MahaShivratri 2023: મહાશિવરાત્રિ અને શનિ પ્રદોષ વ્રત એકસાથે, શનિની સાડાસાતી અને ઢૈયા વાળા કરો આ ખાસ ઉપાય

News18 Gujarati
Updated: February 7, 2023, 8:42 AM IST
MahaShivratri 2023: મહાશિવરાત્રિ અને શનિ પ્રદોષ વ્રત એકસાથે, શનિની સાડાસાતી અને ઢૈયા વાળા કરો આ ખાસ ઉપાય
મહાશિવરાત્રિ અને શનિ પ્રદોષ વ્રત

મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજા અને શનિદેવની પૂજા ઉપરાંત શનિ પ્રદોષ હોવાના કારણે આ દિવસે ભગવાન શિવ અને શનિદેવ બંનેની કૃપા પ્રાપ્ત થશે. 18 February mahashivratri ane shani pradosh vrat, do these ramedies for shani sadesati and dhaiya

  • Share this:
ધર્મ ડેસ્ક: આ વર્ષે એક બાજુ મહાશિવરાત્રિ પર મહાદેવને પ્રસન્ન કરવામાં આવશે ત્યાં જ શનિવાર હોવાથી શનિ પ્રદોષ વ્રત જોવાના કારણે શનિદેવને પણ પ્રસન્ન કરવાનો દિવસ છે. 18 ફેબ્રુઆરીએ શનિ પ્રદોષ વ્રત છે. મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજા અને શનિદેવની પૂજા ઉપરાંત શનિ પ્રદોષ હોવાના કારણે આ દિવસે ભગવાન શિવ અને શનિદેવ બંનેની કૃપા પ્રાપ્ત થશે. એના માટે શિવજીને અભિષેક માટે પાણીમાં તેલ મિક્સ કરીને ચઢાવો.એ ઉપરાંત છાયા દાન પણ તમને લાભ અપાવશે.

આ વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 18 ફેબ્રુઆરી 2023 શનિવારના રોજ રાત્રે 8:02 વાગ્યાથી બીજા દિવસે સાંજે 04:18 વાગ્યા સુધી રહેશે. એટલા માટે ઘણા લોકો માને છે કે મહાશિવરાત્રિ 19 તારીખે ઉજવવામાં આવશે. વાસ્તવમાં, મહાશિવરાત્રી માટે, ચતુર્દશી તારીખે નિશિતા કાલ પૂજાનું મુહૂર્ત હોવું જરૂરી છે, તેથી મહાશિવરાત્રિ 18 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે.

આ પણ વાંચો: Mahashivratri 2023: મહાશિવરાત્રિ પર ભૂલથી પણ ન કરશો આ કામ, ભગવાન ભોળાનાથ થઈ જશે નારાજ



શનિ પ્રદોષના દિવસે શનિની દશાથી પીડિત લોકોએ પીપળના ઝાડને જળ અર્પણ કરવું જોઈએ. આ ઉપરાંત મૂળમાં પીપળને પાંચ મિઠાઈ પણ ચઢાવવી જોઈએ. આ સિવાય શનિ પ્રદોષ વ્રતમાં હનુમાનજીની પૂજા પણ ફળદાયી માનવામાં આવે છે.
Published by: Damini Patel
First published: February 7, 2023, 8:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading