અમદાવાદઃ નરેન્દ્ર મોદી સહાય યોજનામાં કાનનું મશીન લેવા જવું વૃદ્ધાને ભારે પડ્યું, ઠગ યુવતી દાગીના સેરવી ગઈ


Updated: October 25, 2020, 1:13 AM IST
અમદાવાદઃ નરેન્દ્ર મોદી સહાય યોજનામાં કાનનું મશીન લેવા જવું વૃદ્ધાને ભારે પડ્યું, ઠગ યુવતી દાગીના સેરવી ગઈ
પ્રતિકાત્મક તસવીર

પાસપોર્ટ ફોટો માંગતા વૃદ્ધાએ ઘરે ફોટો હોવાનું કહેતા રિક્ષામાં વૃદ્ધાના ઘરે ગયા અને વધુ આઠ હજાર મળશે તેમ કહી કલેકટર ઓફિસ જવાનું કહ્યું હતું.

  • Share this:
અમદાવાદ:  શહેરના રખિયાલ વિસ્તારમાં રહેતી વૃદ્ધાને (Oldage woman) કાનની તકલીફ હોવાથી એક મહિલાનો હોસ્પિટલ (Hospital) બહાર ભેટો થયો હતો. આ વૃદ્ધા કાનની સારવાર માટે ગઈ ત્યારે આ મહિલાએ કાનની સારવાર માટે નરેન્દ્ર મોદીની સહાય યોજનામાં ત્રણ હજાર મળે છે કહીને વિશ્વાસમાં લીધા હતા. બાદમાં ડોક્યુમેન્ટ અને ફોટો લઈ કલેકટર ઓફિસ ગઈ હતી.

વૃદ્ધાએ ઠગ મહિલાએ ત્રણ હજાર હોસ્પિટલમાં જ આપ્યા
આ ઠગ મહિલાએ ત્રણ હજાર હોસ્પિટલમાં જ આપ્યા અને બાદમાં કલેકટર ઓફિસથી આઠ હજાર લાવી આપી ન્યુ કલોથ માર્કેટ પાસે મશીન લેવા લઈ ગઈ હતી. જ્યાં વૃદ્ધાને બેસાડી દાગીના હશે તો રૂપિયા નહિ મળે તેમ કહી રફુચક્કર થઈ ગઈ હતી. વૃદ્ધાએ તેમની પુત્રીને વાત કરતા જીગુ નામની આ મહિલા પુષ્પા ગોહિલ કે જે રખિયાલમાં જ રહેતી હોવાનું સામે આવતા આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

80 વર્ષીય મહિલાને કાનની તકલીફ ઊભી થઈ હતી
રખિયાલમાં રહેતા 80 વર્ષીય તરલિકા બહેન રાવલ ઉંમરલાયક હોવાથી બને કાનમાં તકલીફ ઉભી થઇ છે. ગત સપ્ટેમ્બર માસમાં કાનની સારવાર માટે સરસપુર ની એક હોસ્પિટલમાં ગયા હતાં. આ હોસ્પિટલમાંથી એક્સરે પડાવવા શારદા બહેન હોસ્પિટલમાં મોકલ્યા હતા. જોકે તે હોસ્પિટલમાં એક્સ રે મશીન બંધ હોવાથી તેઓ બહાર આવ્યા હતા. ત્યાં એક મહિલા મળી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ લગ્નના નવમાં જ દિવસે એન્જિનિયર યુવતીને ઉપડ્યો પેટમાં દુખાવો, હકિકત જાણીને પતિ ઉડી ગયા હોશપાસપોર્ટ ફોટો માંગતા વૃદ્ધાએ ઘરે ફોટો હોવાનું કહેતા રિક્ષામાં વૃદ્ધાના ઘરે ગયા
આ મહિલાએ કહ્યું કે કાનની તકલીફ માટે નરેન્દ્ર મોદીની સહાય યોજનામાં ત્રણ હજાર મળે છે. બાદમાં જીગુ નામની આ મહિલા વૃદ્ધાના કેસ પેપર લઈને ગઈ અને ત્રણ હજાર લઈને આવી હતી. બાદમાં પાસપોર્ટ ફોટો માંગતા વૃદ્ધાએ ઘરે ફોટો હોવાનું કહેતા રિક્ષામાં વૃદ્ધાના ઘરે ગયા અને વધુ આઠ હજાર મળશે તેમ કહી કલેકટર ઓફિસ જવાનું કહ્યું હતું. ત્યાં પહોંચી સોનાની બંગડીઓ ઉતારવા કહીને આવા દાગીના જોઈને પૈસા નહિ મળે તેમ કહી થેલીમાં મુકાવ્યા હતા.

આ પણ વાંચોઃ-અમદાવાદનો વિચિત્ર કિસ્સોઃ પત્નીએ કમાવવા ન જતા પતિને ઘરમાંથી કાઢી મૂક્યો, પતિએ સુતા પરિવાર ઉપર ફેંક્યુ એસિડ

આ પણ વાંચોઃ-લાંબી દાઢી રાખવાના કારણે મુસ્લિમ PSI થયા સસ્પેન્ડ, ક્લિન સેવ કરતા ફરીથી નોકરી પર લેવાયા

વૃદ્ધાને બાકડે બેસાડ્યા બાદ યુવતી રફૂચક્કર થઈ
બાદમાં આ મહિલાએ કહ્યું કે કાનના મશીન લેવા ન્યુ કલોથ માર્કેટ જવું પડશે ને બાદમા વૃદ્ધાને ત્યાં લઈ ગઈ અને બાકડે બેસાડયા હતા. બાદમાં આ મહિલા બે કલાક સુધી આવી ન હતી.યુવતી રૂ.62,000ના દાગીના લઈ સેરવી ગયા
વૃદ્ધાએ તેમની પુત્રીને વાત કરતા સામે આવ્યું કે જીગુ નામની મહિલા રખિયાલમાં રહે છે અને તેનું નામ પુષ્પા ગોહિલ છે. જેથી પુષ્પા નામની મહિલા સામે 62 હજારની ચોરી કરી હોવાની ફરિયાદ આપતા રખિયાલ પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by: ankit patel
First published: October 25, 2020, 1:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading