ગોરખપુરઃ લગ્નના બે કલાક થયા હતા. દુલ્હન સાસરી જવા માટે કારમાં બેશીને ગામની છેવાડે પોતાના પતિની રાહ જોઈ રહી હતી. ત્યારે એવા સમાચાર કાન સુધી પહોંચ્યા કે દુલ્હને (bride) લગ્ન માટે ઈન્કાર (marriage) કરી દીધો હતો. કલાકો સુધી ચાલેલી પંચાયત (Panchayat) બાદ પણ વાત ન બની. ત્યારબાદ પોલીસની (polie) હાજરીમાં વર પક્ષે દુલ્હીન પક્ષનો બધો સામાન પાછો આપી દીધો હતો. વર દુલ્હન લીધા વગર પરત ફર્યો હતો. આ ઘટના ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ગોરખપુરના (Gorakhpur) હેમછાપર ગામની છે.
મળતી માહિતી પ્રમાણે હેમછાપર નિવાસી ભુઆલ નિષાદના ઘરે જંગલઘૂષણ ટોલા હૈદરગંજથી જાન આવી હતી. લગ્ન ધૂમધામથી થયા. સવારે દુલ્હન વિદાય માટે ઘરેથી નીકળી ચૂકી હતી. દુલ્હીન ગામના બહાર કારમાં બેઠી દુલ્હાની પ્રતિક્ષા કરી રહી હતી. દુલ્હા પરછમની રસ્મમાં સામેલ થયો અને તે બેભાન થતા હાલાત બગડી ગઈ હતી.
કન્યા પક્ષના લોકોએ બીમારીની આશંકાના કારણે દુલ્હીનની વિદાય કરવાનો ઈન્કાર કર્યો હતો. તૂ-તૂ, મે-મે બાદ કન્યા પક્ષના લોકો લગ્નમાં આપેલો બધો સામાન્ વર પક્ષથી પાછો માંગવા લાગ્યા હતા. બંને પક્ષ વચ્ચે કલાકો સુધી પંચાયત ચાલી હતી. પંચાયત દરમિયાન વર પક્ષના લોકોએ એકવાત ઉપર અડગ હતા કે તેઓ યુવતની તપાસ કરાવી શકે છે. પરંતુ વાત બની ન હતી.
આ પણ વાંચોઃ-વિચિત્ર અકસ્માત! લક્ઝરી બસની આરપાર નીકળી ગેસ પાઈપલાઈન, 4 માસના બાળકની માતાનું માથું થયું ધડથી અલગઘટનાની જાણ થતાં જ પોલીસ પહોંચી હતી. અને બંને પક્ષોને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. જ્યાં વર પક્ષના લોકો બધો જ સામાન પરત આપવા માટે રાજી થયા હતા. બંનેના આંતરીક સમજૂતી સંબંધે પુરો કરવામાં આવ્યો હતો. બે કલાક પહેલા અગ્નીની સાક્ષીએ લીધેલા સાત જન્મોના સાત આપવાનો કોલ ક્ષક્ષવારમાં જ તૂટી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે અત્યારે સમગ્ર દેશમાં કોરોના વાયરસનો ભય છે અને બીજી તરફ લગ્નસરાની સિઝન પણ ચાલી રહી છે. ત્યારે ઉત્તર પ્રદેશનમાં લગ્ન બાદ વર બેભાન થતા સમગ્ર લગ્ન ફોક થયાની ઘટનાથી સમગ્ર ગામમાં ચર્ચા જગાવી છે.