મહેસાણામાં હિટ એન્ડ રનમાં એકનું મોત; જેતપુરમાં ગાડી કેનાલમાં ખાબકી
News18 Gujarati Updated: February 6, 2023, 1:28 PM IST
જેતપુરમાં ગાડી કેનાલમાં ખાબકી
મહેસાણામાં હિટ એન્ડ રનમાં એકનું મોત. જેતપુરમાં ગાડી કેનાલમાં ખાબકી. રાજકોટના ભાદરના જૂના પુલ પર અકસ્માત સર્જાતા દૂધની રેલમછેલ
મહેસાણા: મહેસાણામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અજાણ્યા વાહનચાલકની ટક્કરે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. દેવીનાપુરાથી મીઠા જતાં રસ્તા પર અજાણ્યા વાહનચાલકે આધેડને અડફેટે લીધા હતા. અડફેટે લેતા આધેડનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અડફેટે લઇ અજાણ્યો વાહનચાલક ફરાર થઇ ગયો હતો. અજાણ્યા વાહનચાલક સામે સાંથલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બોલેરો ગાડી ભાદર કેનાલમાં ખાબકી
જેતપુરનાં પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે પાસે એક બોલેરો ગાડી ભાદર કેનાલમાં ખાબકી હતી. જેતપુર બાયપાસ બળદેવની ધાર પાસે પીકઅપ બોલેરો ધસમસતી ભાદરમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે અકસ્માતમાં બોલેરો ચાલકનો ચમત્કારિક બચાવ થયો છે. કેનાલમાં ખાબકેલી બોલેરો ગાડીને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. અકસ્માતના કારણે લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
આ પણ વાંચો: 'ઉના વાલે બીચ પે' સિંહ પરિવારે કર્યું chill
પુલ પર દૂધની રેલમછેલ
રાજકોટના ભાદરના જૂના પુલ પર અકસ્માત સર્જાયો હતો. માલ સામાનની હેરાફેરી કરવા માટેના વાહનને અકસ્માત નડ્યો હતો. માહી દૂધના ટેમ્પાને અકસ્માત નડ્યો હતો. અકસ્માતને પગલે રસ્તા પર દૂધની રેલમછેલ જોવા મળી હતી. અકસ્માતને પગલે પુલ પર ટ્રાફિકજામ થયો હતો.
Published by:
Azhar Patangwala
First published:
February 6, 2023, 1:28 PM IST