અમદાવાદઃ શેરી કે સોસાયટીમાં ગરબા કરવાનું વિચારી રહ્યા છો તો ચેતજો, 110 ટીમો રાખશે બાજ નજર, થશે કડક કાર્યવાહી


Updated: October 17, 2020, 5:47 PM IST
અમદાવાદઃ શેરી કે સોસાયટીમાં ગરબા કરવાનું વિચારી રહ્યા છો તો ચેતજો, 110 ટીમો રાખશે બાજ નજર, થશે કડક કાર્યવાહી
પ્રતિકાત્મક તસવીર

જે પણ સોસાયટી ફલેટમા નિયમ તોડશે. તે સોસયાટી સામે કડક કાર્યવાહ કરાશે. જાહેર રસ્તા પર લોકો નિયમ પાલન કરવા માટે ટીમ દ્વારા નવરાત્રી સ્કોડ બનાવી શહેરમાં ફરશે

  • Share this:
અમદાવાદઃ નવરાત્રી (Navratri 2020) દરમિયાન જાહેર કરાયેલા સરકાર નિર્ણયનો કડક પગલે અમલ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Amdavad municipal corporation) દ્વારા નવરાત્રી ફ્લાઇંગ સ્કોડ (Navratri Flying Squad) તૈયાર કરાઇ છે. સોસાયટી, શેરી અને ફલેટમા નિયમ પ્લાન કરવા માટે એએમસી સોલિડ વેસ્ટ વિભાગની 110 ટીમ શહેરના સાત ઝોનમા આવેલા 48 વોર્ડમા સાંજે સાત થી રાત્રે 12 કલાક સુધી શહેરની સોસાયટીમાં ચેકીંગ હાથ ધરાશે.

એએમસી સોલિડ વિભાગના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકી ન્યૂઝ18 ગુજરાત સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે એએમસી અને પોલીસ ટીમ શહેરના તમામ સોસાયટી અને ફ્લેટ સાંજે ચેકીંગ હાથ ધરશે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ એસ ઓ પીનું પાલન લોકો પાસે કરવામાં આવશે. તમામ વોર્ડમા એએમસી ટીમ ચેકીંગ હાથ ધરશે.

જે પણ સોસાયટી ફલેટમા નિયમ તોડશે. તે સોસયાટી સામે કડક કાર્યવાહ કરાશે. જાહેર રસ્તા પર લોકો નિયમ પાલન કરવા માટે ટીમ દ્વારા નવરાત્રી સ્કોડ બનાવી શહેરમાં ફરશે. સોસાયટીમાં માતાજીની મુર્તિ કે ફોટાને સ્પર્શ નહી કરાય. આરતી ઉતારી તેમજ પ્રસાદ આપવાનો રહેશે . ગરબા નહી રમી શકે . જે પણ ફરિયાદ મળશે ત્યાર બાદ કાર્યવાહી થશે. જાહેર સોશિયલ ડિસ્ટન્સ પાલન થાય તે ખાસ ધ્યાન રખાશે.

આ પણ વાંચોઃ-Navratri 2020: આજથી નવરાત્રી શરૂ, નવ દિવસના આ નવ મંત્રો, જેના જાપથી માતાજીની થશે અસીમકૃપા

મહત્વપૂર્ણ છે કે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે નવરાત્રી દરમિયાન ફ્લેટ કે સોસાયટીઓના રહિશોએ તેમના આવા સ્થળ કે પ્રીમાઇસીસમાં માતાજીની પૂજા-આરતી માટે પોલીસની કોઇપણ મંજૂરી મેળવવાની આવશ્યકતા રહેશે નહિ. પરંતુ નવરાત્રી દરમિયાન જાહેર સ્થળો, માર્ગો અને સાર્વજનિક સ્થાનોમાં માતાજીની આરતી- પૂજાના કાર્યક્રમ માટે પોલીસની મંજૂરી મેળવવાની રહેશે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ ગુનાહિત ઇતિહાસ ધરાવતા કુખ્યાત ભૂપત ભરવાડની ધરપકડ, 'શું પોલીસ મિત્ર' તરીકે ઓળખાય છે?આ પણ વાંચોઃ-ચાર વર્ષથી એક જ સર્ટિફિકેટ ઉપર બે લોકો કરી રહ્યા હતા શિક્ષકની નોકરી, આવી રીતે ફૂટ્યો ભાંડો

ઉલ્લેખનીય છે કે રજુ કરાયેલી ગાઈડલાઇન્સ આધારે ગુજરાતમાં પણ માત્ર નવરાત્રિમાં માતાજીની આરાધના, સ્થાપના કરી શકાશે. પરંતુ કોરોનાનું સંક્રમણ વધે નહી તે માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. રાજ્યમાં કોઈ પણ જાહેર કે શેરી ગરબા યોજી શકાશે નહીં, માત્ર આરતી કરવા માટે મંજૂરી આપવામાં આવશે. જોકે, આરતી કરવા માટેની પણ ખાસ મંજૂરી મેળવવાની રહેશે. જે નજીકના પોલીસ સ્ટેશનમાં અરજી કરીને મેળવી શકાશે.આરતી માટે એક કલાકના સમય મુજબની મંજૂરી આપવામાં આવશે. પરવાનગી આપતા પહેલા પોલીસ આયોજન સ્થળની મુલાકાત લેશે અને જગ્યાને ધ્યાનમાં રાખીને નિશ્ચિત સંખ્યામાં લોકોને એકત્રિત કરવાની મંજૂરી આપશે. વધુમાં વધુ 200 લોકો એકત્રિત થઈ શકશે. માતાજીના આરતી સ્થાપન, મૂર્તિ, ફોટાને દર્શનાર્થીઓ સ્પર્શ કરી શકશે નહિ અને યોગ્ય ડિસ્ટન્સથી દર્શન કરે તે સુનિશ્ચિત કરવું. આ માટે સ્થાપનની ફરતે પ્રોપર બેરીકેટિંગ કરવું.
Published by: ankit patel
First published: October 17, 2020, 5:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading