Video: રણવીર સિંહે IPL 2022 ફિનાલેમાં 'KGF-2'નો ડાઇલોગ બોલ્યો, 'નાચો નાચો' પર કર્યું પરફોર્મ
News18 Gujarati Updated: May 30, 2022, 9:12 AM IST
રણવીર સિંહનું પાવર પેક પરફોર્મન્સ
Ranveer Singh Power Pack Performance: રણવીર સિંહે સ્ટેડિયમમાં બેઠેલા પ્રેક્ષકોના દિલ જીતી લીધા જ્યારે તેણે ફિલ્મ 'KGF: ચેપ્ટર 2' ના રોકી ભાઈની સ્ટાઈલની નકલ કરી અને ફિલ્મના આઇકોનિક ડાયલોગ પણ બોલ્યા. રણવીર પછી, ગાયક એઆર રહેમાન સ્ટેજ પર આવ્યા અને તેમણે 'મા તુઝે સલામ' ગીત દ્વારા લોકોમાં દેશભક્તિની ભાવના જગાડી.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: રણવીર સિંહ IPL 2022ની ફિનાલે (IPL 2022 Finale)માં ગુજરાત ટાઇટનથી જીત મળી છે. ગુજરાત ટાઇટન અને રાજસ્થાન રોયલ્સની સાથે ફાઇનલ મેચ વચ્ચે રણવીર સિંહનું પરફોર્મન્સ ચર્ચામાં રહ્યું. તેણે KGF-2નાં ફેમસ ડાઇલોગ, RRRનાં ગીત 'નાચો નાચો' (Ranveer Singh Nacho Nacho Dance) પર પરફોર્મન્સ આપ્યું. તેમજ એ આર રહેમાનની સાથે દેશભક્તિનાં ગીત અને મોટિવેશનલ સોન્ગ્સ પર પરફોર્મન્સમાં પણ જોડાયો હતો.
આઇપીએલ 2022 ફિનાલમાં બોલિવૂડ સેલિબ્રિટીઝનો જમાવડો જોવા મળ્યો. રણવીર સિંહ, અક્ષય કુમાર, એ આર રહેમાન, આમીર ખાન ફિનાલે મેચ જોવા માટે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી ગયા હતાં. અહીં આમિર ખાને તેની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' (Laal Singh Chaddha Trailer)નું ટ્રેલર લોન્ચ કર્યું. ફિલ્મનાં ટ્રેલરને લોકોએ પસંદ કર્યું છે. તો અક્ષય કુમાર ડિયન્સની વચ્ચે રણવીર સિંહની સાથે મેચ એન્જોય કરતો નજર આવ્યો. આઇપીએલની ક્લોઝિંગ સેરેમની દરમિયાન રણવીર સિંહે સ્ટેજ પરફોર્મન્સ આપ્યું. તેનાં પરફોર્મન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
KGF-2નો ડાઇલોગ બોલતો નજર આવ્યો રણવીર સિંહએટલું જ નહીં, રણવીર સિંહે સ્ટેડિયમમાં બેઠેલા પ્રેક્ષકોના દિલ જીતી લીધા જ્યારે તેણે ફિલ્મ 'KGF: ચેપ્ટર 2' ના રોકી ભાઈની સ્ટાઈલની નકલ કરી અને ફિલ્મના આઇકોનિક ડાયલોગ પણ બોલ્યા. રણવીર પછી, ગાયક એઆર રહેમાન સ્ટેજ પર આવ્યા અને તેમણે 'મા તુઝે સલામ' ગીત દ્વારા લોકોમાં દેશભક્તિની ભાવના જગાડી.
ચમકદાર સિલ્વર જેકેટ પહેરીને રણવીર સિંહ હાથમાં IPL ફ્લેગ લઈને મેદાનમાં ઉતર્યો હતો. આ પછી, તેણે તેના ઘણા સુપરહિટ ગીતો પર પરફોર્મ કર્યું, જેમાં 'તાત તતડ' અને 'તુને મારી એન્ટ્રીયાં' જેવા ગીતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેણે રામ ચરણ અને જુનિયર એનટીઆરના ગીત 'નાચો નાચો' પર પણ પરફોર્મ કર્યું હતું અને તેનું હૂકઅપ સ્ટેપ પણ કર્યું હતું.
એઆર રહેમાને ટીમ સાથે ગીતો ગાયાં
મોહિત ચૌહાણ, નીતિ મોહન, બ્લેઝ, શિવમણી, શાશા ત્રિપાઠી અને શ્વેતા મોહન સહિત ઘણા ગાયકો એઆર રહેમાન સાથે જોડાયા હતા. મંચ પર અક્ષય કુમાર પણ હાજર હતો. આ દરમિયાન ગાયકોએ દરેક દાયકાના સુપરહિટ ગીતો ગાયા. આ ગાયકોએ 'મુકાબલા', 'લગાન'નું 'ચલે ચલો', 'સ્લમડોગ મિલિયોનેર'નું 'જય હો' અને 'રંગ દે બસંતી'ના ટાઈટલ ટ્રેક સહિત ઘણા ગીતો ગાયા છે.
Published by:
Margi Pandya
First published:
May 30, 2022, 9:12 AM IST