બજારમાં ધૂમ વેચાઇ રહ્યું છે નકલી સરસિયાનું તેલ, આ રીતે ઓળખી લો અસલી છે કે નહીં

News18 Gujarati
Updated: January 29, 2023, 12:26 PM IST
બજારમાં ધૂમ વેચાઇ રહ્યું છે નકલી સરસિયાનું તેલ, આ રીતે ઓળખી લો અસલી છે કે નહીં
આ તેલ ફાયદાકારક છે.

Pure And Impure Mustard Oil: આજકાલ બજારમાં ધૂમ નકલી સરસિયાનું વેચાણ થઇ રહ્યું છે. નકલી સરસિયાનું તેલ હેલ્થને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. મિલાવટી સરસિયાનું તેલ સ્કિનને પણ અનેક રીતે નુકસાન પહોંચાડે છે. આ માટે બજારમાંથી તેલ લેતા પહેલાં ચેક કરી લો કે એ અસલી છે કે નકલી. જો નકલી હશે તો હેલ્થ ખરાબ થાય છે.

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: રસોડામાં જમવાનું બનાવતી વખતે અનેક લોકો સરસિયાના તેલનો ઉપયોગ કરતા હોય છે. સરસિયાનું તેલ હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. સરસિયાના તેલથી હેલ્થને લગતી અનેક સમસ્યાઓ દૂર થાય છે. ઘણાં લોકો સ્કિન કેરમાં પણ સરસિયાના તેલનો ઉપયોગ કરતા હોય છે. સરસિયાનું તેલ વાળનો ગ્રોથ વધારવામાં મદદ કરે છે. પરંતુ માર્કેટમાં નકલી સરસિયાના તેલનું પણ એટલું જ વેચાણ થાય છે. નકલી સરસિયુ હેલ્થને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. આ માટે સરસિયાના તેલ લેવા જાવો ત્યારે ખાસ એ ચેક કરી લો કે અસલી છે કે નકલી. તો જાણો આ તેલની ઓળખ કેવી રીતે કરશો.

આ પણ વાંચો:થાઇરોઇડ છે તો ખાસ ખાઓ આ વસ્તુઓ

ફ્રિજનો ઉપયોગ કરો



સરસિયાના તેલમાં કોઇ મિલાવટ છે કે નહીં એ ચેક કરવા માટે તમે ફ્રિજનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે સરસિયાનું તેલ ફ્રિજમાં મુકી દો. થોડી વાર રહીને અસલી સરસિયાનું તેલ છે કે નહીં એ તમને જાણ થઇ જશે. જો તેલ નકલી હશે તો સફેદ રંગના પાર્ટિકલ્સ તરવા લાગશે, જેનાથી તમે સમજી શકો છો કે સરસિયાનું તેલ નકલી છે.

આ પણ વાંચો:જાણી લો કિડની સ્ટોનના લક્ષણો અને ઉપાયો

રબિંગ ટેસ્ટ કરો

સરસિયાનું તેલ શુધ્ધ છે કે એ નહીં ચેક કરવા માટે તમે રબિંગ ટેસ્ટનો ઉપયોગ કરી શકો છો. આ માટે સરસિયાનું તેલ હથેળી પર લો અને હવે બન્ને હાથથી ભાર આપીને રબ કરો. એવામાં સરસિયાનું તેલ મિક્સ હોય તો માત્ર સ્મેલ જ નહીં પરંતુ એનો કલર પણ ચેન્જ થઇ જશે. આ સાથે અસલી સરસિયાનું તેલ સ્કિન પર ચોંટશે નહીં.


કલર ટેસ્ટ ટ્રાય કરો


અસલી અને નકલી સરસિયાનું તેલ ચકાસવા માટે તમે ઘરે કલર ટેસ્ટ પણ ટ્રાય કરી શકો છો. આ માટે ટેસ્ટ ટ્યૂબમાં 5 ગ્રામ સરસિયાનું તેલ લો. હવે આમાં નાઇટ્રિક એસિડ મિક્સ કરો. પછી ટેસ્ટ ટ્યૂબને થોડી વાર માટે હલાવો. આનાથી અસલી અને નકલીના રંગનો અંદાજો આવી જશે. જો તેલ નકલી હશે તો તરત જ સરસિયાનો તેલનો રંગ લાલ થઇ જશે. અસલી તેલનો રંગ નારંગી તેમજ પીળા રંગનો નજર આવશે

(નોંધ: આ લેખમાં આપેલી જાણકારી અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. આની પર અમલ કરતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યર છે.)
Published by: Niyati Modi
First published: January 29, 2023, 12:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading