OSCARS 2023 NOMINATIONS : ઓસ્કાર 2023 માટે નોમિનેશન્સની જાહેરાત થઈ ગઈ છે. જેમાં ભારત તરફથી RRR ફિલ્મના ગીત નાટુ નાટુને નોમિનેશન મળ્યું છે. તેના સિવાય પણ બે નામાંકન મળ્યા છે.
નવી દિલ્હી. બાહુબલી ફેમ સાઉથના ફિલ્મ ડિરેક્ટર એસએસ રાજામૌલીની ફિલ્મ RRR ગયા વર્ષે માર્ચમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે જબરદસ્ત કમાણી કરી હતી. વિશ્વભરના સિનેમેટોગ્રાફર્સને પણ આ ફિલ્મ ખૂબ પસંદ આવી હતી. મંગળવારે 95માં એકેડમી એવોર્ડ્સના નોમિનેશનની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મનું પ્રખ્યાત ગીત 'નાટુ નાટુ' લોકોના હોઠ પર રમતું થઈ ગયું છે. લોકો તેના પર ડાન્સ પણ કરી રહ્યા છે. અને હવે આ ગીતને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો છે. હવે આ ગીતને ઓસ્કારની બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યું છે.
અગાઉ ગોલ્ડન ગ્લોબમાં પણ વિજેતા
ગીતનું સંગીત એમએમ કિરવાણીએ આપ્યું છે. એસએસ રાજામૌલીની આ બ્લોકબસ્ટર ફિલ્મે ઓસ્કાર એવોર્ડમાં ઈતિહાસ રચી દીધો છે. આ પહેલા નાટૂ નાટૂ ગીતને બેસ્ટ ઓરિજનલ સોન્ગનો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ મળી ચુક્યો છે.
રાજામૌલીની આ બ્લોકબસ્ટર ફિલ્મે હવે ઈતિહાસ રચી દીધો છે. અમેરિકાના કેલિફોર્નિયામાં એલિસન વિલિયમ્સ અને રિઝ અહમદે નોમિનેશનની જાહેરાત કરી છે. જેમાં ખુશીના આ સમાચાર મળ્યા છે.
આ સાથે ભારતીય ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ઓલ ધેટ બ્રીદ્સને બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફીચર ફિલ્મ કેટેગરીમાં નોમિનેશનમાં જગ્યા મળી છે. તેના ડાયરેક્ટર શૌકન સેન છે. ફિલ્મ બે ભાઈઓની કહાની છે જે દિલ્હીમાં જન્મ્યા છે.
એવી આશા છે કે વર્ષ 2008માં સ્લમડોગ મિલિયોનેર ફિલ્મના 'જય હો' ગીત બાદ નાટુ નાટુ ગીતને ઓસ્કાર એવોર્ડ પણ મળી શકે છે. કારણ કે આ ગીતને આ જ વર્ષે ગોલ્ડન ગ્લોબ ઍવોર્ડ પણ મળી ચૂક્યો છે.
અગાઉ ડેની બોયલ દ્વારા દિગ્દર્શિત 2008ની બ્રિટિશ ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનેર'નું 'જય હો', બેસ્ટ ઓરિજિનલ સ્કોર અને ઓરિજિનલ સોંગ કેટેગરીમાં એકેડેમી એવોર્ડ જીતનાર પ્રથમ હિન્દી ગીત હતું. તેનું સંગીત એ આર રહેમાને આપ્યું હતું અને ગુલઝારે લખ્યું હતું.