લવિંગનું દૂધ પીવાથી પુરુષોને ફાયદો થાય છે: સ્પર્મ સેલ્સની ક્વોલિટી થાય છે સારી, જાણો બીજા ફાયદાઓ
News18 Gujarati Updated: January 28, 2023, 2:25 PM IST
લવિંગનું દૂધ ફાયદાકારક છે.
Benefits of clove milk: લવિંગનું દૂધ પુરુષો માટે ફાયદાકારક છે. લવિંગ પુરુષોમાં રહેલી અનેક હેલ્થ સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. આ સાથે ફર્ટિલિટી સારી કરવાનું કામ કરે છે. ઘણાં લોકો રેગ્યુલર લવિંગનું દૂધ પીતા હોય છે. આ દૂધ શરીરમાં તાકાત લાવવાનું કામ કરે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ જેવા પોષક તત્વોની માત્રા ભરપૂર હોય છે. આ માટે ઘણાં બધા ડોક્ટર્સ દૂધ પીવાની સલાહ આપતા હોય છે. દૂધ પીવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. હાડકાં મજબૂત કરવા માટે તજની સાથે દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે, જ્યારે બાળકોનું મગજ તેજ કરવા માટે બદામનું દૂધ પીવાનું કહેવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો લવિંગનું દૂધ પીવાથી પણ ફાયદો થાય છે? લવિંગનું દૂધ પીવું એ અનેક રીતે ફાયદાકારક છે. દૂધમાં લવિંગ નાંખીને પીવાથી પુરુષોને શારિરિક રીતે અનેક ઘણો ફાયદો થાય છે. આ સાથે જ હોર્મોનલ સમસ્યાઓમાંથી પણ છૂટકારો મળે છે. તો જાણી લો તમે પણ પુરુષોને લવિંગનું દૂધ પીવાથી શું ફાયદો થાય છે.
આ પણ વાંચો:યુરિનમાં બહુ બળતરા થાય છે?
સ્પર્મ સેલ્સ મજબૂત કરે
સિગારેટ, શરાબ અને અનિયમિત લાઇફ સ્ટાઇલને કારણે આજકાલ પુરુષોમાં સ્પર્મ સેલ્સ નબળા થવા લાગ્યા છે, જેના કારણે બીજી અનેક ઘણી સમસ્યાઓ થવા લાગે છે. પુરુષોના સ્પર્મ સેલ્સને નબળા હોવાથી મહિલાઓને જલદી પ્રેગનન્સી પણ કન્સિવ થતી નથી. પરંતુ લવિંગનું દૂધ નિયમિત રીતે પીવાથી સ્પર્મની ક્વોલિટી સારી થાય છે અને સાથે સ્ટ્રોંગ થાય છે.
સ્ટ્રેસ દૂર કરે
લવિંગમાં ઝિંક, કોપર, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે જે દૂધમાં કેલ્શિયમ અને પ્રોટીનમાંથી મળે છે. આમ, જ્યારે તમે લવિંગ વાળુ દૂધ પીઓ છો તો સ્ટ્રેસ લેવલ ઘણું ઓછુ થઇ જાય છે. નિયમિત રીતે પુરુષોએ લવિંગ વાળુ દૂધ પીવુ જોઇએ. આ દૂધ પીવાથી મગજ શાંત રહે છે અને સાથે એન્ઝાયટી પણ થતી નથી.
આ પણ વાંચો:બાળકોની દૂધની બોટલ આ રીતે સાફ કરોટ
સ્ટેમિના વધારે
લવિંગ દૂધ પીવાથી પુરુષોમાં લવ હોર્મોન વધે છે. કેટલાક રિપોર્ટ્સ અનુસાર ચીનમાં લોકો સ્ટેમિના વધારવા માટે દૂધમાં લવિંગ નાંખીને પીવે છે. લવિંગ પુરુષોના ટિશ્યુઝમાં બ્લડ સેલ્સને વધારે છે, જેના કારણે એમને રિલેશન રાખવાની ઇચ્છા થાય છે.
બ્લડ પ્રેશર કંટ્રોલ કરે
લવિંગનું દૂધ પીવાથી પુરુષોમાં બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. લવિંગ અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ સાથે જ દૂધમાં કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ, મિનરલ્સ હોય છે જે બ્લડ પ્રેશરને સંતુલિ કરવામાં મદદ કરે છે.
(આ આર્ટિકલ સામાન્ય જાણકારી માટે છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
Published by:
Niyati Modi
First published:
January 28, 2023, 2:04 PM IST