વેલેન્ટાઇન ડે..14 ફેબ્રુઆરીનાં દિવસે લગ્ન છે? તો સુહાગરાતને યાદગાર બનાવો આ રીતે

News18 Gujarati
Updated: February 7, 2023, 4:53 PM IST
વેલેન્ટાઇન ડે..14 ફેબ્રુઆરીનાં દિવસે લગ્ન છે? તો સુહાગરાતને યાદગાર બનાવો આ રીતે
એકબીજાને સમય આપો.

First night tips: 14 ફેબ્રઆરી એટલે વેલેન્ટાઇન ડે..આ દિવસે અનેક લોકો લગ્ન કરતા હોય છે. જો કે હવે આ ક્રેઝ લોકોમાં વધતો જાય છે. વેલેન્ટાઇન ડેના દિવસે લગ્ન કરવાની ડિમાન્ડ ઘણાં કપલની રહેતી હોય છે. આમ, તમે તમારી ફર્સ્ટ નાઇટને આ રીતે યાદગાર બનાવી શકો છો.

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજથી વેલેન્ટાઇન વીકની શરૂઆત થઇ ગઇ છે. આ વેલેન્ટાઇન વીકમાં આજે રોઝ ડે છે..તો કાલે પ્રપોઝ ડે..જ્યારે 14 ફેબ્રુઆરીના રોજ આ વીકનો લાસ્ટ ડે એટલે કે વેલેન્ટાઇન ડે હોય છે. આ વીકને ખાસ બનાવવા માટે લોકો અનેક પ્રકારની તૈયારીઓ કરતા હોય છે. આમ, તમને એક વાત એ જણાવી દઇએ કે હવે વેલેન્ટાઇન ડેનાં દિવસે લગ્ન કરવાની ડિમાન્ડ વધતી જાય છે. અનેક લોકો 14 ફેબ્રુઆરીનાં રોજ લગ્નના બંધનમાં બંધાતા હોય છો. પહેલાં કરતા હવે આ લગ્નની સંખ્યા વધતી જાય છે. આમ, જો તમે પણ વેલેન્ટાઇનના દિવસે લગ્ન કરવા જઇ રહ્યા છો તો ખાસ કરીને આ રીતે ફર્સ્ટ નાઇટને યાદગાર બનાવો. તો નોંધી લો આ ટિપ્સ તમે પણ.

આ પણ વાંચો:પ્રપોઝ કરવા ગુજરાતની આ રોમેન્ટિક જગ્યા છે બેસ્ટ

એકબીજાને સમજવાની કોશિશ કરો



ફર્સ્ટ નાઇટમાં સૌથી જરૂરી બાબત એકબીજાને સમજવાની હોય છે. લગ્ન પછીની પહેલી રાત એક આઇસબ્રેકરની જેમ હોય છે એટલે કે આ રાત એવી હોય છે જેમાં કપલ એકબીજાને સમજી શકે. આ સાથે જ એકબીજા સાથે વાતો કરો અને સમય મસ્ત રીતે પસાર કરો. આ દિવસે તમે રિલેશન સિવાય પણ બીજા ટોપિક પર વાત કરી શકો છો. આમ કરવાથી સંબંધોમાં મીઠાસ આવે છે.

ફિઝિકલ રિલેશન રાખશો નહીં


લગ્ન પછીની ફર્સ્ટ નાઇટે ફિઝિકલ રિલેશન રાખશો નહીં. કારણકે લગ્નના દિવસે અનેક પ્રકારના રિતી-રિવાજોમાં સતત વ્યસત રહેવાને કારણે વ્યક્તિ થાકી જાય છે. એવામાં તમે ફિઝિકલ રિલેશન રાખો છો તો અનેક મોટી સમસ્યા પણ થઇ શકે છે.આ પણ વાંચો:આ રીતે વેલેન્ટાઇન વીકમાં પિરીયડ્સની ડેટ લંબાવો

એકબીજાને મસ્ત ગિફ્ટ આપો


ફર્સ્ટ નાઇટને યાદગાર બનાવવા માટે તમે એકબીજાને મસ્ત ગિફ્ટસ આપો. આ એક બેસ્ટ આઇડિયા છે. આ ગિફ્ટ તમારા જીવનમાં ખુશીઓ ભરી દે છે. જો કે આ વાત તમને નાની લાગતી હશે, પરંતુ જીવનમાં બહુ જરૂરી છે. આ ટાઇપની નાની-નાની ગિફ્ટ્સ વ્યક્તિની લાઇફને હેપ્પી બનાવે છે.


કોઇ પણ પ્રકારનો દેખાડો ના કરો


લગ્ન જીવનને યાદગાર બનાવવા માટે કોઇ પણ પ્રકારના દેખાડા કરશો નહીં. દેખાડો કરવાથી સંબંધોમાં ખટાશ આવે છે. આ સાથે જ તમને લાઇફને એન્જોય કરવાની પણ મજા આવતી નથી. આ માટે હંમેશા સિમ્પલ લાઇફ જીવો.
Published by: Niyati Modi
First published: February 7, 2023, 4:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading