સુરતઃ ઉદેપુરની ફાઈવસ્ટાર હોલટમાં લગ્ન પહેલા જ કરોડોના દાગીના ચોરનાર ઝડપાયા, ટ્રીક જાણી પોલીસ પણ ચોંકી

News18 Gujarati
Updated: December 3, 2021, 1:44 PM IST
સુરતઃ ઉદેપુરની ફાઈવસ્ટાર હોલટમાં લગ્ન પહેલા જ કરોડોના દાગીના ચોરનાર ઝડપાયા, ટ્રીક જાણી પોલીસ પણ ચોંકી
સુરત ક્રાઈમ બ્રાન્ચની ફાઈલ તસવીર

surat crime news: આંતર રાજ્ય ટોળકીના આરોપીને ઝડપી લઇ બે રાજસ્થાનના (rajasthan) જયપુર અને ઉદેપુર પોલીસમાં (jaipur and udaipur police) નોંધાયેલા બે ગુનાનો ભેદ ઉકેલવા સાથે રૂપિયા બે કરોડથી વધારે કિંમતના દાગીના કબજે કર્યા છે.

  • Share this:
સુરતઃ સુરત ક્રાઇમ બ્રાન્ચની (surat crime branch) ટીમે ફાઇવસ્ટાર હોટલોમાં (marriage in five star hotel) લગ્ન પ્રસંગોમાં જઇને ચોરી કરનારી આંતર રાજ્ય ટોળકીના આરોપીને ઝડપી લઇ બે રાજસ્થાનના (rajasthan) જયપુર અને ઉદેપુર પોલીસમાં (jaipur and udaipur police) નોંધાયેલા બે ગુનાનો ભેદ ઉકેલવા સાથે રૂપિયા બે કરોડથી વધારે કિંમતના દાગીના કબજે કર્યા છે. રાજસ્થાનના જયપુરમાં આવેલ ક્લાર્કસ આમેર ફાઈવસ્ટાર હોટલમાં વેપારીના સ્વાંગમા રોકાઇને ફાઈવ સ્ટાર હોટેલોમાં આયોજિત લગ્ન પ્રસંગ અને ફેશન શોમાં પ્રવેશ કરી ભીડભાડનો લાભ ઉઠાવી ચોરી કરતા હોવાની મોડ્સ ઓપરેન્ડી બહાર આવી છે.

સુરત પોલીસને જયપુર પોલીસ તરફથી બાતમી મળી હતી કે, ફાઇવસ્ટાર હોટલોમાં લગ્ન સમારોહમાં મહેમાનો સાથે મહેમાનની જેમ જ વાતો કરીને ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો અને મુળ વાપીના વીર પદ્માવતી એપાર્ટમેન્ટ ખાતે રહેતો આરોપી જયેશ રવજીભાઇ સેજપાલ સુરતમાં દિલ્હીગેટ વિસ્તારમાં આવ્યો છે. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતના દિલ્હીગેટ વિસ્તારમાં વોચ ગોઠવીને જયેશ સેજપાલને સોનાના અને હીરાના દાગીનાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.

આરોપીની પુછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે, તે પોતાના સાગરીતો સાથે ફાઇવસ્ટાર હોટલોમા વેપારી તરીકે રોકાઇ લગ્ન પ્રસંગ તથા પાર્ટી કે ફંકશનમાં આવેલ લોકોની ભીડભાડમા ઉભો રહી આવતા જતા મહેમાનો સાથે મિત્રતા કેળવતો હતો. તેમની વાતચીત પરથી તેમના નામ અને રુમ નંબર અંગેની માહીતી મેળવી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચે મહિલાને ઇમ્પોટેડ હથિયાર અને કાર્તુસ સાથે પકડી, મહિલાના ખુલાસાથી પોલીસ પણ ચોંકી

રીસેપ્શન પરથી પોતે રૂમ બુક કરનાર બોલતો હોય તેમ રુમ નંબરની ચાવી માંગી તે રુમમા જઇ રૂમમાંથી લોકર ખોલવાનો પ્રયત્ન કરી લોકર ન ખુલે તો રૂમમાંથી રીસેપ્શન કાઉન્ટર પર ફોન કરી લોકરનો પીન નંબર ભુલી ગયો છુ. તેમ કહી હોટલ સ્ટાફને બોલાવી લોકર ખોલાવતો અને લોકર ખોલી તેમાંથી જે કઈ મળે તે રોકડ રકમ અને દાગીનાની ઉઠાંતરી કરીને નાસી છુટતો હતો.

આ પણ વાંચોઃ-રાજકોટઃ છગન ભરવાડની હત્યાના આરોપી કારરશા, ફકીર બંધુ સહિત ધમો અને રવિ ઝડપાયા, જણાવ્યું હત્યાનું કારણપોલીસે જયેશ સેજપાલ પાસેથી રૂપિયા બે કરોડથી વધારે કિંમતના જે દાગીના કબજે કર્યા છે તેમાં સોનાના કંગન -ગુલાબના ફૂલના ડીઝાઇનવાળા નંગ- 2, - સાચા કલચર મોતી માળામા સોનાનુ હીરા જડીત પેન્ડલ છે.

આ પણ વાંચોઃ-સુરતઃ રાંદેરમાં માતાએ પુત્રની હત્યા કર્યા બાદ જીવન ટૂંકાવ્યું, પતિના તેની ભાભી સાથેના હતા આડા સંબંધો

નંગ- ૧, સોનાનો હારરાણી ELIZABETH.II 50. DOLLARS 1947 લખેલ ડીઝાઇનવાળો, અમેરીકન ડાયમન્ડ જડીત કંગન નંગ-૨ સેમસંગ કંપનીના મોબાઇલ ફોન નંગ-2, સોનાનો હીરાજડીત, બ્લ્યુ પન્ના સ્ટોન જડીત હાર તથા કાનન બટ્ટી સાથેનો સેટ નંગ-1 ડાયમન્ડ જડીત સોનાનો હાર સદપોલીસ વાળો છે નંગ- 1 -હીરાજડીત સોનાનો પાટલો નંગ- 1 અને રોકડા રૂપિયા, 37 હજાર 950 કબજે કર્યા છે. પોલીસે આરોપીને જયપુર પોલીસને હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.
Published by: ankit patel
First published: December 3, 2021, 12:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading