વડોદરા: 'મારી મા જોડે આડા સંબંધ રાખે છે', ચપ્પાના ઘા મારી એક યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો
News18 Gujarati Updated: December 2, 2020, 10:14 PM IST
પ્રતિકાત્મક તસવીર
ગાળાગાળી શરૂ કરી દીધી, પંકજના સાગરીતોએ પણ યોગેશને મારમારવાનું શરૂ કરી દીધુ, અને પંકજે ચપ્પાના ઉપરા છાપરી ઘા મારી યોગેશને મોતને ઘાટ ઉતારી દીધો
વડોદરા: સાવલી તાલુકામાં એક હત્યાનો મામલો સામે આવ્યો છે. દીકરાએ માતાને આડા સંબંધ હોવાની શંકામાં એક યુવાનને ચપ્પાના ઉપરા છાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી યુવકની શોધખોળ કરી પાંચ લોકોની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સાવલી તાલકાની મંજુસર જીઆઈડીસી પાસે મંગળવાર રાત્રે માતા સાથે આડા સંબંધની શંકામાં યુવકે એક વ્યક્તિનું ઢીમ ઢાળી દીધુ છે. આ મામલે પોલીસને જાણ થતા એસઓજી પોલીસે હુમલો કરનાર પંકજ સોલંકી સહિત પાંચ લોકોની ધરપકડ કરી સાવલી પોલીસને સોંપી દીધા છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, સાવલીના ઓમકારપુર ગામમાં રહેતા પંકજ સોલંકીને શંકા હતી કે, યોગેશને તેની માતા સાથે આડો સંબંધ છે. આ દરમિયાન મંજૂસર જીઆઈડીસી પાસે પંકજ સોલંકી અને તેના ચાર સાગરીતો પહોંચ્યા હતા. આ સમયે સીસવા ગામમાં રહેતો જગદીશ ચૌહાણ અને તેનો મિત્ર યોગેશ ચૌહાણ જીઆઈડીસીમાં આવેલી થર્મેશ કંપનીના ગેટ પાસેથી પોતાના એક્ટીવા પર પસાર થઈ રહ્યા હતા ત્યારે આ પાંચે ઈસમોએ તેમની આંતરીને રોકી દીધા. આ સમયે પંકજે મારી માતા સાથે કેમ બોલે છે તેમ કહી ગાળાગાળી શરૂ કરી દીધી, પંકજના સાગરીતોએ પણ યોગેશને મારમારવાનું શરૂ કરી દીધુ, અને પંકજે ચપ્પાના ઉપરા છાપરી ઘા મારી યોગેશને મોતને ઘાટ ઉતારી દીધો અને ભાગી ગયા.
અમદાવાદ: પ્રેમ આંધળો હોય છે! એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કર્યું કારસ્તાન, હવે પસ્તાવો
આ બબાલને લઈ લોકો ભેગા થઈ ગયા અને ગંભીર રીતે ઘાયલ યોગેશને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે વડોદરા હોસ્પિટલ મોકલવાની તજવીજ શરૂ કરી સાથે પોલીસને પણ જાણ કરી દેતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જોકે, યુવકને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું. આ ઘટનાને પગલે જીઆઈડીસી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા પોલીસ સહિત એસઓજી અને એલસીબી પોલીસે પણ ચક્રોગતિમાન કરી દીધા હતા. આખરે એસઓજીએ ઓમકારપુર ગામમાં રહેતા પંકજ ચૌહાણ, સાવલીના મોટાપુરમાં રહેતા વિશાલ પરમાર, કલ્પેશ પરમાર, વિપુલ પરમાર, અને નવયાર્ડના રહેવાસી સંજયની ધરપકડ કરી સાવલી પોલીસને સોંપ્યા હતા.
Published by:
kiran mehta
First published:
December 2, 2020, 10:14 PM IST