ઉર્ફી જાવેદ સાથે પંગો લેવો ચેતન ભગતને પડ્યો ભારે, એક્ટ્રેસે એક ફોટોથી જ બોલતી બંધ કરી નાંખી


Updated: November 27, 2022, 5:22 PM IST
ઉર્ફી જાવેદ સાથે પંગો લેવો ચેતન ભગતને પડ્યો ભારે, એક્ટ્રેસે એક ફોટોથી જ બોલતી બંધ કરી નાંખી
ઉર્ફી એ ચેતન ભગતને આપ્યો જોરદાર જવાબ

ઉર્ફીએ તાજેતરમાં જાણીતા લેખકની આ 'distracting youth'કોમેન્ટ પર વળતો પ્રહાર કર્યો છે. ઉર્ફીએ આનો સચોટ જવાબ આપ્યો અને તેને pervert કહ્યો. જ્યારે ઉર્ફીએ #MeToo વિવાદ દરમિયાન પોતાનો લીક થયેલો વોટ્સએપ મેસેજ શેર કર્યો છે.

  • Share this:
Urfi Javed slams Chetan Bhagat : ઉર્ફી જાવેદ બોલ્ડ કપડા પહેરવા અને બેબાક નિવેદનો માટે જાણીતી છે. અને આ વખતે તેણે ચેતન ભગત પર વળતો પ્રહાર કર્યો. હકીકતમાં, જાણીતા નવલકથાકાર ચેતન ભગતે તાજેતરમાં એક કાર્યક્રમમાં ભારતીય યુવાનો પર ફોનના વ્યસનની ખરાબ અસરો વિશે ચર્ચા કરી હતી. ઉદાહરણ તરીકે, તેણે ઉર્ફી જાવેદની તસવીરો અને રીલ્સને નિશાન બનાવ્યા, જેમને ઇન્સ્ટાગ્રામ પર લાખો લાઇક્સ મળી છે.

તે જ સમયે ઉર્ફી જાવેદ ઉર્ફે ઉર્ફીએ તાજેતરમાં જાણીતા લેખકની આ 'distracting youth'કોમેન્ટ પર વળતો પ્રહાર કર્યો છે. ઉર્ફીએ આનો સચોટ જવાબ આપ્યો અને તેને pervert કહ્યો. જ્યારે ઉર્ફીએ #MeToo વિવાદ દરમિયાન પોતાનો લીક થયેલો વોટ્સએપ મેસેજ શેર કર્યો છે.આ પણ વાંચો : Photos: કોણ છે પાકિસ્તાની વાયરલ ગર્લ આયશા, જેના એક ડાન્સે સોશિયલ મીડિયા પર લગાવી આગ

26 નવેમ્બર શનિવારના રોજ, ચેતન ભગતની 'distracting youth' કોમેન્ટ પર ઉર્ફીએ ચેતન ભગતને ઝાટકી નાંખ્યો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર સ્ક્રીનશોટ શેર કરીને ચેતન ભગતને અરીસો બતાવવાનો પ્રયાસ કર્યો છે. ઉર્ફીએ તેને રેપ કલ્ચરનું સમર્થન ન કરવાની અપીલ કરી છે. ઉર્ફીએ કહ્યું કે ભગત હંમેશા લિંગ વિરોધી પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે. એક્ટ્રેસે તેના પર યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પણ આરોપ લગાવ્યો છે.

હકીકતમાં એક ઈવેન્ટ દરમિયાન ચેતન ભગતે ઉર્ફી જાવેદની અશ્લીલ તસવીરો અને વીડિયો પર કહ્યું હતું કે, આજના યુવાનો 'છોકરીઓ'ના ફોટા પર લાઇક કરી રહ્યા છે. તેના પર કોમેન્ટ કરી રહ્યાં છે. કરોડો યુવાનો તેને પસંદ કરી રહ્યા છે, જ્યારે માત્ર એક ભારતીય સૈનિક છે જે કારગીલમાં ઝીરોથી નીચે ટેમ્પરેચરમાં દેશની રક્ષા કરી રહ્યો છે. જ્યારે આપણા મોટાભાગના યુવાનો બ્લેન્કેટ ઓઢીને ઉર્ફી જાવેદની તસવીરો જોઈ રહ્યા છે.

આ પણ વાંચો :Taarak Mehtaના આ ફેમસ કેરેક્ટરે શૉને કહ્યું અલવિદા, મેકર્સ સાથે પંગો થયાની ચર્ચા! નામ જાણીને લાગશે ઝટકો

તેના પર ઉર્ફીએ કહ્યું, "બળાત્કારની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનું બંધ કરો, તમે બીમાર છો. પુરુષોના આ વર્તન માટે મહિલાઓના કપડાને દોષી ઠેરવવું એ 80ના દાયકાના મિસ્ટર ચેતન ભગતનું કામ છે."

ઉર્ફીએ આગળ કહ્યું કે જ્યારે તમે તમારી અડધી ઉંમરની છોકરીઓને મેસેજ કરો છો તો તમને કોણ તમારુ ધ્યાન ભટકાવી રહ્યું હતું? હંમેશા ઓપોઝિટ સેક્સને દોષ આપો. તમારી ખામીઓ કે દોષોને ક્યારેય સ્વીકારશો નહીં. તમારા જેવા લોકો યુવાનોને ગેરમાર્ગે દોરે છે, હું નહીં.

અન્ય ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, ઉર્ફીએ એક ન્યૂઝ રિપોર્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ભગતે #MeToo કેમ્પેઇન દરમિયાન તેના WhatsApp મેસેજના સ્ક્રીનશોટ વાયરલ થયા પછી માફી માંગી હતી.તેની સાથે જ, ઉર્ફીએ લેખકને 'વિકૃત' માનસિકતા ધરાવતો ગણાવ્યો અને લખ્યું, "તેના જેવા પુરૂષો હંમેશા તેમની ખામીઓ સ્વીકારવાને બદલે મહિલાઓને દોષી ઠેરવે છે. શું છોકરીઓને મેસેજ કરવો તેમનું ધ્યાન ભટાવવું નથી? @ચેતન ભગત".
Published by: Bansari Gohel
First published: November 27, 2022, 5:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading