અથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ફેરા વખતે રડી પડ્યો સુનીલ શેટ્ટી, જમાઇને ઇશારામાં કહી આ વાત

News18 Gujarati
Updated: January 24, 2023, 5:58 PM IST
અથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ફેરા વખતે રડી પડ્યો સુનીલ શેટ્ટી, જમાઇને ઇશારામાં કહી આ વાત
સુનિલ શેટ્ટી થયો ભાવુક

ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ (KL Rahul) અને બોલીવુડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી (Athiya Shetty) ના લગ્ન દરમિયાન તેના પિતા સુનીલ શેટ્ટી (Suniel Shetty) ખૂબ જ ઇમોશનલ થઇ ગયા હતા. ફેરા વખતે તે પોતાના આંસૂ રોકી ન શક્યા.

  • Share this:
કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીએ જીવનભર એકબીજા સાથે રહેવાની કસમ ખાઇ લીધી છે. બંનેના લગ્નની વિધિ કેટલાક નજીકના લોકો વચ્ચે થઈ અને આ પછી દુલ્હનના પિતા સુનીલ શેટ્ટી બહાર આવ્યા અને કેમેરાની સામે ખુશખબર આપી અને મીઠાઈ પણ વહેંચી.

આ દરમિયાન સુનીલ શેટ્ટીના ચહેરા પરની ખુશી જોવા જેવી હતી. તેણે મીડિયા સામે પોતાના જમાઈને પ્રેમભર્યો મેસેજ પણ આપ્યો. તે જ સમયે, હવે એવા રિપોર્ટ સામે આવ્યા છે કે સુનીલ શેટ્ટી તેમની દીકરીના ફેરા દરમિયાન રડી પડ્યા હતા.

ફેરા વખતે સુનીલ શેટ્ટી ભાવુક થઇ ગયો



આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મ હાઉસમાં લગ્ન કર્યા હતા. આ દરમિયાન વર-કન્યાના પરિવારની સાથે નજીકના મિત્રો અને સંબંધીઓ સામેલ થયા હતા. તે જ સમયે, પિતા સુનીલ શેટ્ટી દીકરીના લગ્નમાં તમામ વિધિઓ કરતી વખતે ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. રિપોર્ટ અનુસાર, ફેરો દરમિયાન અથિયાના પિતા પોતાના આંસુ રોકી ન શક્યા અને રડી પડ્યા. લગ્નમાં હાજર તેના નજીકના મિત્રએ જણાવ્યું કે તેની આંખોમાં ખુશીના આંસુ હતા.

જમાઈ કેએલ રાહુલને આપ્યો આ ખાસ મેસેજ


તે જ સમયે, સુનીલ શેટ્ટી પણ દીકરીના લગ્નની વિધિઓ પૂરી કરીને મીડિયાની સામે આવ્યા હતા. મીઠાઈ વહેંચતી વખતે તેમણે તેમના જમાઈને પણ પ્રેમભર્યો મેસેજ આપ્યો હતો. મીડિયા સાથે વાત કરતાં તેણે ઈશારામાં કહ્યું કે તે સસરા નહીં પણ પિતા બનવા માંગે છે. તેણે કહ્યું- 'હું ઓફિશિયલી સસરો બની ગયો છું પરંતુ તેના બદલે પિતા બનવું વધુ સારું છે કારણ કે હું પિતાની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવી શકીશ'

જણાવી દઇએ કે  રાહુલ અને અથિયાના લગ્નમાં મહેમાનોની પાંખી હાજરી જોવા મળી હતી. સંજય દત્ત, અજય દેવગન જેવા અભિનેતાઓ પણ લગ્નમાં હાજર રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે તો બીજી તરફ હરભજન સિંહ ગૌતભ ગંભીર જેવા ક્રિકેટરોએ પણ હાજરી આપી હોવાનું માનવામાં આવી રહ્યું છે. માત્ર ગણ્યાગાંઠ્યા લોકોને લગ્નમાં આમંત્રિત કરાયા હતા. ઉલ્લેખનીય છે કે બંને એકબીજાને ઘણા સમયથી ડેટ કરી રહ્યા હતા અને હવે પરિવારોની મરજીથી તેઓ પરણી ગયા છે.
Published by: Bansari Gohel
First published: January 24, 2023, 5:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading