Mars Landing: નાસાના પર્સવિરન્સ રોવરે મંગળનો પહેલો વિડીયો મોકલ્યો, જોઇ લો તમે
News18 Gujarati Updated: February 23, 2021, 11:11 AM IST
PHOTO: Twitter NASA
મંગળ તરફ જોતાં એવું લાગે છે કે જાણે કોઈ રણ છે. જેમ-જેમ રોવર મંગળની સપાટીની નજીક આવે છે, તેના જેટથી નીકળતા પવનને કારણે જમીનની સપાટી પરથી ધૂળ ઉડવાની ચાલુ થાય છે. આ વિડીયો તે સમયનો છે, જ્યારે રોવર સપાટીથી માત્ર 20 મીટર દૂર છે.
નવી દિલ્હી: યુએસ સ્પેસ એજન્સી 'નાસા'એ મંગળના લેટેસ્ટ ફૂટેજનો એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયો મંગળથી નાસાના પર્સવિરન્સ રોવર દ્વારા મોકલવામાં આવ્યો છે. પેરાશૂટની મદદથી રોવરે મંગળની લાલ ધરતી પર ઉતરવાની એક ક્ષણ કેદ કરી લીધી છે. ચાર દિવસ પહેલાં એટલે કે, 19 ફેબ્રુઆરીએ ધ પર્સેપ્ડ રોવર પૃથ્વી પરથી ટેકઓફ થયાના સાત મહિના પછી મંગળ પર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું.
રેકોર્ડ 25 કેમેરા સર્વેલન્સવાળા રોવરે મંગળની ધરતીને વિવિધ એંગલ્સથી કવર કરી છે. મંગળના સપાટીનો આવો વિડીયો પહેલીવાર સામે આવ્યો છે. વિડીયો મુજબ મંગળની સપાટી કઠોર છે. સપાટી પર સમયાંતરે મોટા ખાડાઓ પણ જોવા મળે છે.
મંગળ તરફ જોતાં એવું લાગે છે કે જાણે કોઈ રણ છે. જેમ-જેમ રોવર મંગળની સપાટીની નજીક આવે છે, તેના જેટથી નીકળતા પવનને કારણે જમીનની સપાટી પરથી ધૂળ ઉડવાની ચાલુ થાય છે. આ વિડીયો તે સમયનો છે, જ્યારે રોવર સપાટીથી માત્ર 20 મીટર દૂર છે. સપાટી નજીક આવતાની સાથે જ રોવરના આઠ પૈડાં ખુલે છે અને થોડીવારમાં રોવર મંગળની સપાટી પર ઉતરી જાય છે.
મંગળ પર પાણીની શોધ કરશે પર્સવિરન્સ-પર્સવિરન્સ કાર્બન ડાયોક્સાઇડ દ્વારા મંગળ પર ઓક્સિજન બનાવવાનું કામ કરશે અને મંગળ પર પાણીની શોધ કરશે. ઉપરાંત, મંગળ જમીનની નીચે જીવનના સંકેતોનો અભ્યાસ કરશે. સાથે જ મંગળના હવામાન અને વાતાવરણનો પણ અભ્યાસ કરશે.
Published by:
Margi Pandya
First published:
February 23, 2021, 11:10 AM IST