોદરાનો 'ખાડે' ગયેલો વહિવટ. આનું તાજું ઉદાહરણ બરોડા પ્રોડક્ટિવિટી કાઉન્સિલ રોડ (BPC Road) પર થયેલા એક અકસ્માતના (Accident) સીસીટીવી વીડિયો પરથી (CCTV Video) આવ્યું છે.

વડોદરામાં વરસના શરૂઆતના વરસાદ પડતાની સાથે ઠેરઠેર ભૂવા અને ખાડાઓ ઘૂણવા લાગે છે. જાણ કે સ્માર્ટ સિટી અને ખાડો એકબીજાનો પર્યાય બની ગયા હોય તેવા દૃશ્યો દર ચોમાસે સામે આવી જતા હોય છે. આ સ્થિતિમાં આ ચોમાસું પણ બાકાત કેવી રીતે રહી શકે?

આ પણ વાંચો : કડાણા ડેમની જળ સપાટી ઘટતા 850 વર્ષ જૂના શિવ મંદિરના દર્શન થયા, ભક્તોએ ધૂપ-દીવા કર્યા

વડોદરાના બીપીસી રોડ એટલે કે બરોડા પ્રોડક્ટિવિટી કાઉન્સિલ રોડ પરથી પસાર થતા એક વાહનચાલકને ધોળે દિવસે મોતિયા આવી ગયા હતા. મહિલા સાથે જઈ રહેલો આ ચાલક પાણીના ખાડામાં પટકાતા અકસ્માત થયો હતો. આ ચાલકના નસીબ સારા હતા કે ખાડો નાનો હતો અને તેનો આબાદ બચાવ થયો બાકી મોટા અકસ્માતમાં લોકો ગટરોમાં ઘૂસી ગયા હોવાના દૃષ્ટાંતો પણ છે.દર વર્ષે પાલિકા દ્વારા મોટા ઉપાડે પ્રી-મોનસૂન કામગીરીના નામે મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ હકિકત શહેરમાં ભૂવાઓ અને ખાડાઓનું રાજ હોવાની છે. આ સ્થિતિમાં આ ચોમાસામાં પણ પાછલા ચોમાસા જેવી જ સ્થિતિ છે. બીપીસી રોડ પર થયેલા આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં હાલમાં વાયરલ થયો છે.

આ પણ વાંચો : રાજુલા : કાળમુખા ટ્રકની ટક્કરે એક જ પરિવારનાં ત્રણ સભ્યોનો જીવ ગયો, માતાપિતા-પુત્રનું મોત

જોકે, પાલિકા આવા બનાવોને ગંભીરતાથી ન લેતી હોય તે સ્પષ્ટ છે. કારણ કે દર વર્ષે આ રોડ પર મોટા મોટા ભૂવા પડી જતા હોવા છતાં સમારકામના નામે લાલિયાવાડી જ જોવા મળતી હોય છે.
Published by: Jay Mishra
First published: July 25, 2021, 3:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading