વૈજ્ઞાનિકોએ શોધ્યો એવો તપતો ગ્રહ, જ્યાં ફક્ત 16 કલાકનું હોય છે એક વર્ષ

News18 Gujarati
Updated: December 3, 2021, 12:33 AM IST
વૈજ્ઞાનિકોએ શોધ્યો એવો તપતો ગ્રહ, જ્યાં ફક્ત 16 કલાકનું હોય છે એક વર્ષ
આ ગ્રહ પણ એટલો રસપ્રદ છે કારણ કે તે 16 કલાકમાં તેની તારાની ભ્રમણકક્ષા પૂર્ણ કરે છે. આનો સીધો અર્થ એ છે કે અહીં આખું વર્ષ પૃથ્વી પરના સામાન્ય દિવસ કરતા ઓછું છે (પ્રતિકાત્મક તસવીર)

New Planet Discovered by Scientists: અવકાશમાં કેટલાય રહસ્યો છુપાયેલા છે (Space Exploration). વૈજ્ઞાનિકો (New Research on Space)આ રહસ્યો પરથી પડદો હટાવવા માટે દરરોજ કંઈક નવું શોધે છે. ખગોળશાસ્ત્રીઓએ તાજેતરમાં એક વિચિત્ર ગ્રહ શોધી કાઢ્યો

  • Share this:
આપણી પૃથ્વી પર એક વર્ષ બદલતા 365 દિવસ લાગે છે અને 24 કલાકનો એક દિવસ હોય છે. એક એવી જગ્યાની કલ્પના કરો જ્યાં આખું વર્ષ 16 કલાકમાં બદલાય (Planet has a Year of 16 hours) જાય છે, તો કેવું લાગશે? જોકે, વૈજ્ઞાનિકોએ અવકાશમાં એક ગ્રહ (New Planet Discovered by Scientists) શોધી કાઢ્યો છે જે તેની તારાની ભ્રમણકક્ષાને માત્ર 16 કલાકમાં પૂર્ણ કરે છે અને અહીં વર્ષ બદલાય છે.

NASAના ટ્રાન્ઝિટિંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઇટ (TESS) અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (Massachusetts Institute of Technology)એ મળીને ગુરુ (Jupitor like Hot Planet) જેવો ખૂબ જ ગરમ ગ્રહ શોધી કાઢ્યો છે, જ્યાં 16 કલાકમાં એક વર્ષ બદલાય છે. આ અલ્ટ્રાહોટ ગ્રહ ઘણા વાયુઓનો સંગ્રહ કરે છે.

16 કલાકમાં બદલાય જાય છે વર્ષ

23 નવેમ્બર, 2021માં પ્રકાશિત અભ્યાસ મુજબ આ ગ્રહનું નામ ટીઓઆઈ-2109બી (TOI-2109b) રાખવામાં આવ્યું છે. આ ગ્રહને નાસાના TESS ઉપગ્રહ દ્વારા મે 2020થી લોન્ચ કરવામાં આવ્યો હતો. તે પૃથ્વીથી લગભગ 855 પ્રકાશ વર્ષ દૂર છે.

આ પણ વાંચો: Viral: એરપોર્ટ પહોંચતા જ માતાનો પુત્ર પ્રત્યેનો પ્રેમ વરસ્યો, ચંપલથી કરી પીટાઈ

આ ગ્રહ પણ એટલો રસપ્રદ છે કારણ કે તે 16 કલાકમાં તેની તારાની ભ્રમણકક્ષા પૂર્ણ કરે છે. આનો સીધો અર્થ એ છે કે અહીં આખું વર્ષ પૃથ્વી પરના સામાન્ય દિવસ કરતા ઓછું છે. અભ્યાસના મુખ્ય લેખક ઇયાન વોંગ કહે છે કે આ ગ્રહ એક કે બે વર્ષમાં તેના તારાની નજીક જશે, જે આપણે જોઈ શકીશું.આ પણ વાંચો: વિશ્વના સૌથી ખતરનાક પક્ષી સાથે થયો શખ્સનો સામનો, લાત મારીને કરી દે છે હાલત ખરાબ

3300 ડિગ્રી સેલ્સિયસ છે તાપમાન
છેલ્લા કેટલાક વર્ષોમાં અવકાશમાં ઘણા ગરમ ગ્રહો શોધી કાઢવામાં આવ્યા છે. તેઓ સૌરમંડળમાં ગુરુ જેવા છે. તેઓ 10 દિવસની અંદર તેમના તારાની પરિક્રમા કરે છે. ટીઓઆઈ-2109બીનું સપાટી તાપમાન, જેને અલ્ટ્રાહોટ જ્યુપિટર કહેવામાં આવે છે, તે 3300 ડિગ્રી સેલ્સિયસથી વધુ હોવાનું માનવામાં આવે છે. સંશોધકોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 4,000થી વધુ ગ્રહો શોધી કાઢવામાં આવ્યા છે જે આવા તારાઓને ભ્રમણ કરે છે. તેમનું અંતર પૃથ્વી કરતાં ઘણું વધારે છે.
Published by: Riya Upadhay
First published: December 3, 2021, 12:24 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading