દાહોદ: સાઉથની ફિલ્મ 'RX100' જોઇને પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા, લાશને જંગલમાં સળગાવી દીધી

News18 Gujarati
Updated: December 2, 2021, 9:56 AM IST
દાહોદ: સાઉથની ફિલ્મ 'RX100' જોઇને પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા, લાશને જંગલમાં સળગાવી દીધી
પ્રતીકાત્મક તસવીર

Crime news: આ સાથે પ્રેમીએ કહ્યુ હતુ કે, મૃતકને એક્ટિવા પર જ જેકેટ પહેરાવી અને સંજેલી તાલુકાના ભાણપુર જંગલમાં નાખી અને મૃતદેહને આગ ચાંપી દીધી હતી.

  • Share this:
દાહોદ: એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દાહોદમાં (Dahod) ધોરણ 10 નાપાસ પ્રેમીએ સાઉથની ફિલ્મ ‘RX100’ જોઇને પ્રેમિકાને મોતને (lover kills girlfriend) ઘાટ ઉતારી દીધી છે. ભાણપુર વડલાવાળા જંગલમાંથી હત્યા (murder after watching movie) કરીને સળગાવેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો. જોકે, આ કેસમાં ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જે બાદ આરોપીને સંજેલી કોર્ટમાં રજૂ કરતા 5 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવતા અનેક ખુલાસાઓ પણ થયા છે. સંજેલી તાલુકાના ભાણપુર વડલાવાળા જંગલમાં અજાણી યુવતીનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જે બાદ મૃતક કૃતિકા બરંડાના પિતાએ સંજેલી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પ્રેમ પ્રકરણમાં હત્યા થઇ હોવાનું બહાર આવ્યું હતુ.

મૃતકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

સંજેલી તાલુકાના ભાણપુર વડલાવાળા જંગલમાં અજાણી યુવતીની બળેલી હોવાથી લાશ પડી હોવાની જાણ થતાં જ પોલીસ એક્શનમાં આવી ગઇ હતી. પોલીસ તપાસમા આરોપી પાસેથી હત્યામાં વપરાયેલું ચપ્પુ, બાઈક, જેકેટ, કપડાં, ચપ્પલ સહિતની વસ્તુઓ મળી આવી હતી. હવે આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં જેલમાં ધકેલી દેવામાં આવ્યો. સંજેલી પીએસઆઈ જી બી રાઠવા અને DySP સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહનો કબ્જો મેળવી તપાસ હાથ ધરી હતી. જે બાદ મૃતક કૃતિકા બરંડાના પિતાએ સંજેલી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પ્રેમ પ્રકરણ હોવાનું બહાર આવ્યું હતું.

હત્યારા પ્રેમીએ સાઉથની ફિલ્મ જોઇને બે સગીરની મદદ લીધી

મળતી માહિતી પ્રમાણે, મૃતક કૃતિકા બરંડા પ્રેમી મેહુલ પરમાર સાથે બ્રેકઅપ કરવા માગતી હતી. પરંતુ પ્રેમી એવું ઇચ્છતો ન હતો. જેથી પ્રેમી મેહુલે સાઉથની RX100 ફિલ્મ જોઈ અને બે સગીરની મદદ લઇને પ્રેમિકાની હત્યા કરવાનું વિચારી લીધું હતુ. પ્રેમીએ પ્રેમિકાની દાહોદ સાત બંગલા પાસે હત્યા કરી નાંખી હોવાનું પ્રેમીએ કબૂલ્યું હતુ. આ સાથે પ્રેમીએ કહ્યુ હતુ કે, મૃતકને એક્ટિવા પર જ જેકેટ પહેરાવી અને સંજેલી તાલુકાના ભાણપુર જંગલમાં નાખી અને મૃતદેહને આગ ચાંપી દીધી હતી.

આ પણ વાંચો - ગાંધીનગર કોર્ટે માત્ર 14 દિવસમાં આપી સજા: 3 વર્ષની બાળકીની હત્યા-રેપ કેસમાં આરોપીને અંતિમ શ્વાસ સુધી જેલહત્યામાં વપરાયેલો સામાન મળ્યો

મળતી માહિતી પ્રમાણે, 25 મીના રોજ હત્યામાં વપરાયેલ ચપ્પુ સાત બંગલા તળાવમાંથી મળી આવ્યું હતુ. જે બાદ હત્યા પ્રકરણમાં વપરાયેલા વધુ પુરાવા એકઠા કરવા માટે સંજેલી પીએસઆઈ જી. બી. રાઠવા, પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ ગોહિલ, ભરત પટેલની ટીમે આરોપીને સાથે રાખી તપાસ હાથ ધરી હતી. જેમાં 27 મીના રોજ પાવડી કાંકણ જુસ્સા ડેમમાંથી તરવૈયાઓની મદદથી લાલ અને પીળા કલરનું લોહીના ડાઘવાળા બે જેકેટ પણ મળી આવ્યા હતાં.

આ પણ વાંચો- બોપલ ડ્રગ્સ મામલે ચોંકાવનારો ખુલાસો: અમદાવાદની જાણીતી હોટલમાં થતી હતી ડ્રગ્સ પાર્ટી

આ સાથે હજારી ફાર્મ દાહોદ ખાતેથી હત્યા દરમિયાન આરોપીએ પહેરેલાં કપડાં અને ચપ્પલો પણ ફેંકી દીધેલા કબ્જે કર્યાં હતાં. જ્યારે તેનો મોબાઇલ હજી મળ્યો ન હતો. હાલ, આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
Published by: Kaushal Pancholi
First published: December 2, 2021, 9:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading