મોડી રાત્રે કંગનાનાં ઘરની બહાર થયુ ફાયરિંગ, પોલીસે આપી સુરક્ષા

News18 Gujarati
Updated: August 1, 2020, 6:18 PM IST
મોડી રાત્રે કંગનાનાં ઘરની બહાર થયુ ફાયરિંગ, પોલીસે આપી સુરક્ષા

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ કેસમાં કંગના રનૌટ બિન્દાસ નિવેદન આપી રહી છે. હવે ત્યારે કંગનાનાં મનાલી સ્થિત ઘર નજીક ગોળીઓનો અવાજ સંભળાયો છે. કંગના રનૌટે કહ્યું છે કે તેને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં કંગનાની સુરક્ષા માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે. કુલ્લુ જિલ્લા પોલીસ કંગનાના ઘરે પહોંચી હતી.

શુક્રવારે મોડી રાત્રે કંગનાના ઘર નજીક ગોળીબારનો અવાજ સંભળાયો હતો. જો કે આ કેસમાં પોલીસને હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી. કંગનાનું માનવું છે કે આ બધું કાવતરું તેને ડરાવવા માટે કરવામાં આવી રહ્યું છે. કારણ કે તે સુશાંત સિંહ કેસમાં ઘણું બોલી રહી છે. આવી સ્થિતિમાં પોલીસે આ કેસની તપાસ કરતી વખતે કંગનાના ઘરની આસપાસ પોલીસની ટીમ ગોઠવી દેવામાં આવી છે.

આ પણ વાંચો- સુશાંત કેસમાં બિન્દાસ બોલતી અંકિતાને વિવેક અગ્નિહોત્રીએ સતર્ક રહેવાની આપી સલાહ

કંગનાએ માહિતી આપતા કહ્યું કે, રાત્રે 11.30 વાગ્યે મારા રૂમમાં હતી. અમારા ત્રણ માળ છે. મારા ઘરની બહાર બાઉન્ડ્રી વોલ છે. તેની પાછળ સફરજનના બગીચા અને પાણીની નિકાલ સિસ્ટમ છે. મેં ત્યાંથી અચાનક ફટફટ ગોળીબારનો અવાજ સાંભળ્યો. પહેલા મેં વિચાર્યું કે આ ફટાકડા હશે. પરંતુ આ પછી બીજો શોટ આવ્યો. પછી જ મને સમજાયું કે તે શોટગન છે. અત્યારે મનાલીમાં અહીં કોઈ પર્યટનની મોસમ નથી કે પછી કશું એવું નથી કે કોઈ ફટાકડા ફોડે.

આ પણ વાંચો- મોંધાદાટ પર્સ સાથે ફોટા મુકી ચર્ચામાં આવી શાહરૂખની દીકરી, તસવીરો વાઇરલ

આ પછી મેં મારી સુરક્ષા બોલાવી અને પૂછ્યું. મેં કહ્યું શું થયું, તો તેઓએ કહ્યું કે એવું લાગે છે કે ત્યાં બાળકો હશે. શક્ય છે કે સિક્યોરિટીએ બુલેટનો અવાજ કદી સાંભળ્યો ન હોય તો ઓળખી ન શકે. પણ મેં સાંભળ્યું છે. તેણે વિચાર્યું કે કદાચ કોઈએ દાદાગીરી કરી છે. જો કે હું બહાર ગઈ અને આજુબાજુ જોયું પણ ત્યાં કોઈ નહોતું. હવે અમે અહીં 5 લોકો છીએ. તેઓ મારી સાથે છે પણ ગોળીનો અવાજ સાંભળ્યો છે. તે અવાજ ફટાકડા જેવો નહોતો. તેથી અમે પોલીસને ફોન કર્યો અને બોલાવી હતી.
Published by: Margi Pandya
First published: August 1, 2020, 5:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading