ગુજરાતનુ આગામી બજેટ હવે આપ આંગળીના ટેરવે નિહાળી શકશો, જાણો કેવી રીતે

News18 Gujarati
Updated: February 26, 2021, 11:08 PM IST
ગુજરાતનુ આગામી બજેટ હવે આપ આંગળીના ટેરવે નિહાળી શકશો, જાણો કેવી રીતે
ગુજરાત રાજ્યનું આગામી વર્ષ 2021-22 માટેનું અંદાજપત્ર આગામી 3 માર્ચ-2021ના રોજ ગુજરાત વિધાનસભા ખાતે રજૂ કરવામાં આવશે

ગુજરાત રાજ્યનું આગામી વર્ષ 2021-22 માટેનું અંદાજપત્ર આગામી 3 માર્ચ-2021ના રોજ ગુજરાત વિધાનસભા ખાતે રજૂ કરવામાં આવશે

  • Share this:
ગાંધીનગર : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે બજેટ મોબાઇલ એપ્લિકેશનનું ઓફિશયિલ લોન્ચિંગ કર્યું હતું .આ પ્રસંગે તેમણે
જણાવ્યું હતું કે રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ લાભો સામાન્ય નાગરિકને આંગળીના ટેરવે મળી રહે તે માટે રાજ્ય સરકારે ટેકનોલોજીના માધ્યમ દ્વારા અનેકવિધ નવતર આયામ હાથ ધર્યાં છે, ડિજિટલ ગુજરાતના નિર્માણના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકારનું અંદાજપત્ર પણ આમ નાગરિકો માટે ઉપલબ્ધ થઈ શકે તે માટે ‘ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન’ તૈયાર કરી છે.

રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા તૈયાર કરાયેલ રાજયના અંદાજપત્ર અંગેની માહિતી આપતી ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ કરાવતા નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યનું આગામી વર્ષ 2021-22 માટેનું અંદાજપત્ર આગામી 3 માર્ચ-2021ના રોજ ગુજરાત વિધાનસભા ખાતે રજૂ કરવામાં આવનાર છે. આ મોબાઈલ એપ્લિકેશન દ્વારા વિધાનસભા ગૃહના સભ્યો તેમજ જન સામાન્યને બજેટ સંબંધિત દસ્તાવેજો ઝડપથી અને સરળ રીતે ઉપલબ્ધ કરાવી શકાશે. આ એપ્લિકેશનમાં ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષામાં આગામી નાણાકીય વર્ષ 2021-22ના અને પાછલા વર્ષોનાં, તમામ બજેટ સંબધિત દસ્તાવેજો ઉપલબ્ધ થશે.

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે લોકશાહીમાં નાગરિકોને પારદર્શિતાથી સત્વરે અંદાજપત્રની વિગતો આંગળીના ટેરવે ટેકનોલોજીના માધ્યમ દ્વારા પહોંચાડવા માટેની આ એપ્લિકેશન અત્યાર સુધીના ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમવાર રજુ થશે. આ અંદાજપત્ર નાગરિકો સુધી ઝડપથી પહોંચાડવા માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીઅને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો - રાજ્યમાં ફરી વધી રહ્યા છે કોરોના વાયરસના કેસ, અમદાવાદમાં ફરી ચિંતાનો માહોલ

હાલમાં આ મોબાઇલ એપ્લિકેશન, એન્ડ્રોઈડ વપરાશકર્તાઓ માટે ગૂગલ પ્લે સ્ટોર પર“ગુજરાત બજેટ” નામથી ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં આ એપ્લિકેશન એપલ પ્લે સ્ટોર દ્વારા આઈ.ઓ.એસ. વપરાશકર્તાઓને પણ પ્રાપ્ત થશે. એટલે કે એપલ આઇફોન ધરાવતા લોકોને પણ ઉપલબ્ધ થશે. રાજ્યના નાગરિકો, વિવિધ સરકારી, અર્ધસરકારી અને ખાનગી કચેરીઓ, વિવિધ સંસ્થાઓ, સરકારના વિવિધ વિભાગો આ મોબાઈલ એપની મદદથી સરકાર વતી બજેટમાં મૂકવામાં આવેલ લોકહિતની યોજનાઓની માહિતી હવે ગમે તેસ્થળેથી આંગળીના ટેરવે મેળવી શકશે. જેના પરિણામે રાજ્ય સરકારની યોજનાઓ છેવાડાના નાગરિકો સુધી સરળતાથી અને પારદર્શી રીતે પહોંચાડવામાં તથા યોજનાના ઉદ્દેશ મુજબના લાભોનું વિતરણ કરવામાં સરળતા થશે.

આ મોબાઇલ એપ્લિકેશનમાં મુખ્યત્વે પાંચ વિભાગો છે

- અંદાજપત્ર પ્રકાશનના વિભાગમાં વાર્ષિક નાણાકીય પત્રક, આવકનું અંદાજપત્ર તેમજ 27 વિભાગોના વિગતવાર પ્રકાશનો ઉપલબ્ધ થશે.

- અંદાજપત્રની મહત્વની બાબતો વિભાગમાં અંદાજપત્રની મહત્વની બાબતો જેવી કે બજેટ ઇન બ્રીફ, બજેટ હાઈલાઈટ્સને ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષામાં મૂકવામાં આવશે.

- અંદાજપત્ર પ્રવચન પુસ્તિકામાં નાણામંત્રીના અંદાજપત્ર પ્રવચનનાં ભાગ-ક અને ભાગ-ખ એમ બંને ભાગ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

- અંદાજપત્રની રસપ્રદ વાતોમાં અંદાજપત્ર અંગેની વિવિધ રસપ્રદ માહિતી ઉપલબ્ધ થશે.

- અંદાજપત્રનાં સમાચારોમાં અંદાજપત્ર અંગેના સમાચારો સંક્ષિપ્તમાં આપવામાં આવશે.
Published by: Ashish Goyal
First published: February 26, 2021, 11:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading