ઠંડીમાં બીમાર ના પડવું હોય તો પીઓ આ સૂપ, સ્વાસ્થ્ય માટે અનેક રીતે છે ફાયદાકારક
News18 Gujarati Updated: January 28, 2023, 5:41 PM IST
ગાજરનો સૂપ હેલ્થ માટે ફાયદાકારક છે.
Carrot soup recipe: ગાજરનો સૂપ દરેક લોકોએ ઠંડીમાં પીવો જોઇએ. ગાજરનો સૂપ તમે આ રીતે ઘરે બનાવો છો તો હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. ગાજરનો સૂપ તમે આ રીતે બનાવો છો તો ટેસ્ટી બને છે અને ઠંડીમાં પીવાની મજા આવે છે. તો તમે પણ આ રીતે ઘરે બનાવો ગાજરનો સૂપ.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીની સિઝનમાં ગાજર બજારમાં એકદમ ફ્રેશ મળે છે. આ સિઝનમાં દરેક લોકો ખાસ કરીને ગાજર ખાવા જોઇએ. ગાજર ખાવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. ખાસ કરીને ઠંડીની સિઝનમાં મોટાભાગના લોકો ગાજરનો હલવો બનાવતા હોય છે. આમ, તમને જણાવી દઇએ કે ગાજરનો જ્યૂસ પણ હેલ્થ માટે એટલો જ ફાયદાકારક છે. ગાજરમાંથી તમે અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. ગાજરમાં એન્ટી ઓક્સિડન્ટ્સ સારામાં સારું હોય છે. આ સાથે જ ગાજરમાં વિટામીન એ, સી, કે, આયરન, પોટેશિયમ વગેરે જેવા તત્વો હોય છે. આ માટે દરેક લોકોએ ઠંડીની સિઝનમાં ગાજરનું સેવન કરવુ જોઇએ. તો તમે પણ આ રીતે ઘરે ગાજરનો સૂપ બનાવો.
સામગ્રી
200 ગ્રામ ગાજર
એક કટ કરેલી ડુંગળી
3 થી 4 કળી લસણ
એક ટુકડો આદુ
આ પણ વાંચો:આ રીતે ઘરે બનાવો મિર્ચી વડા
એક નાની ચમચી વેજીટેબલ ઓઇલ
ક્રશ કરેલા લાલ મરચા
સ્વાદાનુંસાર મીઠું
બે મોટા ચમચા ક્રીમ
જરૂર મુજબ પાણી
બનાવવાની રીત
- ગાજરનો સૂપ બનાવવા માટે સૌ પ્રથમ ગાજરને ધોઇને એને સાફ કરી લો.
- પછી આ ગાજરના કટકા કરી લો અને એમાં કુકરમાં થોડુ પાણી મુકીને બેથી ત્રણ સીટી વગાડી લો.
આ પણ વાંચો:સાદી દાળમાં આ રીતે હિંગ-જીરાનો તડકો કરો
- હવે મિક્સર બાઉલમાં ગાજરને પીસી લો અને પેસ્ટ બનાવી લો.
- એક પેન લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.
- તેલ ગરમ થઇ જાય એટલે એમાં ડુંગળી, લસણ, આદુને ઝીણું સમારી લો.
- તેલમાં લસણ, આદુ નાંખીને સાંતળી લો.
- ઝીણી સમારેલી ડુંગળી નાંખો અને આછા બ્રાઉન રંગની સાંતળી લો.
- પછી ગાજરની પેસ્ટ નાંખો અને થોડી વાર માટે થવા દો.
- સૂપ ઘટ્ટ થાય ત્યાં સુધી થવા દો.
- હવે આમાં જરૂર મુજબ પાણી નાંખો.
- સ્વાદાનુંસાર મીઠું નાંખો અને બરાબર મિક્સ કરી લો.
- એકથી બે મિનિટ માટે ગેસ પર થવા દો અને પછી ગેસ બંધ કરી દો.
- આ સૂપની ઉપર ક્રીમ, લાલ મરચુ નાંખીને પીરસો.
- તો તૈયાર છે ગાજરનો સૂપ.
- ગાજરનો સૂપ તમે ઠંડીમાં પીઓ છો તો હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. આ સૂપ પીવાથી શરીરમાં ઇમ્યુનિટી સિસ્ટમ સારી થાય છે.
Published by:
Niyati Modi
First published:
January 28, 2023, 5:41 PM IST