બ્રેસ્ટની સાઇઝ વધારવાના આ ઘરગથ્થુ ઉપાય છે એકદમ બેસ્ટ, આજે જ કરો ટ્રાય


Updated: September 23, 2021, 3:56 PM IST
બ્રેસ્ટની સાઇઝ વધારવાના આ ઘરગથ્થુ ઉપાય છે એકદમ બેસ્ટ, આજે જ કરો ટ્રાય
પ્રતીકાત્મક તસવીર

Home remedies : ઘણી મહિલાઓની બ્રેસ્ટ સાઇઝ એકદમ પરફેક્ટ હોય છે, પરંતુ અમુકને તેના કારણે શરમ અનુભવવી પડે છે.

  • Share this:
કોઇપણ મહિલાની સુંદરતામાં શરીરની સુડોળતા સૌથી મહત્વની ભૂમિકા હોય  છે. દરેક મહિલા યોગ્ય અને સુડોળ સ્તન (Breast Size) મેળવવા ઝંખતી હોય છે. ઘણી મહિલાઓની બ્રેસ્ટ સાઇઝ એકદમ પરફેક્ટ હોય છે, પરંતુ અમુકને તેના કારણે શરમ અનુભવવી પડે છે. તો આજે અમે તમને જણાવશું કે, કઇ રીતે તમે બ્રેસ્ટ સાઇઝ વધારી (How to Increase breast size) શકો છો.

બ્રેસ્ટ સાઇઝ વધારવા માટે એલોવેરા થશે મદદરૂપ

બ્રેસ્ટ સાઇઝ વધારવા માટે કેમિલ્સ પ્રોડક્ટ્સની જગ્યાએ તમે એલોવેરા વાપરી શકો છો. એલોવેરા જેલ પોષક તત્વો, એન્ટી-ઓક્સિડેન્ટ અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. આ રીતે કરો તેનો ઉપયોગ.

એલોવેરા અને વિટામિન E

એક બાઉલમાં 1 ચમચી એલોવેરા જેલ, ચપટી હળદર અને 1 વિટામિન E કેપ્સ્યૂલ ભેળવીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટ હળવા હાથે મસાજ કરી બ્રેસ્ટ પર લગાવો. તેને 10-15 મિનિટ રહેવા દો. ત્યાર બાદ તેને નવશેકા પાણી વડે સાફ કરી લો. આ ઉપરાંત રાત્રે સુતા પહેલા 2-2 નાની ચમચી એલોવેરા અને વિટામિન E મિક્સ કરી બ્રેસ્ટ પર લગાવો અને 4-5 મિનિટ રાખી ભીના કપડાથી સાફ કરી લો.

એલોવેરા અને ગ્રીન ટીએક બાઉલમાં 1 મોટી ચમચી ગ્રીન ટી પાઉડર, 2-3 ચમચી એલોવેરા જેલ અને 2 મોટી ચમચી ઓલિવ ઓઇલ મિક્સ કરો. સુતા પહેલા પેસ્ટને બ્રેસ્ટ પર મસાજ કરો. 10 મિનિટ બાદ ભીના કપડાથી સાફ કરી લો.

એલોવેરા અને આદુ

એક બાઉલમાં 3 મોટી ચમચી એલોવેરા જેલ, 2 ચમચી આદુનો પાઉડડર મિક્સ કરી બ્રેસ્ટ પર 3-5 મિનિટ મસાજ કરો. 10 મિનિટ રાખીને પાણીથી સાફ કરી લો.

મસૂર દાળ

એક કપ પાણીમાં એક વાટકી મસૂર દાળ 2 કલાક પલાળી પીસીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને સ્તન પર લગાવો અને 1 કલાક સુધી રહેવા દો. ત્યાર બાદ નવશેકા પાણીથી બ્રેસ્ટને સાફ કરી લો.

ડુંગળીનો રસ

બે ડુંગળીને પીસીને રસ કાઢી તેમાં મધ અને હળદર મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટ રાત્રે સુતા પહેલા સ્તન પર લગાવો અને સવારે નવશેકા પાણી વડે બ્રેસ્ટને સાફ કરી લો.

આ પણ વાંચો - તાંબાની બોટલમાં પાણી પીવાથી ઘણી બીમારીઓ રહે છે દૂર, જાણો તેની સાથે જોડાયેલી જરૂરી વાતો

મૂળા

બ્રેસ્ટ સાઇઝ વધારવા માટે તમારે મૂળાને આહારમાં સામેલ કરવા જોઇએ. તેનાથી સ્તનમાં રક્તનો પ્રવાહ વધે છે અને રોજ મૂળા ખાવાથી બ્રેસ્ટ સાઇઝ વધે છે.

મેથી દાણા

મેથી દાણાને બે કલાક પાણીમાં પલાળી તેને ક્રશ કરી પેસ્ટ તૈયાર કરો. રોજ આ પેસ્ટ તમારા સ્તન પર લગાવો અને 15 મિનિટ બાદ સ્તન સાફ કરી લો. મેથીદાણામાં ફાઇટોસ્ટેગ્રન્સ હોય છે, જે પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજનની માત્રા વધારે છે અને બ્રેસ્ટના આકારને વધારવાનું કામ કરે છે.
Published by: Kaushal Pancholi
First published: September 23, 2021, 3:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading