VADODARA: રમતાં રમતાં ખાડામાં પડી ગયો 2 વર્ષનો માસૂમ, ભારે જહેમત બાદ આબાદ બચાવ, તંત્ર સામે રોષ

News18 Gujarati
Updated: December 31, 2022, 2:04 PM IST
VADODARA: રમતાં રમતાં ખાડામાં પડી ગયો 2 વર્ષનો માસૂમ, ભારે જહેમત બાદ આબાદ બચાવ, તંત્ર સામે રોષ
વડોદરામાં 2 વર્ષના અરુણનો બચાવ

વડોદરામાં  સરસિયા તળાવ મંદિર નજીક બનેલી એક દુર્ઘટનામાં માત્ર બે વર્ષનો  2 વર્ષનો બાળક ખાડામાં પડી ગયો હતો. ભારે જહેમત બાદ તેને બચાવી લેવામાં આવ્યો હતો. જો કે આ ખાડાઓને પગલે સ્થાનિકોનો તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

  • Share this:
ગુજરાતમાં હવે ખાડાઓ એટલા સામાન્ય થઈ ગયા છે કે  જ્યાં સુધી કોઈ એમાં પડે નહીં કે જીવ ન ગુમાવે ત્યાં સુધી તંત્રના પેટનું પાણી હલતું નથી. એક હચમચાવી મૂકે એવી ઘટના વડોદરામાં બની છે જેના કારણે ફરીથી આ ખાડાઓને લઈને ચર્ચા જાગી છે.

માત્ર બે વર્ષનો બાળક ખાડામાં પડ્યો 

વડોદરામાં બનેલી એક દુર્ઘટનામાં માત્ર બે વર્ષનો  2 વર્ષનો બાળક ખાડામાં પડી ગયો હતો. આ ઘટના સરસિયા તળાવ મંદિર નજીક બની હતી. ખાડાઓ અંગે બાળકોનું ધ્યાન ન રહે એ સ્વાભાવિક છે. પણ આવો ઊંડો ખાડો કોણે ખુલ્લો મૂકી દીધો એ હવે મહત્વનો સવાલ છે. કારણ કે એક બે વર્ષનો બાળક જેનું નામ અરુણ છે તે આ ખાડામાં પડ્યો હતો અને ત્યાર બાદ તેને બહાર કાઢવા માટે સ્થાનિકો સહિત તંત્ર ધંધે લાગી ગયું હતું.




ફાયર બ્રિગેડે કરી રેસ્ક્યૂની મહેનત

વડોદરાના સરસિયા તળાવ મંદિર નજીક બનેલી આ ઘટનામાં 2 વર્ષનો બાળક અરુણ રમતા રમતા  ખાડામાં પડી ગયો હતો. ત્યાર બાદ તંત્રને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ વિભાગ દોડી આવ્યો હતો અને કામગીરી શરૂ કરી દીધી હતી.



માં બાપ મજૂરી કામ કરે છે...

વડોદરાના સરસિયા તળાવ મહાદેવ મંદિર પાસે ખાડામાં 2વર્ષ નો અરુણ પડ્યો હતો. જાણકારી મળી છે કે તેના માં બાપ મજૂરી કામ કરે છે.  અને દીકરા સાથે બનેલ આ ઘટનાના કારણે તેઓ દુઃખ સાથે રોષની લાગણી અનુભવી રહ્યા છે.

આ પણ વાંચો: વાડ જ ચીભડા ગળે, અધિકારીઓ જ દારૂ ઢીંચે! મહીસાગરનાં નાયબ મામલતદારનો VIDEO વાયરલ, જુઓ શું બોલ્યા

ખાડામાંથી બહાર કઢાયું બાળક

ખાડામાં પડેલા બાળકને બચાવવા કામગીરી ચાલુ કરી હતી અને ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ બાળકને ખાડામાંથી તો બહાર કાઢી લીધો હતો. પણ ત્યાર પછી બાળકની તબિયત અંગે કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી. બાળકને ખાડામાંથી કાઢવામાં આવ્યા બાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાળકની હાલત કેવી છે તે તો હોસ્પિટલ વિભાગ જ કહી શકશે. પણ આ ઘટના બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે આ પ્ર્કારના ખાડાઓ ખોદી નાખવામાં આવે છે પણ તેને આ હદે જોખમી રીતે ખુલ્લા કેમ છોડી દેવામાં આવે છે, શું કોઈ જીવ ગુમાવે ત્યારે જ તેની ગંભીરતા સમજાશે?
Published by: Mayur Solanki
First published: December 31, 2022, 1:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading