વડોદરા : કુખ્યાત 'બિચ્છુ ગેંગ' સામે પોલીસે GujCTOCનું હથિયાર ઉગામ્યું, અસલમ બોડિયો ભૂગર્ભમાં

News18 Gujarati
Updated: January 20, 2021, 8:38 PM IST
વડોદરા : કુખ્યાત 'બિચ્છુ ગેંગ' સામે પોલીસે GujCTOCનું હથિયાર ઉગામ્યું, અસલમ બોડિયો ભૂગર્ભમાં
વડોદરાની બિચ્છુ ગેંગના ઝડપાયેલા આરોપીઓની તસવીર

માથાભારે અસલમ બોડિયા સામે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ નોંધાયેલા છે.

  • Share this:
અંકિત ઘોનસીક, વડોદરા : ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ અમલમાં લવાયેલા GujCTOC (Gujarat Control of Terrorism and Organised Crime Act) ના કાયદા હેઠળ વડોદરામાં પ્રથમ ગુનો નોંધાયો છે. શહેરની માથાભારે બિચ્છુ ગેંગ સામે ક્રાઇમ બ્રાન્ચે GujCTOC હેઠળ ગુનો નોંધી 12 લોકોની ધરપકડ કરી છે. જ્યારે ગેંગનો મુખ્યસૂત્રધાર અસલમ બોડિયા ભૂર્ગભમાં ઉતરી ગયો હોવાનુ જાણવા મળી રહ્યું છે.  માથાભારે ગુનેગારોને સબક શિખવાડવા અને ગુનાખોરી ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા GujCTOC નો કાયદો અમલમાં લવાયો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં માથાભારે શખ્સો સામે GujCTOC હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યાં છે. પરંતુ વડોદરામાં આ કાયદા હેઠળ અત્યાર સુધી એક પણ ગુનો નોંધાયો ન હતો.

દરમિયાન ટુંક સમય પહેલા જ ફતેગંજ પોલીસ સ્ટેશનની હદમાં વહેલી સવારે મોપેડ પર આવેલા ત્રણ શખ્સોએ ચપ્પુની અણી બે લોકોને લૂંટી લીધી હોવાનો ગુનો પોલીસ ચોપડે નોંધાયો હતો. પોલીસ લુંટારૂઓની શોધખોળ હાથ ધરી હતી. જેમાં બિચ્છુ ગેંગના માથાભારે અતિક સબદરહુસેન મલેક, મહમદસીદીક અબ્દુલસત્તાર મન્સુરી અને ફૈઝલ હુસેન શેખની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :  30 કરોડની અપ્રમાણસર મિલકતનો માલિક નિવૃત નાયબ મામલતદાર! ACBના ઇતિહાસનો સૌથી મોટો કેસ

જ્યારે શાહનવાઝ ઉર્ફે ચાઇનીઝ બાબા જુલ્ફીકારઅલી સૈયદની શોધખોળ કરવામાં આવી રહીં છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં અસલમ બોડિયાની બિચ્છુ ગેંગ સામે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં મારા-મારી, રાયોટીંગ, ખંડણી, લુંટ, મકાન-જમીન ખાલી કરાવવા જેવા અસંખ્ય ગુનાઓ નોંધાયા છે.

ત્યારે બિચ્છુ ગેંગે ફરી માથુ ઉંચકતા પોલીસ એક્શનમાં આવી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સરકાર દ્વારા ગુનાખોરી ડામવા માટે નવા અમલમાં મુકાયેલા GujCTOC હેઠળ બિચ્છુ ગેંગ સામે ગુનો નોંધ્યો હતો. અને 12 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હાલ બિચ્છુ ગેંગનો મુખ્યસુત્રધાર અસલમ બોડિયો ભુગર્ભમાં ઉતરી ગયો છે.આ પણ વાંચો :  સુરત : મોર્નિંગ વોક પર નીકળેલી પત્નીની પતિએ જ કરાવી હત્યા, પોલીસે ફિલ્મી કહાણીનો ભાંડો ફોડ્યો

એક આરોપીએ પ્રેસ કૉન્ફન્સમાં માથાકૂટ કરી કહ્યું 15 મિનિટ જવાબ લેવા બોલાવ્યો ગુજસીટોકનો કેસ કરી નાખ્યો

પોલીસ પર ગંભીર આરોપો કરનાર આરોપી


આ મામલે એક આરોપીએ પ્રેસ કૉન્ફરન્સમાં માથાકૂટ કરી કરી હતી. તેણે આક્ષેપ કર્યો હતો કે પોલીસે મને 15 મિનિટ માટે જવાબ લેવા બોલાવ્યો અને ગુજસીટોકના કેસમાં ફીટ કરી દીધો છે. હું તો છેલ્લા 15 વર્ષથી જોબ કરું છું, તેણે બૂમો પાડતા પાડતા કહ્યું હતું કે 'એક કામ કરો હવે અમને ગોળી મારી દો, જીવવા ન દો અમને'
Published by: Jay Mishra
First published: January 20, 2021, 8:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading