બાળકોમાં વિટામીન Dની ઉણપ આ રીતે પૂરી કરો, ડાયટમાં શામેલ કરો આ 4 વસ્તુઓ, હાડકાં મજબૂત થશે

News18 Gujarati
Updated: January 25, 2023, 5:39 PM IST
બાળકોમાં વિટામીન Dની ઉણપ આ રીતે પૂરી કરો, ડાયટમાં શામેલ કરો આ 4 વસ્તુઓ, હાડકાં મજબૂત થશે
વિટામીન ડીની ઉણપ

Best foods for children to get vitamin D: અનેક નાના બાળકોમાં વિટામીન ડીની ઉણપ હોય છે. વિટામીન ડીની ઉણપને કારણે બાળકોની હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. વિટામીન ડીની ઉણપને પૂરી કરવા માટે તમે બાળકોને આ ફૂડ્સ ખવડાવો છો તો સૌથી બેસ્ટ છે. આ ફૂડ ખાવાથી વિટામીન ડીની ઉણપ પૂરી થાય છે.

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક લોકો જાણતા હોય છે કે વિટામીન ડી આપણાં શરીરમાં સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. વિટામીન ડીનો એક સારો સ્ત્રોત સવારનો તડકો. ઠંડીની સિઝનમાં બાળકો ઘરમાંથી બહાર જલદી નિકળતા હોતા નથી. આ કારણે હાડકાં નબળા પડી શકે છે. એવામાં તમે બાળકોમાં વિટામીન ડીની ઉણપ પૂરી કરવા માટે તડકામાં બેસાડો છો તો સૌથી બેસ્ટ છે. આ સિવાય તમે બાળકોના ડાયટમાં આ વસ્તુઓ એડ કરીને વિટામીન ડી ઉણપને સરળતાથી પૂરી કરી શકો છો. આ ઉણપથી શરીરમાં અનેક ઘણું નુકસાન થાય છે. આ માટે વિટામીન ડીની ઉણપ પૂરી કરવી ખૂબ જરૂરી છે. તો જાણો આ વિશે વધુમાં.

આ પણ વાંચો:આજથી તમે પણ આ સમયે ખાવા લાગો એક ચમચી મલાઇ

ઇંડા ખાવાથી ફાયદો થાય



કિડ્સ હેલ્થના રિપોર્ટ અનુસાર તમારું બાળક દૂધ પીતુ નથી તો તમે ઇંડા ખવડાવો. ઇંડા ખવડાવવાથી બાળકમાં વિટામીન ડીની ઉણપ પૂરી થાય છે. દૂધની જેમ ઇંડા પણ વિટામીન ડીનો સ્ત્રોત સારો હોય છે. ઇંડાના સફેદ ભાગને વ્હાઇટ એગ પણ કહેવામાં આવે છે. આ માટે બાળકોને રોજ એક ઇંડુ ખવડાવો.

ડેરી પ્રોડક્ટ્સ એડ કરો


હાડકાંઓને મજબૂત કરવા માટે તમે ડેરી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી શકો છો. આ માટે ડોક્ટર પણ એક ગ્લાસ દૂધ પીવાની સલાહ આપતા હોય છે. બાળકોને દૂધ તમે રેગ્યુલર પીવડાવો છો તો વિટામીન ડીની ઉણપ પૂરી થાય છે. વિટામીન ડીની સારી માત્રા પનીરમાં પણ હોય છે. બાળકોને તમે સ્નેક્સમાં ચીઝની આઇટમ પણ આપી શકો છો. આ સાથે જ તમે ચીઝના પરાઠા પણ ખાઇ શકો છો.આ પણ વાંચો:આ રીતે ઠંડીમાં પીઠના દુખાવામાંથી રાહત મેળવો

સંતરાનો જ્યૂસ ફાયદાકારક


સામાન્ય રીતે સંતરામાં વિટામીન સીનો સ્ત્રોત સારો હોય છે જે આપણી ઇમ્યુનિટીને મજબૂત કરે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે સંતરામાં વિટામીન ડીનો સ્ત્રોત પણ સારો હોય છે. આ માટે દરરોજ બાળકોને એક સંતરુ ખવડાવો અથવા તો એક સંતરાનો જ્યૂસ પીવડાવો છો તો હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે.


સંતરામાં વિટામીન સીની સાથે-સાથે ફોલેટ અને પોટેશિયમની પ્રચુર માત્રા હોય છે જે બાળકોના વિકાસ માટે અનેક રીતે ફાયદાકારક છે. સંતરા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે.
Published by: Niyati Modi
First published: January 25, 2023, 5:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading