Good News: રાજકોટના 135 ગામ જ્યાં નથી પહોંચી શક્યો Corona, જાણો ગામ લોકો કોરોનાથી બચવા શું કરે છે?


Updated: October 20, 2020, 4:49 PM IST
Good News: રાજકોટના 135 ગામ જ્યાં નથી પહોંચી શક્યો Corona, જાણો ગામ લોકો કોરોનાથી બચવા શું કરે છે?
પ્રતિકાત્મક તસવીર

આજે પણ આ ગામમાં કોરોનાની એક પણ કેસ નોંધાયો નથી. જ્યારથી લોકડાઉન થયું ત્યારથી ગામલોકોએ નિયમોનો ચુસ્ત પાલન કર્યું હતુ.

  • Share this:
રાજકોટ: ગુજરાતનો સૌપ્રથમ કોરોના પોઝિટિવ (Corona Positive) કેસ રાજકોટમાં નોંધાયો હતો. જે બાદ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ (Coronavirus) વધ્યું હતું. જોકે જિલ્લાના અમુક ગામોમાં આજે પણ કોરોના પોતાનો પગપેસારો કરી શક્યો નથી. રાજકોટ(Rajkot)ના 135થી વધુ નાના મોટા ગામોમાં હજી સુધી એક પણ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા નથી. તો શું છે કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં હજુ કોરોના પગપેસારો નથી કરી શક્યો. ન્યુઝ 18 ગુજરાતીએ આવા ગામોની મુલાકાત લીધી હતી અને હકીકત જાણી હતી.

૧૮ માર્ચ 2019 આ દિવસ હતો કે, જ્યારે ગુજરાત રાજ્યમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો હતો અને તે પણ રાજકોટ શહેરમાં. રાજકોટ શહેરમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા જ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ચૂક્યું હતું, તેની સાથે સાથે રાજકોટ જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ અને કલેકટર તંત્ર દ્વારા તમામ સાવચેતીના પગલાં પણ ભરવામાં આવ્યા હતા, જેથી શરૂઆતના સમયમાં રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખૂબ ઓછું ફેલાયું હતું પરંતુ જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ રાજકોટ શહેર અને જિલ્લાના કોરોના સંક્રમણ માં આવવા લાગ્યા.

તેમાં પણ મહત્ત્વની વાત એ હતી કે, રાજકોટ ઉપરાંત જિલ્લાના મોટા મોટા ગામોમાં સૌથી વધુ સંક્રમણ ફેલાવા લાગ્યું હતું, જોકે આવા ખતરનાક સમય વચ્ચે રાજકોટ જિલ્લાના અને ગામડાઓ અડીખમ રહ્યા હતા અને ત્યાં આજે પણ કોરોના પોતાનો પગપેસારો કરી શકતું નથી. તો જોઈએ આવા ગામોની હકીકત.

રાજકોટ શર્મસાર: 'કોઈને કહીશ તો મારી નાખીશ', સગોભાઈએ 16 વર્ષ બહેન સાથે આચર્યું દુષ્કર્મ

રાજકોટ શર્મસાર: 'કોઈને કહીશ તો મારી નાખીશ', સગોભાઈએ 16 વર્ષ બહેન સાથે આચર્યું દુષ્કર્મ

પ્રથમ વાત કરીએ રાજકોટ પાસેના વાજડીગઢ ગામની. અંદાજીત 1000ની વસ્તી ધરાવતા ગામમાં આજ સુધી કોરોનાએ હિંમત નથી દર્શાવી. ગામના સરપંચ, ઉપસરપંચ અને ગામલોકોની જાગૃતિથી આજે પણ આ ગામમાં કોરોનાની એક પણ કેસ નોંધાયો નથી. જ્યારથી લોકડાઉન થયું ત્યારથી ગામલોકોએ નિયમોનો ચુસ્ત પાલન કર્યું હતુ. ગામમાં કોઈ પણ વ્યક્તિ અવર જવર કરતી ન હતી. તેમજ ગામ બહારના ગેટ પણ પણ બંધ કરી દેવાના આવ્યા હતા. આ ઉપરાંત અત્યારે સુધી પણ ગામના આગેવાનો દ્વારા જો કોઈ બાઇકમાં માસ્ક વગર નીકળે તો તેને સમજાવવામાં આવે છે. આવા અનેક નિયમોના ચુસ્ત રીતે અમલીકરણ ને કારણે આજે આ ગામમાં કોરોના પ્રવેશ્યો નથી.મોરબી: બુટલેગરની નવી યુક્તિ, બિસ્કિટના બોક્સમાંથી 8.15 લાખનો દારૂ ઝડપાયો, બેની ધરપકડ

મોરબી: બુટલેગરની નવી યુક્તિ, બિસ્કિટના બોક્સમાંથી 8.15 લાખનો દારૂ ઝડપાયો, બેની ધરપકડ

અમે વાજડીગઢ બાદ કણકોટ ગામ ગયા ત્યાં પણ આજ સુધી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. અહીં પણ લોકડાઉનથી જ ચુસ્ત નિયમોનું પાલન થાય છે. આજે પણ આ ગામડામાં જો કોઈ નાના બાળકથી મોટા વડીલ ઘરની પણ બહાર નીકળે તો તે માસ્ક પહેરીને જ નીકળે છે. બીજી તરફ અહીં રોજ સાંજે મોટાભાગના ઘરોમાં ધુમાડો પણ કરવામાં આવે છે. આ ગામમાં મહિલાઓ ટોળે વળીને બેસતી નથી. આ ગામ અત્યાર સુધી બે વખત સેનેટાઈઝ પણ થયું છે. આવા અનેક કારણોને લીધે આજે પણ આ ગામમાં કોરોના પ્રવેશ્યો નથી.

રાજકોટ જિલ્લાની વાત કરીએ તો, જિલ્લાના 135થી વધુ એવા ગામો છે, જેમાં આજ સુધી કોરોના પ્રવેશ્યો નથી, જેમાં વીંછીયા તાલુકાના 42 જેટલા ગામો છે કે, જ્યાં હજી કોરોના પ્રવેશ્યો નથી. રાજકોટ જિલ્લાના 598 ગામોમાંથી 135થી વધુ ગામોમાં કોરોનાનો એકપણ કેસ પોઝિટિવ નથી. ખાસ કરીને જે ગામો છે તેની વસ્તી ઓછી છે અને ત્યાં બહારથી લોકોની અવરજવર થતી નથી. બીજી બાજુ ઓછી વસ્તીને કારણે સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાઈ રહે છે, સાથે જ લોકોની અને ગ્રામ પંચાયતની જાગૃતિને કારણે આજે આ શક્ય બન્યું છે.
Published by: kiran mehta
First published: October 20, 2020, 4:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading