વજન ઉતારવા માટે રોજ સવારમાં આ ચા પીઓ, માખણની જેમ ચરબી ઓગળી જશે અને પેટ અંદર જતુ રહેશે
News18 Gujarati Updated: November 29, 2022, 5:59 PM IST
આ ચા પીઓ અને ચરબી ઓગાળો
Fennel Cumin Tea: આજનાં આ સમયમાં મોટાભાગના લોકો વજન વધારાની સમસ્યાથી પીડાતા હોય છે. આજકાલ વજન ઉતારવા માટે લોકો જીમમાં એક્સેસાઇઝ કરવા માટે જતા હોય છે તેમ છતા જોઇએ એ પ્રમાણમાં વજન ઉતરતુ નથી.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આપણાં દેશમાં મોટાપાની સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે. મોટાપાને કારણે અનેક ગંભીર બીમારીઓનો લોકો શિકાર બની રહ્યા છે. એવામાં આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે લોકો એમના ડાયટથી લઇને એક્સેસાઇઝ જેવી અનેક વસ્તુઓમાં બદલાવ લાવતા હોય છે. તમારું વજન પણ બહુ વધારે છે તો તમારે ઉતારવાની જરૂર છે. આ સાથે જ ઘણાં લોકોને શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે જે સ્વાસ્થ્ય માટે અનેક રીતે નુકસાનકારક છે. તમને જાણીને નવાઇ લાગશે કે રસોડામાં પડેલા મસાલા તમારું વજન ઉતારવાનું કામ કરે છે. એમાં પણ ખાસ કરીને વરિયાળી અને જીરું સૌથી બેસ્ટ છે.
આ પણ વાંચો: મહિલાઓ આ રીતે દૂર કરો માનસિક થાક
અનેક ઔષધીય ગુણોથી ભરપૂર વરિયાળી અને જીરું હેલ્થ માટે સૌથી બેસ્ટ છે. વરિયાળી અને જીરામાં વિટામીન, પ્રોટીન અને ફાઇબર હોય છે. આ બન્ને મસાલાની ચા બનાવીને તમે પીઓ છો તો તમારા શરીરની ચરબી જલદી ઓગળી જાય છે. આ ચા મિનરલ્સ અને એન્ટી ઓક્સિડન્ટસથી ભરપૂર હોય છે.
આ રીતે બનાવો વરિયાળી અને જીરાની ચા
વરિયાળી અને જીરાની ચા બનાવવા માટે અડધી ચમચી વરિયાળી અને અડધી ચમચી જીરું લઇને એક ગ્લાસ પાણીમાં આખી રાત પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ સવારમાં આ પાણી ઉકાળો અને પછી ગાળીને પી લો. આ ચા તમે રોજ સવારમાં પીઓ છો તો તમારા શરીરની ચરબી જલદી ઓગળવા લાગે છે.
આ પણ વાંચો: આ 5 બીમારીઓમાં અળસીનું સેવન કરવાથી થાય છે લાભજાણો આ ચા પીવાના ફાયદા
વરિયાળી અને જીરાની આ ચા પીવાથી વજન ઓછુ કરવામાં મદદ મળે છે. આ ચા તમે રોજ સવારમાં ખાલી પેટે પીઓ છો તો ઝડપથી ફટ બર્ન થાય છે. આ સાથે જ ભૂખ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આ ચા પીવાથી તમારી ઇમ્યુનિટી સિસ્ટમ પણ સ્ટ્રોંગ થાય છે.
આ ચા રોજ સવારમાં પીવાથી ગેસની સમસ્યા ઓછી થઇ જાય છે. એક્સપર્ટ આ માટે જમ્યા પછી વરિયાળી ખાવાની સલાહ આપતા હોય છે. આ ચા પીવાથી અનેક મુશ્કેલીઓમાંથી છૂટકારો મળે છે. આ ચા પીવાથી બ્લડ સર્કુલેશન સારું થાય છે. આ ચામાં રહેલા પોષક તત્વો યુરિક એસિડને બહાર કરે છે અને નવા સેલ્સનું પ્રોડક્શન બનાવવામાં મદદ કરે છે.
Published by:
Niyati Modi
First published:
November 29, 2022, 5:57 PM IST