અડદ, ચણાની દાળ અને ઘી સાથે આ વસ્તુઓ મિક્સ કરીને ઘરે બનાવો રજવાડી ઉપમા, ખાતા રહી જશે લોકો

News18 Gujarati
Updated: November 30, 2022, 10:17 AM IST
અડદ, ચણાની દાળ અને ઘી સાથે આ વસ્તુઓ મિક્સ કરીને ઘરે બનાવો રજવાડી ઉપમા, ખાતા રહી જશે લોકો
આ ઉપમા ખાવાની બહુ જ મજા આવે છે.

Rajwadi upma recipe: રજવાડી ઉપમા ખાવાની બહુ જ મજા આવે છે. રજવાડી ઉપમા તમે આ રીતે ઘરે બનાવો છો તો બહુ જ મસ્ત બને છે. આ ઉપમા તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. શિયાળામાં આ ઉપમા ખાવાની હેલ્થને અનેક ફાયદાઓ થાય છે.

 • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સવારના નાસ્તામાં સોજીની ઉપમાં સૌથી બેસ્ટ ફુડ છે. સોજીની ઉપમા ફાઇબરથી ભરપૂર હોય છે જે ડાઇજેશન સિસ્ટમને સારી બનાવવામાં મદદ કરે છે. આટલું જ નહીં ઉપમા તમે સવારમાં ખાઓ છો એ પછી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને તમારા શરીરમાં એક ગુડ એનર્જી બની રહે છે. સોજીની ઉપમાં એક ફુડ ડિશ છે જે મોટા લોકોઓની સાથે નાના બાળકોને પણ ખાવાની મજા આવે છે. સવારના વ્યસ્ત શેડ્યુલની વચ્ચે તમે સોજીની ઉપમા એક એવી રેસિપી છે જે તમે ખૂબ ઝડપથી ઘરે બનાવી શકો છો. તો જાણો તમે પણ રજવાડી ઉપમા કેવી રીતે ઘરે બનાવશો.

સામગ્રી


એક કપ સોજી

એક ચમચી ચણાની દાળ

એક ચમચી અડદની દાળ

એક ચમચી ચનાની દાળઆ પણ વાંચો: આ રીતે આમળાનો મુરબ્બો બનાવશો તો આખા જ રહેશે

એક ઝીણી સમારેલી ડુંગળી

એક ઝીણું સમારેલું ટામેટુ

બે મોટી ચમચી લીલા વટાણા

અડધી ચમચી આદુની પેસ્ટ

બે ચમચી ઝીણું સમારેલું ગાજર

ત્રણ ચમચી ઝીણા સમારેલા કેપ્સિકમ

7 થી 8 કાજુ

8 થી 9 બદામ

8 થી 9 દ્રાક્ષ

મીઠા લીમડાના પાન

ચપટી હિંગ

સ્વાદાનુંસાર મીઠું

એક ચમચી દેસી ઘી

અડઘા લીંબુનો રસ

બનાવવાની રીત • રજવાડી ઉપમા બનાવવા માટે સૌ પ્રથમ ડુંગળી, ટામેટા, ગાજર, શિમલા મરચા, કોથમીરને ઝીણી સમારી લો.


આ પણ વાંચો:આ રીતે ઘરે બનાવો Oil Free Samosa  • એક કડાઇ લો અને એમાં ઘી ગરમ કરવા માટે મુકો.

  • ઘી ગરમ થઇ જાય એટલે એમાં સોજી નાંખો અને આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકી લો.

  • આ સોજીને સતત હલાવતા રહો.

  • સોજી શેકાઇ જાય એટલે એને એક પ્લેટમાં લઇ લો.

  • હવે એક કડાઇમાં તેલ ગરમ કરવા માટે મુકો.

  • તેલ ગરમ થઇ જાય એટલે રાઇ અને હિંગ નાખો.

  • પછી મીઠા લીમડાના પાન, અડદની દાળ, ચણાની દાળ નાખીને શેકી લો.

  • હવે ડુંગળી, લીલા મરચા અને આદુની પેસ્ટ નાંખીને 2 મિનિટ માટે થવા દો.

  • આ મિશ્રણમાં હવે ગાજર, લીલા વટાણા, શિમલા મરચા અને ટામેટા નાખીને થોડી વાર માટે થવા દો.

  • ઉપમાને રજવાડી બનાવવા માટે કાજુ, બદામ અને દ્રાક્ષ નાંખો.

  • દોઢ કપ પાણી નાખો અને ઉકળવા દો.


 • જ્યારે પાણી ઉકળી જાય એટલે એમાં શેકેલી સોજી નાંખો અને લીંબુનો રસ એડ કરો.

 • આ સોજીને 5 થી 7 મિનિટ માટે થવા દો અને મિક્સ કરી લો.

 • કોથમીરથી ઉપમાને ગાર્નિશ કરો.

 • તો તૈયાર છે રજવાડી ઉપમા.

Published by: Niyati Modi
First published: November 30, 2022, 10:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading