ઇન્સ્ટન્ટ વજન ઉતારવા માટે ડુંગળીનો રસ છે ફાયદાકારક, આ રીતે સેવન કરશો તો કમરની ચરબી થઇ જશે ગાયબ
News18 Gujarati Updated: January 28, 2023, 2:31 PM IST
ડુંગળીનો રસ ફાયદાકારક છે.
Weight loss tips: અનેક લોકો વધતા વજનથી કંટાળી જતા હોય છે. વધતા વજનને કંટ્રોલ કરવું ખૂબ જરૂરી છે. જો તમે વધતુ વજન કંટ્રોલ કરતા નથી તો અનેક હેલ્થ પ્રોબ્લેમ્સ થવા લાગે છે. આમ, તમે ફટાફટ વજન ઉતારવા માટે ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો. આ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે.
લાઇફ સ્ટાઇ ડેસ્ક: આજનાં આ સમયમાં અનેક લોકો વજન ઓછુ કરવા માટે મહેનત કરતા હોય છે. જો કે વજન ઓછુ કરવું ખૂબ જરૂરી છે. જો તમે વધતુ વજન ઓછુ કરતા નથી તો અનેક હેલ્થ પ્રોબ્લેમ્સ થવા લાગે છે. આમ, ઘણાં લોકો અનેક મહેનત કર્યા છતા પણ વજન ઓછુ થતુ હોતુ નથી. તમારી સાથે પણ કંઇક આવું થાય છે તો આ ઉપાય તમારા માટે અસરકારક છે. આ ઉપાય તમે અજમાવશો તો વધેલું વજન ઓછુ થઇ જશે અને કંટ્રોલમાં પણ રહેશે. વજન ઓછુ કરવા માટે ખાન-પાનમાં બદલાવ લાવવો ખૂબ જરૂરી છે. આમ આજે અમે તમને એક દેસી નુસખો જણાવીશું જેની મદદથી તમે સરળતાથી વજન ઓછુ કરી શકશો. તો જાણો ડુંગળીનો રસ કેવી રીતે વજન ઓછુ કરે છે.
આ પણ વાંચો:જાણો પુરુષોએ કેમ લવિંગનું દૂધ પીવું જોઇએ
ડુંગળીનો રસ
રસોઇનો સ્વાદ વધારતી ડુંગળી વજન ઉતારવા માટે પણ બેસ્ટ છે. ડુંગળીનો રસ વધતા વજનને નિયંત્રિત કરવાનું કામ કરે છે. આ માટે તમે ડુંગળીના ટુકડા કરી લો અને એનો મિક્સરમાં રસ કાઢી લો. પછી ગળણીની મદદથી ગાળી લો. તમે ઇચ્છો છો તો આ રસ સાદો પણ પી શકો છો, નહીં તો સિંધાલું મીઠું તેમજ લીંબુનો રસ મિક્સ કરીને પણ પી શકો છો. આમ કરવાથી તમને થોડા જ દિવસમાં અસર જોવા મળશે
આ પણ વાંચો:યુરિનમાં બહુ બળતરા થાય છે?
સૂપ પણ પી શકો છો
ડુંગળીનો રસ તમે પીવા ઇચ્છતા નથી તો તમે સૂપ પણ પી શકો છો. સૂપ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. આ માટે તમે સૌથી પહેલાં એક મોટું વાસણ લો અને એમાં ચાર કપ પાણી નાંખો. આ પાણીમાં ડુંગળીના ટુકડાને ઉકાળી લો. પછી આમાં તમને ભાવતી શાકભાજી પણ તમે એડ કરી શકો છો. હવે આ મિશ્રણને થવા દો અને પછી બ્લેન્ડરની મદદથી એક રસ કરી લો. હવે આમાં સિંધાલુ મીઠું તેમજ કાળ મરીનો પાવડર નાંખીને પી શકો છો. આ સૂપ પીવાની વજન ઘટવામાં મદદ મળે છે.
કાચી ડુંગળીનું સેવન કરો
વજન ઓછુ કરવા માટે તમે કાચી ડુંગળી પણ ખાઇ શકો છો. આ સાથે જ તમે સલાડ સિવાય એનો રસ નિકાળીને પણ પી શકો છો. આ ત્રણેય રીતે તમે વજન ઓછુ કરી શકો છો.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
Published by:
Niyati Modi
First published:
January 28, 2023, 2:31 PM IST