સલમાન ખાનને અભિમાની માનતો હતો આ પોપ્યુલર એક્ટર, પણ એક ઘટના બની અને...
Updated: February 1, 2023, 5:00 PM IST
Photo : Instagram @beingSalman
આમિર ખાન અને સલમાન ખાને ફિલ્મ 'અંદાઝ અપના અપના'માં સાથે કામ કર્યું હતું. પરંતુ આમિરને તે સમયે સલમાન બહુ પસંદ નહોતો. તેને લાગ્યું કે સલમાન ખૂબ જ રૂડ અને ઘમંડી છે. આમિરે તો એવું પણ વિચાર્યું હતું કે તે હવે ક્યારેય સલમાન સાથે કામ નહીં કરે. પરંતુ પછી એક ઘટનાએ આમિરની વિચારસરણીને સંપૂર્ણપણે બદલી નાખી અને તેને ખબર પડી કે તે સલમાન વિશે ખોટું વિચારી રહ્યો છે.
સલમાન ખાન (Salman Khan) ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર છે. તેનું સ્ટારડમ છેલ્લા 3 દાયકાથી સતત ચાલી રહ્યું છે. 90ના દાયકામાં તેની ફિલ્મો સતત સુપર હિટ થવા લાગી તો તેની અસર ઘણા સ્ટાર્સના કામ પર પડી. સલમાન ખાનને આજે ફેન્સ ઉપરાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પણ ઘણા લોકો ખૂબ પસંદ કરે છે. સ્વભાવના કારણે લોકોને સલમાન ગમે છે. પરંતુ શું તમે જાણો છો કે એક સમયે સલમાન ખાનને આમિર ખાન (Aamir Khan) ઘમંડી માનતો હતો?
સલમાન ખાન અને આમિર ખાનની ફિલ્મ 'અંદાઝ અપના અપના' 1994માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને ઘણા વર્ષો વીતી ગયા છે. પરંતુ અત્યાર સુધી આપણને ક્યાંકને ક્યાંક આ ફિલ્મ સાથે જોડાયેલી વાતો સાંભળવા મળે છે.
આ પણ વાંચો : 'તારક મહેતા' શૉ છોડવાની સજા! એક્ટર્સને મહિનાઓથી નથી મળી ફીસ, લાખોમાં છે આંકડોઆ ફિલ્મના ઘણા કિસ્સા ફેમસ છે. આ ફિલ્મમાં આમિર ખાન, સલમાન ખાન, રવીના ટંડન અને કરિશ્મા કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. ફેન્સને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી હતી.
આમિર ખાનને સલમાન ખાન પસંદ ન હતો
વર્ષ 2013માં કરણ જોહરના ચેટ શોમાં ખુદ આમિર ખાને આ ફિલ્મની કેટલીક રસપ્રદ વાતો જણાવી હતી. વાતચીત દરમિયાન આમિરે કહ્યું હતું કે 'અંદાઝ અપના અપના'ના શૂટિંગ દરમિયાન સલમાન ખાન સાથે કામ કરવાનો તેનો અનુભવ બિલકુલ સારો નહોતો. તે સમયે તેને સલમાન પસંદ નહોતો. તે સલમાનને અસંસ્કારી અને ઘમંડી માનતો હતો. આમિરે પોતાની વાતમાં એમ પણ કહ્યું હતું કે તેણે વિચાર્યું હતું કે તે ભવિષ્યમાં ફરી ક્યારેય તેની સાથે કામ નહીં કરે.
આ પણ વાંચો : કે-પોપ સ્ટાર જેક્સન વાંગને મુંબઈ ફરાવવા નીકળી દિશા પટણી, સોશિયલ મીડિયા પર છવાયો આ વિડીયો
એક ઘટનાએ આમિરનું મન બદલી નાખ્યું
આ ઘટનાનો ઉલ્લેખ કરતા આમિરે કહ્યું, ફિલ્મ 'અંદાઝ અપના અપના'માં કામ કર્યા બાદ અમે 2002માં ફરી એકવાર મળ્યા હતા. તે સમયે હું મારી પહેલી પત્ની રીના દત્તા સાથે અલગ થઈ રહ્યો હતો. તે સમયે હું પણ ખૂબ જ પરેશાન હતો. આ સમસ્યાના કારણે મને દારૂની લત પણ લાગી ગઇ હતી. એક સાંજે સલમાન મને મળવા આવ્યો અને અમે લાંબા સમય સુધી સાથે બેઠા હતા. ઘણી બધી વાતો કરી હતી.
સલમાન સાથે સમય પસાર કર્યા બાદ મને ખબર પડી કે સલમાન ખાન કેટલો અલગ છે. એટલું જ નહીં, તે દિવસથી મારા તેમના પ્રત્યેની વિચારસરણી પણ સાવ બદલાઈ ગઈ અને પછી અમે ખરા અર્થમાં મિત્રો બની ગયા હતા. અમારી મિત્રતા મજબૂત બની હતી.
First published:
February 1, 2023, 5:00 PM IST