Vastu Tips: અપનાવો આ વાસ્તુ ટિપ્સ, ઘરમાં થશે ધનવર્ષા, મળશે દેવામાંથી મુક્તિ
Updated: February 2, 2023, 8:35 AM IST
પૈસા માટે વાસ્તુ ટિપ્સ
Vastu Tips for Money: કેટલીકવાર ઘરમાં વાસ્તુ દોષના કારણે પ્રગતિ અને સુખ-સમૃદ્ધિ નથી આવતી. ધન પ્રાપ્તિ માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે તેમને અપનાવવાથી વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવે છે.
ધર્મ ડેસ્ક: આજના જમાનામાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમને ક્યારેય ભવિષ્યમાં પૈસાની ઘટ ન વર્તાય અને મા લક્ષ્મીની કૃપા તેના પર હંમેશા વરસી રહે. જો કે કેટલીકવાર ઘરમાં વાસ્તુ દોષના કારણે પ્રગતિ અને સુખ-સમૃદ્ધિ નથી આવતી. ધન પ્રાપ્તિ માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે. જો તમે પણ તમારા ઘરમાં ધનની કમી ન થાય તેમ ઇચ્છો છો તો અવશ્ય તમારે આટલી બાબતોનું ધ્યાન રાખવુ જોઇએ. એવું માનવામાં આવે છે કે તેમને અપનાવવાથી વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ધનના દેવતા કુબેર છે અને તેમની દિશા ઉત્તર દિશાને માનવામાં આવી છે. આવી સ્થિતિમાં આ દિશાને સ્વચ્છ રાખવાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે.
જાણો ધન લાભ માટેના વાસ્તુ ઉપાયો...1. વાસ્તુ અનુસાર પૂજા સ્થાન પર ક્યારેય પણ પૈસા ન રાખો. આમ કરવાથી મન ભગવાન કરતાં પૈસામાં વધુ તલ્લીન થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે, આવું કરવાથી દેવી લક્ષ્મીનો ઘરમાં પ્રવેશ થતો નથી. તેથી તમારે ઘરના મંદિરમાં પૈસા મુકવાનુ ટાળો.
આ પણ વાંચો: Neem Karoli Baba Tips: આ 4 બાબતો જીવનમાં ક્યારેય કોઈ પણ કહેવી નહિ, થઈ શકે છે નુકસાન
2. વાસ્તુશાસ્ત્ર અનુસાર હંમેશા ઘર કે ઓફિસમાં મા લક્ષ્મીની બેઠેલી મુદ્રામાં જ મૂર્તિ, પોસ્ટર કે અન્ય વસ્તુ સ્થાપિત કરવી જોઈએ. ઉભેલા લક્ષ્મી માતાની પ્રતિકૃતિને હંમેશા ટાળો. આ સિવાય તેમના બંને હાથીઓ ઉપરની તરફ સૂંઢ ઉંચી કરતા હોવા જોઈએ. શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે આ પ્રકારની માતાની મૂર્તિ કે ફોટો લગાવવાથી ઘર કે ધંધામાં ક્યારેય ધનની ઘટ પડતી નથી.3. વાસ્તુશાસ્ત્ર અનુસાર પ્લાસ્ટિક કે તેવા પ્રકારના છોડ ઘરની અંદર ન રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આ પ્રકારના છોડ રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. તેની સાથે ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
આ પણ વાંચો: Vastu Tips: પતિ-પત્નીમાં રહે છે અણબણ? તો અપનાવો આ 5 વાસ્તુ ટિપ્સ, સુધરી જશે સબંધ
4. વાસ્તુ અનુસાર રાત્રે રસોડામાં વાસી વાસણો ન રાખવા જોઈએ. વાસણો રાત્રે જ ધોઇ દેવાની ટેવ રાખો. રાત્રે વાસી વાસણો રાખવાથી ધનહાનિ થઈ શકે છે.
5. વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યાં તિજોરી રાખવામાં આવે છે તે રૂમને ક્રીમ રંગથી રંગવામાં આવે તો વધુ લાભદાયક રહે છે. શાસ્ત્રમાં કહેવાય છે કે ક્રીમ કલરને કારણે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ધનનો પ્રવાહ વધે છે.
Published by:
Damini Patel
First published:
February 2, 2023, 8:25 AM IST