તેણે મને પ્રાઈવેટ પાર્ટમાં મુક્કો માર્યો અને મારી મારીને હાલત ખરાબ કરી નાખી, પ્રોડ્યુસર પર બૉલીવુડ અભિનેત્રીનો ગંભીર આરોપ
Updated: January 31, 2023, 10:31 PM IST
flora saini
FLORA SAINI ABUSED: અભિનેત્રીએ કહ્યું હતું કે 20 વર્ષની હતી ત્યારથી તે સંબંધમાં હતી."હું પ્રેમમાં હતી, તે એક પ્રખ્યાત નિર્માતા હતો. ધીમે ધીમે તે સંબંધ અબ્યુઝિવ અને અપમાનજનક બની ગયો, તેણે મારા ચહેરા પર મારતો અને મારા પ્રાઈવેટ પાર્ટ પર મુક્કા મારતો.
અભિનેત્રી ફ્લોરા સૈની (Flora Saini) એ તાજેતરમાં એક 'પ્રખ્યાત નિર્માતા' સાથે પોતાના સંબંધોનો ખુલાસો કર્યો. ફ્લોરાએ આ અંગે વાત કરતા જણાવ્યું કે તે 14 મહિનાથી ખરાબ સંબંધમાં હતી. તેની સાથે અમાનવીય વર્તન કરવામાં આવતું હતું. આ વાતનો ખુલાસો અભિનેત્રીએ પોતે કર્યો હતો.
ફ્લોરાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે અને તેના અંગત જીવન વિશે વાત કરી છે. ફ્લોરાની વાતો સાંભળીને સ્પષ્ટ જણાઈ આવે છે કે તેનુ જીવન કોઈ રોલર કોસ્ટર રાઈડ કરતા ઓછું નહોતું.
ફ્લોરા: તેણે મારા પ્રાઈવેટ પાર્ટ પર મુક્કો માર્યો, મને કામ છોડવા માટે દબાણ કર્યું
તેણે વાત કરતા જણાવ્યું કે તે 20 વર્ષની હતી ત્યારથી તે સંબંધમાં હતી. વાતોને યાદ કરતાં ફ્લોરાએ કહ્યું, "હું પ્રેમમાં હતી, તે એક પ્રખ્યાત નિર્માતા હતો. પરંતુ ટૂંક સમયમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ. તે સંબંધ અબ્યુઝિવ અને અપમાનજનક બની ગયો, તેણે મારા ચહેરા પર મારતો અને મારા પ્રાઈવેટ પાર્ટ પર મુક્કા મારતો. તેણે મારો ફોન લઈ લીધો અને મને દબાણ કર્યું કે મારે કામ છોડી દેવું જોઈએ. 14 મહિના સુધી તેણે મને કોઈની સાથે વાત પણ કરવા ન દીધી. એક સાંજે તેણે મને પેટમાં મુક્કો માર્યો અને ત્યારબાદ હું ત્યાંથી ભાગી ગઈ હતી.
'સ્ત્રી' માં કામ કરી ચૂકેલી અભિનેત્રી ફ્લોરોએ વધુમાં કહ્યું કે તે તેના માતા-પિતા સાથે રહેવા પાછી ગઈ અને તેને સાજા થવામાં મહિનાઓ લાગ્યા. ફ્લોરાએ ઉમેર્યું, "ધીમે ધીમે, હું એ વસ્તુ પર પાછી આવી કે જે મને સૌથી વધુ ગમતી હતી. તેમાં સમય લાગ્યો પણ હું આજે ખુશ છું, મને પ્રેમ પણ મળ્યો છે.
"જીવન ફક્ત આગળ જ જીવી શકાય છે અને તમારા જીવનના કેટલાક સૌથી મોટા આશીર્વાદ તમારા સૌથી મોટા દુખ પછી આવે છે.. જ્યારે તમે ઓછામાં ઓછી અપેક્ષા કરો છો ત્યારે ખુશીઓ મળે છે.. તેથી જીવનના જાદુમાં વિશ્વાસ કરવાનું ક્યારેય બંધ ન કરો અને બ્રહ્માંડને તે કરવા દો જે તમને આશ્ચર્યમાં મૂકી દે ❤️ ફેરી ટેલ્સમાં હું હાલ પણ વિશ્વાસ કરું છું.
આ પણ વાંચો: ક્રિકેટરની પત્નીએ પતિના જોડીદાર ખેલાડી સાથે જ અફેર કર્યું, દીકરા માટે ખાધાખોરાકી પણ માગી, વિજય-કાર્તિક જેવી કહાની
એન્ટરચેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ફ્લોરાની સફર
OTT એ ઘણા કલાકારો માટે સફળતાના નવા દરવાજા ખોલ્યા છે અને ફ્લોરા સૈની તેમાંથી એક છે. 1999 માં તેણે એક્ટિંગ કરિયર શરૂ કર્યું હતું છતા તેને 2016 થી વેબ સિરીઝમાં મેઇડ ઇન ઇન્ડિયા, ગંદી બાત, માયાનગરી: સિટી ઓફ ડ્રીમ્સ અને આર્યમાં દેખાયા પછી જ ઓળખાણ અને સફળતાનો સ્વાદ મળ્યો હતો.
આ પણ વાંચો: બાથરૂમની દીવાલમાંથી મળ્યા લાખો રૂપીયા, અભિનેત્રીએ કહ્યું- વૈશ્યાવૃત્તિ કરીને કરી કમાણી
ફ્લોરા ઘણી કન્નડ, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ જોવા મળી હતી. તે ભેડિયા, દો લફ્ઝોં કી કહાની, ગુડ્ડુ કી ગન અને અન્ય જેવી બોલિવૂડ ફિલ્મોનો પણ ભાગ રહી ચુકી છે.
Published by:
Mayur Solanki
First published:
January 31, 2023, 10:25 PM IST