રણબીરની માતા નીતૂએ આલિયા પર વરસાવ્યો પ્રેમ, 'ગંગૂબાઇ...'નાં ટીઝરને ગણાવ્યું આઉટસ્ટેન્ડિંગ

News18 Gujarati
Updated: February 25, 2021, 11:35 AM IST
રણબીરની માતા નીતૂએ આલિયા પર વરસાવ્યો પ્રેમ, 'ગંગૂબાઇ...'નાં ટીઝરને ગણાવ્યું આઉટસ્ટેન્ડિંગ
નીતૂ કપૂરને પસંદ આવ્યું ગંગુબાઇ કાઠિયાવાડીનું ટીઝર

ફિલ્મ 'ગંગૂબાઇ કાઠિયાવાડી' (Gangubai Kathiawadi)માં આલિયા ભટ્ટ (Alia Bhatt) ઘણાં દમદાર અવતારમાં નજર આવી રહી છે. જ્યારે ફિલ્મનું ટીઝર રિલીઝ થયુ છે ત્યારથી તમામ હસ્તિઓ અને ફેન્સ આલિયાનાં કામનાં ભરપૂર વખાણ કરી રહ્યાં છે. રણબીર કપૂર (Ranbir Kapoor)ની માતા નીતૂ કપૂર (Neetu Kapoor)એ પણ તેનાં કામનાં ભરપેટ વખાણ કર્યા છે.

  • Share this:
નવી દિલ્હી: ફિલ્મ 'ગંગૂબાઇ કાઠિયાવાડી' (Gangubai Kathiawadi)નું ટીઝર આવ્યા બાદ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) અને નિર્દેશક સંજય લીલા ભણસાળી (Sanjay Leela Bhansali)ની આ ફિલ્મ અંગે ફેન્સમાં ખુબજ ચ્રચા છે. ટીઝરમાં ફેન્સને ભણસાલીને નિર્દેશનનો જાણીતો અંદાજ નજર આવી રહ્યો છે. ફેન્સ જ નહીં ટીઝર જોયા બાદ રણબીર કપૂરની માતા એટલે કે નીતૂ કપૂર પણ ઘણી ખૂશ છે. 'ગંગૂબાઇ કાઠિયાવાડી'નું ટીઝર જોયા બાદ તેણએ આલિયા પર ખુબ પ્રેમ વરસાવ્યો છે.

આલિયા ભટ્ટ (Alia Bhatt)ની અપકમિંગ ફિલ્મ 'ગંગુબાઇ કાઠિયાવાડી' (Gangubai Kathiawadi)નાં ખુબ ચર્ચા થઇ રહ્યાં છે. બુધવારે પહેલું નવું પોસ્ટર અને રિલીઝ ડેટથી પડદો ઉઠ્યો છે પછી થોડા સમય બાદ ફિલ્મનું ટીઝર સામે આવ્યું છે. આલિયા ભટ્ટની આ ફિલ્મનું ટીઝર જોયા બાદ રણબીર કપૂરની માતા નીતૂ કપૂરે આલિયા ભટ્ટનાં ભરપેટ વખાણ કર્યા છે.

તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફિલ્મ 'ગંગૂબાઇ કાઠિયાવાડી'નું ટીઝરની સાથે તેની કમેન્ટ પણ આપી છે. તેણે લખ્યુ છે, 'આઉટસ્ટેન્ડિંગ @આલિયા ભટ્ટ.. ખુબજ શાનદાર'આલિયા ભટ્ટને નીતૂ કપૂરની કમેન્ટ ખુબ પસંદ આવી. તેણે તેમનું સ્ટેટ્સ શેર કરતાં લખ્યું.. આપનો પ્રેમ..

નિર્દેશક સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગૂબાઇ કાઠિયાવાડી' મુંબઇની માફિયા ક્વીન ગંગૂબાઇ કાઠિયાવાડી પર આધારિત છે. જે પહેલાં એક સેક્સ વર્કર હતી બાદમાં અંડરવર્લ્ડ ડોન બની જાય છે. આપને જણાવી દઇએ કે, સંજય લીલા ભણસાલી અને આલિાય ભટ્ટ પહેલી વખત સાથા કામ કરી રહ્યાં છે. ફિલ્મમાં આલિાય ઘણાં દમદાર અવતારમાં નજર આવી રહી છે.

ટીઝરને નિર્દેશક સંજય લીલા ભણસાલીનાં જન્મ દિવસે રિલીઝ કરવામાં આવ્યું છે. સંજયે જ તેનાં સોશિયલ મીડિયા હેન્ડલ પર આ ટીઝર રિલીઝ કર્યું હતું. તેણે તેની પોસ્ટમાં લખ્યું કે, 'તે શક્તિની સાતે ઉપર ઉઠે છે અને જીવનને તેી જેમ જ જીવે છે. એક મહિલા અને પુરુષની તે કળાનો જશ્ન છે. જે વાયદો કરે છે. 'ગંગૂબાઇ કાઠિયાવાડી' વધુ એક જબરદસ્ત કાહની.

આ ફિલ્મ 30 જુલાઇનાં રિલીઝ થથશે. આ એક એવી ફિલ્મ છે. તે એક એવાં ફિલ્મ નિર્દેશક છે. જેની સાથે દરેક કલાકારની એક વખત કામ કરવાની ઇચ્છા જરૂર હોય છે. તે બુધવારે સંજય લીલા ભણસાળીનાં ઘરે બર્થ ડે પાર્ટી હતી. જેમાં આલિયા શામેલ થઇ હતી.
Published by: Margi Pandya
First published: February 25, 2021, 11:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading