મોરબી: નવલખી બંદર પર ખેલાયો ખૂની ખેલ, 'છરીના ઘા ઝીંકી ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો'
News18 Gujarati Updated: February 23, 2021, 4:30 PM IST
નવલખી બંદર પર હત્યા
નવલખી બંદર પર મધ્ય રાત્રીએ ખૂની ખેલમાં ત્રણ ઈસમોએ લોડિંગ સાંભળતા દશરથસિંહને છરીના ઘા મારી નિર્મમ હત્યા કરી નાખી
અતુલ જોશી, મોરબી : માળીયા મી.ના નવલખી ગામે કોલસાના ટ્રકને લોડીગ કરવા બાબતે માથાકૂટ થતા ત્રણ ઈસમોએ એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો છે. નવલખી બંદર પર મધ્ય રાત્રીએ ખૂની ખેલમાં ત્રણ ઈસમોએ લોડિંગ સાંભળતા દશરથસિંહને છરીના ઘા મારી નિર્મમ હત્યા કરી નાખી હતી, આ મામલે દશરથભાઈના ભાઈએ હત્યાનો ગુનો નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી.
માળીયા મિ.માં આવેલ નવલખી બંદર હર હમેશ કોઈને કોઈ બાબતે ચર્ચામાં રહેતું હોય છે, જેમાં ગત રાત્રીના નવલખી બંદર પર ટ્રક લોડિંગની જગ્યાએ મોટા દહીંસરાના વતની દશરથસિંહ ભગવતસિંહ જાડેજાની (45) હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મૃતક દશરથસિંહ ના ભાઈ કિરીતસિંહે માળીયા મી.પોલીસમથકે ત્રણ ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો છે.
તેઓએ જણાવ્યું છે કે, ગત રાત્રી તા.22ના રાત્રીના 12 વાગ્યે તેઓને તેની સાથે કામ કરતા દિલીપ રાજગોરનો ફોન આવ્યો હતો અને તેના ભાઈ દશરથસિંહને ત્રણ ઈસમોએ પીઠમાં લત મારી છરીના ઘા ઝીકી દેતા તેઓને સારવારમાં લઈ જાઉં છું, બાદમાં દહીંસરા ગામના જ અનિરુદ્ધ સિંહ વેલુભા જાડેજા અને દિલીપભાઈ ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે લઈને આવતા હતા એ સમયે ખીરસરા ગામ નજીક ગાડી સામે આવી હતી, જેમાં બાદમાં 108 માં સાથે હું(ફરિયાદી - મૃતકના ભાઈ ) પણ બેસી ગયો હતો.
આ પણ વાંચો - સુરતમાં મતદાન પૂર્વે ફાઈટર ગેંગે ખેલ્યો ખુની ખેલ! યુવકને જાહેરમાં પતાવીં દીધો, પોલીસ પુત્રની સંડોવણીની ચર્ચા
તેમણે પોલીસને જણાવ્યું કે, આ સમયે 108માં બેસેલા અનિરુદ્ધસિંહ વેલુભાએ મને જણાવ્યું હતું કે, દશરથસિંહને મોટા દહીંસરાના સૂર્યદીપ રણજીતસિંહ જાડેજા, મયુર રણજીતસિંહ જાડેજા, મયુર વેલુભા જાડેજા સાથે તેઓના ટ્રક નવલખી પોર્ટ પર ચાલતા હોય મૃતક દશરથસિંહ જાડેજા પોતાની કંપનીના ટ્રક પહેલા લોડીંગ કરાવતા હોય જેમાં ફોન પર લોડીંગ બાબતે ગાળા ગાળી થઈ માથાકૂટ થઈ હતી, જેમાં બાદમાં આ ત્રણેય ઈસમો ત્યાં આવી અને દશરથસિંહ જાડેજાને પીઠમાં લત મારી છરીના ચાર ઘા મારી દેતા દશરથસિંહ ઢળી પડ્યા છે.
આ પણ વાંચો -
અનોખી કહાની : '15 વર્ષ પહેલા મગર એક હાથ ખાઈ ગયો', આજે તેમના એક અવાજથી પાણીમાંથી મગર બહાર આવે છે આ મામલે અનિરુદ્ધ સિંહના જણાવ્યાં અનુસાર, તેઓનો ભાઈ તેને આ વાત જણાવી ક્રેટા કાર લઈ ગયો છે, બાદમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાતા ત્યાં હાજર ડોકટર દ્વારા મૃત જાહેર કર્યા હતા, જેથી બનાવ હત્યામાં પરિણમ્યો છે. જેમાં હાલ માળીયામી પોલીસે મૃતકના ભાઈ કિરીટસિંહ જાડેજાની ફરિયાદ પરથી સૂર્યદીપ રણજીતસિંહ જાડેજા, મયુર રણજીતસિંહ જાડેજા, મયુર વેલુભા જાડેજા રહે. તમામ મોટા દહીંસરા તા. માળિયા મી.વાળા વિરુદ્ધ હત્યાની કલમ 302, 324, 504, 114ને જીપીએકટ કલમ 135 હેઠળ ગુનો નોધી આરોપીઓના સગડ મેળવવા કવાયત હાથ ધરાઈ છે.
Published by:
kiran mehta
First published:
February 23, 2021, 4:30 PM IST