Pathaan : આ વેબસાઇટ્સ પર 'લીક' થઇ ગઇ શાહરૂખ ખાનની પઠાણ, મેકર્સે ફેન્સને કરી આ અપીલ
News18 Gujarati Updated: January 25, 2023, 9:40 AM IST
રિલીઝ પહેલા પઠાણ ઓનલાઈન લીક થઈ ગઈ
Pathaan Release : 'પઠાણ'ની 5 લાખથી વધુ ટિકિટ એડવાન્સમાં વેચાઈ ગઈ છે. પરંતુ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ ઓનલાઈન લીક થઈ ગઈ. તેવામાં મેકર્સે દર્શકોને અપીલ કરી છે કે તેઓ ફિલ્મને લીક ન કરે અને કોઈપણ પ્રકારના સ્પોઇલર્સ કે વીડિયો શેર ન કરે.
Pathaan Leaked: શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ 'પઠાણ' આજે મોટા પડદા પર રિલીઝ થઈ છે. ફિલ્મને લઈને લોકોમાં જે ઉત્સાહ છે તે સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. ફેન્સ તેમની ટિકિટ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે અને શાહરૂખ માટે તેમની દિવાનગી બતાવી રહ્યા છે. શાહરૂખ આ ફિલ્મ દ્વારા લીડ એક્ટર તરીકે 4 વર્ષ પછી કમબેક કરી રહ્યો છે. તમે ફિલ્મના ટીઝર અને ટ્રેલરમાં શાહરૂખની શાનદાર એક્શન જોઈ હશે. હવે સીટ પકડીને બેસવાનો સમય આવી ગયો છે. કારણ કે આજથી થિયેટર્સમાં કિંગ ખાનનું તોફાન આવી રહ્યું છે.
એડવાન્સ બુકિંગમાં 5.56 લાખ ટિકિટ વેચાઇ
શાહરૂખ ખાનની પઠાણ એડવાન્સ બુકિંગમાં 5.56 લાખ ટિકિટ વેચનાર પ્રથમ હિન્દી ફિલ્મ બની છે. આ ટિકિટો માત્ર પીવીઆર, આઈનોક્સ, સિનેપોલિસ જેવા નેશનલ ચેઈન મલ્ટિપ્લેક્સ માટે છે. જોકે, હિન્દી ડબ વર્ઝનમાં 'બાહુબલી 2' ટોપ પર છે. 'બાહુબલી 2'ના એડવાન્સ બુકિંગમાં 6.50 લાખનું વેચાણ થયું હતું. જ્યારે 'KGF 2' માટે 5.15 લાખ એડવાન્સ ટિકિટ બુકિંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : અથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ફેરા વખતે રડી પડ્યો સુનીલ શેટ્ટી, જમાઇને ઇશારામાં કહી આ વાત
'પઠાણ'નું બજેટ 250 કરોડ
તમને જણાવી દઈએ કે 'પઠાણ' યશ રાજ ફિલ્મ્સની બિગ બજેટ ફિલ્મ છે. આ ફિલ્મ 250 કરોડમાં બની છે. ઘણા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે શાહરૂખે આ ફિલ્મ માટે 100 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. જ્યારે દીપિકા પાદુકોણને આ ફિલ્મ માટે 15 કરોડ અને જોન અબ્રાહમને 20 કરોડ મળ્યા હતા. તે જ સમયે, સલમાન ખાનનો કેમિયો છે. મેકર્સે સલમાનને મોટી રકમની ઓફર કરી હતી, પરંતુ તેણે તે લેવાનો ઇનકાર કર્યો હતો.
'પઠાણ'ના મેકર્સ પાઈરેસીને લઈને દર્શકોને અપીલ કરી
'પઠાણ'ની પાયરસી રોકવા માટે તેના મેકર્સે કડક પગલું ભર્યું છે. મેકર્સે દર્શકોને અપીલ કરી છે કે તેઓ ફિલ્મને લીક ન કરે અને કોઈપણ પ્રકારના સ્પોઇલર્સ કે વીડિયો શેર ન કરે. આ સિવાય તેમણે પોતાનું ઈમેલ આઈડી જાહેર કર્યું છે, જેના પર લોકોને પાઈરેસીની ફરિયાદો આપવા માટે કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ઓ બાપ રે! ડુંગળી-બટાકા વેચવા મજબૂર થયો આ ફેમસ એક્ટર, કપિલ શર્મા સાથે ઝગડો થયા બાદ આવ્યા આવા દિવસો!
રિલીઝ પહેલા 'પઠાણ' ઓનલાઈન લીક થઈ ગઈ
'પઠાણ'ની 5 લાખથી વધુ ટિકિટ એડવાન્સમાં વેચાઈ ગઈ છે. પરંતુ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ ઓનલાઈન લીક થઈ ગઈ. રિપોર્ટ અનુસાર, ફિલ્મિઝિલા અને ફિલ્મ4વેપ નામની સાઈટ પર 'પઠાણ' લીક થઈ છે. પઠાણ આ બંને સાઈટ પર 'કેમરિપ' અને 'પ્રી-ડીવીડી રિપ'ના નામથી છે.
ભારતમાં શાહરૂખ ખાનની 'પઠાણ'ની 5200 સ્ક્રીનિંગ
'પઠાણ' ભારતમાં 5200 સ્ક્રીનિંગ કરી રહી છે. આ સ્ક્રીનિંગ તમિલ અને તેલુગુ વર્ઝન સાથે મળીને છે. તે જ સમયે, તેને સમગ્ર વિશ્વમાં 2500 સ્ક્રીનીંગ મળી રહી છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં વિવિધ ભાષાઓમાં 7700 સ્ક્રીનિંગમાં શાહરૂખ ખાનની પઠાણ જોઈ શકાશે.
Published by:
Bansari Gohel
First published:
January 25, 2023, 9:40 AM IST