દિવ્યાંગ તુલસી રાઠવાએ વડોદરામાં યોજાયેલી મેરેથોનમાં ભાગ લીધો હતો
Divyang Took Part In MG Vadodara Marathon 2023: વડોદરામાં યોજાયેલી 10મી એમજી વડોદરા મેરેથોન 2023માં દિવ્યાંગ તુલસી રાઠવાએ ભાગ લઈને અન્ય સ્પર્ધકોનો ઉત્સાહ વધારો છે.
MG Vadodara Marathon 2023: વડોદરામાં યોજાયેલી 19મી મેરાથોનમાં એક દિવ્યાંગ યુવકે સૌ કોઈનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું. દિવ્યાંગ હોવા છતાં તુલસી રાઠવા નામના યુવક મેરાથોન રેસમાં જોડાયા હતા. તેઓનો ઉત્સાહ જોઈને અન્ય સ્પર્ધકોનો ઉત્સાહ પણ બમણો થઈ ગયો હતો. પોતાને પગમાં તકલીફ હોવા છતાં તુલસી નામના યુવક આ રેસમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. તેમનો ઉત્સાહ જોઈને અન્ય સ્પર્ધકોએ તેમના વીડિયો ફોટો પણ લીધા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ હાફ અને ફૂલ મેરેથોનના પ્રસ્થાન દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.
તુલસી રાઠવા વડોદરામાં યોજાયેલી 10મી MG Vadodara Marathon 2023માં જોડાયા હતા. લોકોએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહે તે માટે મેરેથોન રેસમાં જોડાયા હતા. તેમની સાથે હજારોની સંખ્યામાં અન્ય સ્પર્ધકો પણ જોડાયા હતા.
દિવ્યાંગ તુલસી રાઠવાને જોઈને રેસમાં ભાગ લેવા માટે આવેલા શહેરીજનોને ભારે આશ્ચર્ય થયું હતું. તુલસીને પગમાં તકલીફ હોવા છતાં તેઓને રેસમાં જોઈને અન્ય સ્પર્ધકો તેમના વીડિયો ઉતારવા લાગ્યા હતા. રાજ્યના માહિતી વિભાગ દ્વારા તુલસી રાઠવાનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે અને તેમણે જે રીતે અન્ય નાગરિકોનો ઉત્સાહ વધાર્યો તેની વાત કહેવામાં આવી છે.
Tulsi Rathwa a Divyang took part in the 10th edition of MG Vadodara Marathon 2023 with great enthusiasm. He took part for the first time in this Marathon and extended his message to everyone to be fit and healthy.#Sports#Gujaratpic.twitter.com/XLa5dYDhII
શહેરમાં મેરેથોનનું આયોજન કરાયું હતું તેના પ્રસ્થાન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીએ 42, 21, 10 અને 5 કિલોમીટરની દોડનું ફ્લેગ ઓફ કરાવ્યું હતું.
સવારે સાડા 5 વાગ્યે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ 21 કિલોમીટરની હાફ મેરેથોન રેસનું પ્રસ્થાન કરાવ્યું હતું, આ પહેલા મુખ્ય મેરેથોનને પણ લીલી ઝંડી બતાવવામાં આવી હતી. આ પછી સમયાંતરે 10 અને 5 કિલોમીટરની રેસનું પણ ભૂપેન્દ્ર પટેલ અને સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું હતું. આજે યોજાયેલી રેસમાં એક લાખ જેટલા નાગરિકો રેસમાં જોડાયા હોવાનો અંદાજ છે.