અમદાવાદ : રાત્રે 10 વાગ્યા પછી ફક્ત ખાણી-પીણી બજાર બંધ કે તમામ દુકાનો-બજારો બંધ? અસમંજસની સ્થિતિ

News18 Gujarati
Updated: September 28, 2020, 11:47 PM IST
અમદાવાદ : રાત્રે 10 વાગ્યા પછી ફક્ત ખાણી-પીણી બજાર બંધ કે તમામ દુકાનો-બજારો બંધ? અસમંજસની સ્થિતિ
પ્રતિકાત્મક તસવીર

ડો. રાજીવ ગુપ્તાના ઓર્ડર અને મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રેસનોટમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે, જેને લઇને દુકાનધારકોમાં અસમંજસભરી સ્થિતિ ઉત્પન્ન થઇ છે

  • Share this:
અમદાવાદ : અમદાવાદમાં કોરોના વાયરસના (Ahmedabad Coronavirus) પગપેસારાને ફેલાતો અટકાવવા માટે ઓફિસર ઓન સ્પેશિયલ (OS) ડ્યૂટી ડૉ.રાજીવ ગુપ્તા (Dr.rajiv Gupta) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય મુજબ અમદાવાદ શહેરના 27 (Ahmedabad 27 areas night lockdown) વિસ્તારોમાં રાત્ર 10.00 વાગ્યા (Shops to closed after 10.00 PM) પછી કોઈ પણ દુકાન ખુલ્લી નહીં રહે જેમાં દવાની દુકાનો અપવાદ છે. દવાની દુકાનો સિવાય તમામ દુકાનો બંધ રાખવાના નિર્ણય લીધાના કલાકોમાં જ યુ ટર્ન લીધો છે. હવે જાહેરાત કરાઈ છે કે આ વિસ્તારોમાં માત્ર ખાણીપીણીની દુકાનો જ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. આ સિવાયની તમામ દુકાનો રાત્રે 10 વાગ્યા બાદ પણ ચાલુ રહેશે.

ડો. રાજીવ ગુપ્તાના ઓર્ડરમાં શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા પછી તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે સાંજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું છે કે, શહેરના પશ્ચિમ વિસ્તારનાં માત્ર કેટલાક ખાણી-પીણીના સ્થળો રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. ડો. રાજીવ ગુપ્તાના ઓર્ડર અને મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રેસનોટમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે, જેને લઇને દુકાનધારકોમાં અસમંજસભરી સ્થિતિ ઉત્પન્ન થઇ છે.

આ પણ વાંચો - દક્ષિણ આફ્રિકાના ડરબનમાં અકસ્માત, 3 ગુજરાતી યુવાનોના મોત

આ વિસ્તારોમાં 10.00 વાગ્યા પછી દુકાનો બંધ

-પ્રહલાદ નગર
- YMCAથી કાકે દા ઢાબા (કર્ણાવતી ક્લબ રોડ)- પ્રહલાદનગર ગાર્ડનથી પેલેડીયમ સર્કલ, કોર્પોરેટ રોડ
- બુટ ભવાની મંદિરથી આનંદનગર રોડ
- એસ.જી. હાઇવે આખો
- ઇસ્કોન ક્રોસ રોડથી શપથ-4-5 સર્વિસ રોડ
- સિંધુ ભવન રોડ
- બોપલ-આંબલી રોડ
- ઇસ્કોનથી-બોપલ આંબલી રોડ
- ઇસ્કોન-આંબલી રોડથી હેબતપુર રોડ વચ્ચેનો વિસ્તાર
- સાયન્સ સિટી રોડ
- શીલજ સર્કલથી સાયન્સી સર્કલ સુધી 200 ફૂટના એસપી રીંગ રોડ પર
- આંબલી સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધી 200 ફૂટ રીંગ રોડ પર
- સીજી રોડ
- - લો-ગાર્ડન ચાર રસ્તા, હેપ્પી સ્ટ્રીટસ, મ્યુનિસિપલ માર્કેટ અને પંચવટી રોડ
વસ્ત્રાપુર તળાવની ફરતે
- માનસી સર્કલથી ડ્રાઇવ ઇન રોડ
- ડ્રાઇવ-ઇન રોડ
- ઓનેસ્ટથી શ્યામલ ક્રોસ રોડ પ્રહલાદનગર 100 ફૂટનો રોડ
- શ્યામલ બ્રીજથી જીવરાજપાર્ક ક્રોસ રોડ
- આઈઆઈએમ રોડ
- શિવરંજનથી જોધપુર ચાર રસ્તા, બીઆરટીએસ કોરિડોરની બંને બાજુ
- રોયલ અકબર ટાવર પાસે
- સોનલ સિનેમા રોડથી અંબર ટાવરથી વિશાલા સર્કલ
- સરખેજ રોઝા, કેડીલા સર્કલ, ઉજાલા સર્કલ
- સાણંદ ક્રોસ રોડ, શાંતિપુરા રોડ
Published by: Ashish Goyal
First published: September 28, 2020, 11:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading