પુરુષોમાં ફર્ટિલિટી વઘારે છે કેસરનું પાણી, જાણો ક્યારે અને કેવી રીતે પીવાથી ફાયદો થાય છે

News18 Gujarati
Updated: January 25, 2023, 11:01 PM IST
પુરુષોમાં ફર્ટિલિટી વઘારે છે કેસરનું પાણી, જાણો ક્યારે અને કેવી રીતે પીવાથી ફાયદો થાય છે
કેસરની તાસીર ગરમ હોય છે.

Benefits of saffron water: કેસરની જેમ એનું પાણી પણ હેલ્થ માટે બહુ ફાયદાકારક છે. કેસરનું પાણી સ્કિન પર નેચરલ ગ્લો લાવે છે. આ સાથે જ સ્કિનનો ટોન સુધારવાનો કામ કરે છે. કેસરનું પાણી તમે આ રીતે પીઓ છો તો હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. સામાન્ય રીતે કેસરની તાસીર ગરમ હોય છે જે હેલ્થ અને સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરે છે. તો જાણો આ વિશે વધુમાં તમે પણ..

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: પુરુષો માટે કેસરનું પાણી અનેક રીતે ફાયદાકારક છે. કેસરનું પાણી હેલ્થ તેમજ સ્કિન માટે અનેક રીતે ગુણકારી છે. કેસરમાં અનેક પ્રકારના ગુણો રહેલા છે જે સ્ટેમિના વધારે છે અને સાથે-સાથે બોડી બિલ્ડિંગ તમને બનાવે છે. કેસરમાં 4 એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે જે તમારી કોશિકાઓને મુક્ત કણો અને ઓક્સીડેટિ તણાવથી બચાવવાનું કામ કરે છે. જેમ કે ક્રોસિન, ક્રોસેટિન, સફ્રેનલ અને કેફ્રેનોલ હોય છે. ક્રોકિન અને ક્રોસેટિન કેરોટીનોઇડ હોય છે જે પુરુષોના સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. કેસરના પાણીનો તમે રેગ્યુલર ઉપયોગ કરો છો તો અનેક ઘણાં ફાયદાઓ થાય છે. તો જાણો આ વિશે વિસ્તારથી.

પુરુષો માટે કેસરનું પાણી પીવાના ફાયદા


સ્ટેમિના બુસ્ટરનું કામ કરે છે



કેસરનું પાણી સ્ટેમિના બુસ્ટરનું કામ કરે છે. કેસરના પાણીમાં ક્રોકિન, ક્રોસેટિન, સફ્રાનલ અને કેમ્ફેરોલ જેવા એન્ટી ઓક્સિડન્ટ્સ તત્વો હોય છે જે કોશિકાઓને એન્ટી ઓક્સિડેટિવ તણાવથી બચાવવામાં મદદ કરે છે. આ સાથે જ માંસપેશિઓને નબળાઇ અને પુરુષોમાં સ્ટેમિના બુસ્ટ કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો:સ્કિન માટે મેજીક જેવું કામ કરે છે પિંક સોલ્

મુડ બુસ્ટર છે કેસરનું પાણી

કેસરનું પાણી મુડ બુસ્ટર છે જે એન્ટીડિપ્રસેન્ટનું કામ કરે છે. આ શરીરમાં હેપ્પી હોર્મોન વધારે છે અને સાથે-સાથે મુડ સ્વિંગ્સથી બચાવે છે. આ સાથે જ ડિપ્રેશન અને અસ્વાદ સાથે જોડાયેલા લક્ષણોને પૂરા કરે છે અને સ્ટ્રેસ ફ્રી રાખે છે. કેસરનું પાણી તમને અનેક રીતે ફાયદો પહોંચાડે છે.

આ પણ વાંચો:30 વર્ષની ઉંમર પછી આ વસ્તુઓને કહીં દો બાય-બાય

ફર્ટિલિટી વઘારે છે


અધ્યયનો અનુસાર કેસરમાં કામોત્તેજક ગુણ હોઇ શકે છે કારણકે આ એન્ટીડિપ્રેસેંટની જેમ કામ કરે છે. PubMd અનુસાર 4 અઠવાડિયા સુધી સતત 30 મિલીગ્રામ કેસર લેવાથી ઇરેક્ટાઇલ ફંક્શનમાં સુધારો થઇ શકે છે. આ સિવાય કેસરનું પાણી સીમન ક્વેલિટીને વધારીને ફર્ટિલિટી વધારવામાં મદદ કરે છે.


ગ્લોઇંગ સ્કિન


ગ્લોઇંગ સ્કિન માટે કેસરનું પાણી સૌથી બેસ્ટ છે. આ પાણી અનેક રીતે હેલ્થ અને સ્કિનને ફાયદો પહોંચાડે છે. કેસરનું પાણી બ્લડ સર્કુલેશન સારુ કરે છે અને સાથે-સાથે સ્કિન પર ગ્લો લાવે છે. આ સાથે જ એક્નેથી લઇને ડાધા-ધબ્બાઓ દૂર થાય છે.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
Published by: Niyati Modi
First published: January 25, 2023, 9:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading