વાળ બહુ ખરે છે તો ટકલા થઇ જશો: આ રીતે જાસુદના ફૂલથી હેર ગ્રોથ ફટાફટ વધારો અને સિલ્કી+શાઇની કરો
News18 Gujarati Updated: January 28, 2023, 6:16 PM IST
જાસુદના ફૂલથી હેર શાઇની થાય છે.
Hair care tips: જાસુદના ફૂલનો તમે આ રીતે ઉપયોગ કરો છો તો વાળની અનેક સમસ્યાઓ થાય છે. જાસુદના ફૂલ હેરની અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરવાની તાકાત ધરાવે છે. તમારા વાળ બહુ ખરે છે તો તમે જાસુદના ફૂલનો હેર પેક લગાવો. આ સાથે જ તમે જાસુદનું તેલ નાંખો છો તો પણ તમને બેસ્ટ રિઝલ્ટ મળે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકોને વાળ ખરવાની સમસ્યા હોય છે. વાળ ખરવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. વાળ સતત ખરતા હોય તો આ એક ચિંતાનો વિષય બની રહી છે. ખરતા વાળની સમસ્યાથી કંટાળી ગયા છો તો આ ફૂલ તમારા માટે બેસ્ટ છે. આ ફૂલ તમારા ખરતા વાળને અટકાવવાનું કામ કરે છે. વાત છે જાસુદના ફૂલની. જાસૂદના ફૂલ હેર માટે અનેક રીતે ગુણકારી છે. જાસુદના ફૂલનો તમે રીતે ઉપયોગ કરો છો તો વાળ ખરતા અટકી જાય છે અને સાથે ગ્રોથ પણ મસ્ત વધે છે. તો જાણો તમે કેવી રીતે જાસુદના ફૂલનો ઉપયોગ કરશો.
આ પણ વાંચો:આઇબ્રોના સફેદ વાળ આ નેચરલ રીતે બ્લેક કરો
- તમે જાસુદના ફૂલનો ઉપયોગ વાળ માટે કરો છો તો હેર ફોલ બંધ થઇ જાય છે. આ સાથે જ તમારા વાળ સિલ્કી અને શાઇની થાય છે. આ ફૂલમાં ભરપૂર પોષણ હોય છે જે હેર માટે બેસ્ટ છે. જાસુદના ફૂલનો અર્ક વાળમાં લગાવવાથી હેરનો ગ્રોથ સારો થાય છે.
- જાસુદના ફૂલમાં વિટામીન સી હોય છે જે વાળને હેલ્ધી બનાવવાનું કામ કરે છે. નિયમિત રીતે વાળમાં તમે આ ફૂલનો હેર પેક લગાવો છો તો અનેક સમસ્યાઓ દૂર થાય છે. તમે ઘરે પણ આ પેક બનાવી શકો છો. આ પેક બનાવવા માટે ફૂલને સુકવી લો અને પછી મિક્સરમાં ક્રશ કરી લો. પછી આમાં ગુલાબજળ તેમજ પાણી નાંખીને પેક બનાવી લો. આ પેક તમારા હેરની ક્વોલિટી સુધારે છે અને સાથે હેર ફોલ પણ બંધ થઇ જાય છે.
આ પણ વાંચો:દૂધમાં આ વસ્તુ મિક્સ કરીને પીવાથી થાય છે આ ફાયદાઓ
- તમારા વાળમાં બહુ ફંગલ થઇ ગયુ છે તો આ ફૂલ તમારા માટે બેસ્ટ છે. આમાં એન્ટી ફંગલ તત્વ હોય છે જે વાળમાં થતા ખોડાને દૂર કરવાનું કામ કરે છે. આ સાથે જ તમે હેર પેક પણ બનાવીને વાળમાં લગાવી શકો છો. આ પેક તમે સ્કેલ્પ પર લગાવો છો તો ખંજવાળની સમસ્યા દૂર થાય છે.
- માર્કેટમાં તમને સરળતાથી જાસુદના ફૂલનો પેક મળે છે. આ સાથે જ બજારમાં જાસુદના ફૂલ પણ મળે છે. આ સાથે જ તમને તેલ પણ સરળતાથી મળે છે. જાસૂદના ફૂલમાંથી બનેલું તેલ તમે વાળમાં નાખો છો તો હેર ફોલિકલ્સ સ્ટ્રોન્ગ થાય છે અને સાથે વાળનો ગ્રોથ મસ્ત વઘે છે.
Published by:
Niyati Modi
First published:
January 28, 2023, 6:16 PM IST