અમદાવાદનો 'ભેજાબાજ' ગઠિયો: નિવૃત્ત જજનો દીકરો હોવાનું કહીને રિક્ષા ચાલકના રૂપિયા પડાવી ગયો


Updated: January 28, 2021, 9:57 AM IST
અમદાવાદનો 'ભેજાબાજ' ગઠિયો: નિવૃત્ત જજનો દીકરો હોવાનું કહીને રિક્ષા ચાલકના રૂપિયા પડાવી ગયો
પ્રતીકાત્મક તસવીર

Ahmedabad cheating case: અમદાવાદ શહેરમાં 'ધરમ કરતા ધાડ પડી' કહેવાત જેવો બનાવ સામે આવ્યો. ગઠિયો રિક્ષા ચાલકને વિશ્વાસમાં લઈને છેતરી ગયો.

  • Share this:
અમદાવાદ: ગુજરાતીમાં એક કહેવત છે કે 'ધરમ કરતા ધાડ પડી.' એટલે કે કોઈને મદદ કરવામાં પોતાને નુકસાન વેઠવાનો વારો આવવો. આવો જ એક કિસ્સો શહેરના મણીનગર વિસ્તાર (Maninagar area)માં જોવા મળ્યો છે. જ્યાં મુસાફર (Passenger) બનીને આવેલા ગઠિયાની રિક્ષા ચાલકે (Auto rickshaw driver) મદદ કરી હતી. ગઠિયાએ દવા ખરીદવાના બહાને રિક્ષા ચાલક પાસેથી રૂપિયા લીધા હતા. આ આ દરમિયાન તે પોતે નિવૃત્ત જજ (HC retired judge)નો દીકરો હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, તેણે કોઈ વ્યક્તિ સાથે ફોન પર વાત પણ કરાવી હતી. સામેના વ્યક્તિએ રિક્ષા ચાલકને કહ્યું હતું કે તેઓ નિવૃત જજ છે.

ગાયકવાડ હવેલી વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા ફારૂક નજીર મહમદ છીપાએ મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે, ગુજરાત કૉલેજ નીચે તે મુસાફરની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન એક બાઈક ચાલક તેમની પાસે આવ્યો હતો. ચાલકે મણીનગરથી ગોતા જવા માટે કહીને ફરિયાદીના મોબાઇલ પરથી તેના મોબાઇલમાં મિસ કૉલ કરાવ્યો હતો. થોડીવાર બાદ આ ગઠિયાએ રિક્ષા ચાલકને થોડેક આગળ બોલાવી મણીનગર લઈ જવા માટે કહ્યું હતું.

આ પણ વાંચો: મહિલાની નિર્મમ હત્યા, હત્યારાએ ચપ્પુ તૂટી ન ગયું ત્યાં સુધી ગળા પર વાર કર્યાં, આંખો કાઢી નાખી

મણીનગર રેલવે સ્ટેશન પાસે તેણે રિક્ષા ઊભી રાખવી એક બિલ્ડિંગમાં દવા લેવા માટે ગયો હતો. તેણે રિક્ષા ચાલકને કહ્યું હતું કે, "હું દવા લેવા માટે જાઉં છું. મારે પૈસા ખૂટે તો મને આપજો. હું તમને થોડીવારમાં પરત કરી દઈશ." 10 મિનિટમાં ગઠિયો પરત આવ્યો હતો અને દવા ન હોવાનું કહીને એલ.જી. હૉસ્પિટલ લઈ જવા માટે કહ્યું હતું. જ્યાં તેણે ફરિયાદી પાસે રૂપિયા માંગ્યા હતા. આથી ફરિયાદીએ પાંચ હજાર રોકડા આપ્યા હતા.

આ પણ વાંચો: રોકાણકારો આનંદો: IPOમાં 15,000ને બદલે 7,500 રૂપિયાનો એક લૉટ કરી શકે છે SEBI

આ દરમિયાન ગઠિયાએ રિક્ષા ચાલકને વિશ્વાસમાં લેવા માટે કહ્યુ હતુ કે, 'હું કંઈ જેવો તેવો માણસ નથી. હાઇકોર્ટના નિવૃત્ત જજ બારોટ સાહેબનો દીકરો છું. તમારા પૈસા ક્યાંક નહીં જાય." આવું કહીને તે મોબાઇલ પર વાત કરવા લાગ્યો હતો. થોડીવાર બાદ ગઠિયાએ ફરિયાદીને વાત કરવા ફોન આપ્યો હતો. જેમાં સામે વાળી વ્યક્તિએ ગઠિયાના પિતા બનીને વાત કરી હતી. સાથે કહ્યું હતું કે હું, "હાઇકોર્ટનો નિવૃત્ત જજ વાત કરું છું. મારા દીકરાને પૈસાની જરૂર હોય તો આપજો. તમે દવા લઈને આવો એટલે હું તમને આપી દઈશ."

આવી વાતચીત બાદ ગઠિયો ફરિયાદીના પાંચ હજાર રૂપિયા લઇને દવા લેવા ગયો હતો. થોડીવાર રહીને પરત આવી વધુ રૂપિયાની જરૂર હોવાથી ફરિયાદી પાસેથી એટીએમ કાર્ડ અને તેનો પીન નંબર લઈ ગયો હતો. જેમાંથી તેણે 30 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા. થોડીવાર રાહ જોયા બાદ ગઠિયો પરત ન આવતા રિક્ષા ચાલકે હૉસ્પિટલ અને આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. જોકે, આ ગઠિયો મળ્યો ન હતો. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણીને રિક્ષા ચાલકે પોલીસનો સંપર્ક કર્યો હતો.
Published by: Vinod Zankhaliya
First published: January 28, 2021, 9:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading