અમદાવાદઃ 12 ભણેલા યુવકે US-કેનેડાના વિઝાના નામે લોકોને ડબ્બામાં ઉતારીને છેતર્યા, પકડાયો તો મોટા ભેદ ખુલ્યા
Updated: February 2, 2023, 4:18 PM IST
વિઝાના નામે લોકો સાથે છેતરપિંડી કરનારા બે પકડાયા
US-Canada Visa Cheating: વિઝા માટે રૂપિયા બેંકમાં બતાવવા પડશે તેમ કહી મોબાઇલ હેક કરીને ધોરણ-12 ભણેલો યુવક તેના સાથી સાથે મળીને લોકોને જબરજસ્ત છેતરતો હતો. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓનો પીછો કર્યો તો તેમનું પગેરું સુરતમાં મળ્યું હતું. બન્ને આરોપીઓ ઝડપાયા બાદ વધુ કેટલાક રહસ્યો ખુલ્યા છે.
અમદાવાદઃ અલગ અલગ ન્યુઝ પેપરમાં અમેરિકા. કેનેડા જેવા દેશોના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને છેતરપિંડી કરતી ટોળકીનો સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમે સુરત થી બે આરોપીની ધરપકડ કરી 15 ગુના નો ભેદ ઉકેલ્યો છે. તો બીજી તરફ આરોપી વિરુદ્ધ વધુ ગુના નોંધાશે.અમદાવાદ સાઇબર ક્રાઇમની કસ્ટડીમાં રહેલા આ બે આરોપીના નામ ભાવેશ સરવૈયા અને ઉમેશ ચૌહાણ છે.
ભાવેશ અને ઉમેશ બંને આરોપી મૂળ સુરતના રહેવાસી છે, જેમણે સાથે મળીને છેતરપિંડીનો નવો માર્ગ શોધી કાઢ્યો હતો, તેઓ છેલ્લા 4 વર્ષથી લોકો સાથે લાખ્ખો રૂપિયાની છેતરપિંડી કરી છે. જોકે, હવે તેઓ પોલીસના હાથમાં આવ્યા છે. બન્ને અમેરિકા અને કેનેડા જવા ઈચ્છતા લોકોને વર્ક પરમિટ આપવાના બહાને તેમની પાસેથી છેતરપિંડી કરતા હતા. જેમા ભોગ બનનારના બેંક અકાઉન્ટમાં રૂપિયા ની ખોટી એન્ટ્રી બતાવવા માટે બીજા ભોગ બનનારના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા.
છેલ્લા 4 વર્ષથી પોલીસને થાપ આપી અંદાજીત 31 લાખથી વધુની 14 લોકો સાથે છેતરપિંડી કરી છે. પોલીસે જ્યારે આરોપીની ધરપકડ કરી ત્યારે હકિકત સામે આવી કે ઉમેશ ચૌહાણ ધોરણ 12 ભણેલો છે. અને અગાઉ બેંકમાં એકાઉન્ટ ખોલાવવાની સામાન્ય નોકરી કરતો હતો. જ્યાંથી તે પોતાનુ બેંક એકાઉન્ટ કે સિમકાર્ડ વાપર્યા વિના છેતરપિંડી કરતા શીખ્યો હતો. જે બાદ આરોપીએ વિઝા માટે જરૂરી બેંક બેલેન્સ બતાવવા માટે અરજદારોના નામે બેંક અકાઉન્ટ ખોલાવી તેમના નામના સિમકાર્ડ પણ મેળવી લેતો હતો.
જે પછી ફોન હેક કરી ફરિયાદીના તમામ રૂપિયા અલગ અલગ ચાર્જ પેટે પડાવી છેતરપિંડી આચરતો હોવાનુ તપાસમાં સામે આવ્યુ છે. સાથે જ પોલીસે 14 ગુનામા ભોગ બનનારની હકિકત તપાસી ત્યારે સામે આવ્યુ કે તમામ ગુનામાં અન્ય ભોગ બનનાર ના બેંક અકાઉન્ટ અને સિમકાર્ડ નો ઉપયોગ થયો છે. જેથી આરોપી નાસતો ફરતો રહ્યો હતો.
સાયબર ક્રાઈમે સીઆઈડી ક્રાઈમની સાથે મળી 14 ગુનાની હકિકત અંગે તપાસ કરતા સુરતનો એક વિસ્તાર લોકેટ થયો. જ્યાં બન્ને આરોપીની સતત હિલચાલ રહેતી હતી. સાથે જ સિમકાર્ડના લોકેશનના આધારે તપાસ કરી પોલીસે આરોપીને તેના અવાજ અને વાત કરવાની રીતથી ઝડપી પાડ્યો હતો.
સાયબર ક્રાઇમે બન્ને આરોપીની ધરપકડ બાદ ગુનાની મોડસઓપરેન્ડી સમજવા માટે પૂછપરછ શરૂ કરી ત્યારે હકિકત સામે આવી કે આરોપી ન્યૂઝ પેપરમાં જાહેરાત આપવા માટે પણ મુંબઈના એક યુવકનો ઓનલાઈન સંપર્ક કર્યો હતો. જે યુવકને ક્યારેય આરોપીને મળ્યા નથી. પરંતુ તેને રૂપિયા અલગ અલગ ભોગ બનનારના ખાતામાં રૂપિયા પહોચી જતા હતા. સાયબર ક્રાઇમે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
Published by:
Tejas Jingar
First published:
February 2, 2023, 4:18 PM IST