Saptarishi: કોણ છે તારામંડળના સપ્તર્ષિ? જાણો બ્રહ્માજીએ તેમની ઉત્પત્તિ કેમ કરી હતી?
News18 Gujarati Updated: November 30, 2022, 6:56 PM IST
ફાઇલ તસવીર
ધર્મગ્રંથોમાં ગુરુઓનું સ્થાન ઇશ્વર સમાન બતાવવામાં આવ્યું છે. દરેક વ્યક્તિના જીવનમાં કોઈ ગુરુ તો હોય જ છે. પુરાતન યુગમાં ઋષિઓને ગુરુ માનવામાં આવતા હતા. આ ઋષિઓમાં સપ્તર્ષિને તેમાં સૌથી ઉપર રાખવામાં આવ્યા હતા.
ધર્મગ્રંથોમાં ગુરુઓનું સ્થાન ઇશ્વર સમાન બતાવવામાં આવ્યું છે. દરેક વ્યક્તિના જીવનમાં કોઈ ગુરુ તો હોય જ છે. પુરાતન યુગમાં ઋષિઓને ગુરુ માનવામાં આવતા હતા. આ ઋષિઓમાં સપ્તર્ષિને તેમાં સૌથી ઉપર રાખવામાં આવ્યા હતા. સનાતન ધર્મમાં સપ્તર્ષિઓનું વિશેષ સ્થાન છે. આવો જાણીએ કે સપ્તર્ષિ કોણ હતા અને તેમનો જન્મ કેવી રીતે થયો?
સપ્તર્ષિઓની ઉત્પત્તિ કેવી રીતે થઈ?
વિષ્ણુ પુરાણ અને પદ્મ પુરાણમાં સપ્તર્ષિઓનો મહિમા બતાવવામાં આવ્યો છે. સપ્તર્ષિનો અર્થ થાય છે સાત ઋષિ. મત્સ્ય પુરાણ અનુસાર, બ્રહ્માજીએ સંસારમાં ધર્મની સ્થાપના કરવા અને સનાતન સંસ્કૃતિનું જ્ઞાન જાળવી રાખવા માટે પોતાના માથામાંથી સપ્તર્ષિની ઉત્પત્તિ કરી હતી. ભગવાન શિવે સપ્તર્ષિના ગુરુ બનીને તેમને વેદ, ગ્રંથ અને પુરાણોનું શિક્ષણ આપ્યું હતું.
આ પણ વાંચોઃ ક્યારે અને કેવી રીતે થઇ હતી રાક્ષસોની ઉત્પત્તિ?
પંડિત ઇન્દ્રમણિ ઘનસ્યાલ કહે છે કે, સંસાસરમાં મનુષ્યને યોગ, વિજ્ઞાન, ધર્મ, વેદ અને પુરાણોની શિક્ષા આપવા અને પોતાની સંસ્કૃતિનું જ્ઞાન આપવા માટે સપ્તર્ષિઓને સર્વોચ્ચ ગુરુ બનાવવામાં આવ્યા હતા. વેદ સંહિતામાં સપ્તર્ષિઓને વૈદિક ધર્મના જનક માનવામાં આવે છે.
સપ્તર્ષિ કોણ બન્યાં અને તેમનું કાર્ય શું?
અત્યાર સુધીના યુગમાં વશિષ્ઠ, અત્રિ, ગૌતમ, કશ્યપ, જમદગ્નિ, ભારદ્વાજ અને વિશ્વામિત્ર જ મહાન ઋષિ રહ્યા છે. તેમને સપ્તર્ષિની ઉપમા આપવામાં આવી છે. ઋષિ વશિષ્ઠ રાજા દશરથના કુળગુરુ હતા. ઋષિ અત્રિના આશ્રમમાં ભગવાન શ્રી રામ રોકાયા હતા. ઋષિ ગૌતમે તેમની પત્ની અહિલ્યાને પથ્થર બનવાનો શ્રાપ આપ્યો હતો અને શ્રી રામે તેમને શ્રાપમુક્ત કર્યા હતા.
ઋષિ કશ્યપના પત્ની અદિતીએ દેવતાઓ અને દિતિએ દૈત્યોને જન્મ આપ્યો હતો. ઋષિ જમદગ્નિ ભગવાન પરશુરામના પિતા હતા. ઋષિ ભારદ્વાજે આર્યુર્વેદ જેવા મહાન ગ્રંથની રચના કરી હતી. ઋષિ વિશ્વામિત્ર ભગવાન શ્રી રામ અને લક્ષ્મણના ગુરુ હતા. ઋષિ વિશ્વામિત્રએ ગાયત્રી મંત્રની રચના કરી હતી. આ પ્રકારે સપ્તર્ષિઓએ જનકલ્યાણમાં પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું હતુ. આજના યુગમાં ધ્રુવ તારાની આસપાસ ફેલાયેલા તારામંડળને સપ્તર્ષિ માનવામાં આવે છે.
Published by:
Vivek Chudasma
First published:
November 30, 2022, 6:56 PM IST