બાળકોમાં પીઠ અને કમરના દુખાવાને ના કરો નજરઅંદાજ, જાણો ગઠિયાના લક્ષણો, કારણો અને ઉપાયો
News18 Gujarati Updated: November 29, 2022, 11:52 AM IST
જાણો બાળકોના શરીરમાં થતા દુખાવા વિશે
Juvenile arthritis symptoms: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો જાતજાતની સમસ્યાઓથી પીડાતા હોય છે. આ સાથે જ દિવસને દિવસે જંકફૂડ તેમજ બહારનું ખાવાનું ચલણ વધારે વધી ગયુ છે જેના કારણે અનેક બીમારીઓ શરીરમાં એન્ટ્રી કરવા લાગે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: જુવેનાઇલ આર્થરાઇટિસ (Juvenile arthritis) બાળકોમાં ગઠિયાનો રોગ આ સાંભળવામાં થોડુ અજીબ લાગી રહ્યુ છે પરંતુ તમને જાણીને નવાઇ લાગશે આજકાલ 14 વર્ષની ઉંમરમાં બાળકોને આ સમસ્યા થઇ રહીછે. Indiatv અનુસાર હેલ્થ કેર લખનઉના એમડી અને ઓર્થોપેડિક ડોક્ટર વિશાલ ભવાની આ વિશે જણાવે છે કે બાળકોમાં આ પ્રોબ્લેમ્સ થઇ રહ્યા છે. ખરાબ લાઇફ સ્ટાઇલ બાળકોના સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. સૌથી વધારે નુકસાન ફિઝિકલ એક્ટિવિટીને કારણે થાય છે જે હાડકાને પ્રભાવિત કરે છે. આ સાથે જ ડાયટની ઉણપ પણ આ કારણોસર થાય છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે તમે બાળકોમાં ગઠિયાના લક્ષણો જાણો અને સમય પર ડોક્ટરની સલાહ લો. તો જાણો આ વિશે વધુમાં..
બાળકોમાં ગઠિયાનું કારણ
બાળકોમાં ગઠિયા થવાનું અનેક કારણ હોઇ શકે છે, પરંતુ આનું સૌથી મોટુ કારણ વારસાગત હોઇ શકે છે. તમારી ફેમિલીમાંથી કોઇને જુવેનાઇલ આર્થરાઇટિસની સમસ્યા છે તો સમય જતા એ બાળકોમાં આવી શકે છે. આ એક રીતે તમારી ઇમ્યુનિટી સિસ્ટમ પર હુમલો કરે છે જેના કારણે અનેક સમસ્યાઓ ઉભી થઇ શકે છે.
આ પણ વાંચો: આ લોકોએ ક્યારે ના ખાવા જોઇએ તુલસીના પાન
આ કારણે થાય છે વધારે
- ફિઝિકલી એક્ટિવીટી ઓછી થવી
- ડાયટમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પ્રોટીનની ઉણપ
- એક્સેસાઇઝ ના કરવી
- ઘરની બહાર રમવા ના જવું
આ પણ વાંચો: શિયાળામાં રોજ દૂધમાં આ વસ્તુ મિક્સ કરીને પીઓ
બાળકોમાં ગઠિયાના લક્ષણો
બાળકોમાં ગઠિયાના શરૂઆતી લક્ષણો જે હોય છે એને ઓળખવા અને આ વાતને ઇગ્નોર ના કરવી એ ખૂબ જરૂરી બાબત છે. જેમ કે..
- પગમાં દુખાવો થવો
- પીઠમાં દુખાવાની ફરિયાદ રહેવી
- ઊંઘીને ઉઠ્યા પછી હાથ, પગ, ખભા અને કોણીમાં દુખાવો થવો
- આંખોની આસપાસ સોજા આવવા
- થાક લાગવો
- સુસ્તી આવવી
- ભૂખ ના લાગવી
- વજન વધવુ
- તાવ આવવો
- આખા શરીરમાં દાણા અને રેસિશ થવા
બાળકોમાં ગઠિયાના ઉપાયો
બાળકોમાં ગઠિયાના રોગ માટે તમે અનેક પ્રકારના ઉપાયો કરી શકો છે. સૌથી પહેલા તો લાઇફ સ્ટાઇલમાં બદલાવ લાવો. આ બહુ જરૂરી બાબત છે. પછી ફિઝિકલ એક્ટિવિટી કરો અને ઘરની બહાર રમવા માટે બાળકને પ્રેરિત કરો. આ સાથે જ ફેટી અને પ્રોસ્ડેડ ફુડનું સેવન બંધ કરો નહીં તો મોટાપાનો ભોગ બનશો અને આર્થરાઇટિસનું કારણ બની શકે છે.
આ સિવાય જરૂરી એ છે કે તમે બાળકોના ડાયટમાં શાકભાજી, ડ્રાય ફ્રૂટ્સ અને વિટામીન સીથી ભરપૂર ખાટા ફળો, દૂધ અને પનીર જેવી વસ્તુઓને સામેલ કરો. (નોંધ: આ આર્ટિકલ સામાન્ય જાણકારી માટે છે, કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લો.)
Published by:
Niyati Modi
First published:
November 29, 2022, 11:52 AM IST