વધેલી રોટલીને ફેંકશો નહીં, મિનિટોમાં તૈયાર કરો 'ટિક્કી' જેવી આ અલગ-અલગ વાનગીઓ

News18 Gujarati
Updated: November 29, 2022, 10:14 PM IST
વધેલી રોટલીને ફેંકશો નહીં, મિનિટોમાં તૈયાર કરો 'ટિક્કી' જેવી આ અલગ-અલગ વાનગીઓ
ટેસ્ટી વાનગીઓ

Tips to make tasty dish with leftover chapati: ઘરમાં પડેલી રોટલીમાંથી તમે અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. રોટલીમાંથી આ વાનગીઓ બનાવીને તમે ખાઓ છો તો મજ્જા પડી જાય છે. આ વાનગીઓ તમે એક વાર ઘરે બનાવશો તો વારંવાર બનાવવાની ઇચ્છા થશે.

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક લોકોના ઘરોમાં રોટલી વધતી હોય છે. વધેલી રોટલીને મોટાભાગનાં લોકો ફેંકી દેતા હોય છે. રોટલી દરેક ધરોમાં બનતી હોય છે. આ સાથે જ ઘણાં ઘર એવા હોય છે જેમાં બે ટાઇમ જમવામાં રોટલી જ બને છે. આ સાથે જ ઘણાં ઘરોમાં રોટલી બનતી હોતી નથી. આજે અમે તમને કેટલીક એવી રેસિપી જણાવીશું જેમાં તમે વધેલી રોટલીનો ફરી ઉપયોગ કરી શકો છો અને ખાવાની મજા માણી શકો છો. આ કુકિંગ ટિપ્સ તમને ડગલેને પગલે કામમાં આવશે. આમાં તમારી વઘેલી રોટલી વપરાઇ જશે અને ચા સાથે તમે નાસ્તામાં મજા માણી શકશો. તો જાણો વઘેલી રોટલીનો કેવી રીતે ઉપયોગ કરશો.

આ પણ વાંચો: ટેસ્ટી-ટેસ્ટી 'ઇડલી ચાટ' બનાવવા માટે નોંઘી લો આ રીત

રોટલીમાંથી પિઝા બનાવોતમારા ઘરે રોટલી વધી છે તો તમે પિઝા બનાવી શકો છો. આ વાનગીમાં તમારી વધેલી રોટલીનો ઉપયોગ થઇ જાય છે. આ માટે તમે સૌથી પહેલા એક બાઉલમાં બાફેલા બટાકા, ડુંગળી અને ટામેટા મિક્સ કરી લો. આ રોટલીને તવી પર ગરમ કરવા માટે મુકો અને કરકરી કરી લો. હવે રોટલી પર શેઝવાન સોસ લગાવી દો અને એની પર બટાકા મિક્સ કરી લો. ત્યારબાદ ઉપરથી ચીઝ નાંખો. તો તૈયાર છે રોટી પિઝ્ઝા.

આ પણ વાંચો:આ રીતે ઘરે બનાવો કાબુલી ચણા પુલાવ

રોટલીને ફ્રાય કરી લો

બચેલી રોટલીમાંથી તમે ફ્રાય ડિશ કરી શકો છો. આ માટે રોટલીને ટુકડામાં તોડી લો. હવે આની પર કાળા મરી અને આમચુર પાવડર નાખીને મિક્સ કરી લો. ત્યારબાદ ગરમ તેલમાં કટ કરેલા શિમલા મરચા અને ઝીણી સમારેલી કોબીજ નાંખો. હવે આમાં રોટલીના ટુકડા નાંખો અને 5 મિનિટ સુધી ફ્રાય કરી લો. તો તૈયાર છે ફ્રાય રોટલી. આ રોટલીને તમે ટોમેટો કેચ અપ સાથે ખાઓ છો તો મજા આવે છે.


રોટલી ટિક્કી બનાવો


ઘરમાં પડેલી રોટલીમાંથી તમે સ્વાદિષ્ટ ટિક્કી પણ બનાવી શકો છો. આ માટે તમે રોટલીને મિક્સરમાં પીસીને પાવડર બનાવી લો. હવે આમાં બાફેલા બટાકા, લીલા મરચા, ડુંગળી, મીઠું અને આમચૂર પાવડર નાંખીને મિક્સ કરી લો. ત્યારબાદ આમાંથી નાની-નાની ટિક્કી બનાવી લો. હવે આને તેલમાં ફ્રાય કરી લો. તો તૈયાર છે રોટલીની સ્વાદિષ્ટ ટિક્કી.
Published by: Niyati Modi
First published: November 29, 2022, 10:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading