મહિલા ઉદ્યોગપતિઓને આ બજેટમાં એક મહિલા નાણામંત્રી પાસેથી શું અપેક્ષા છે?

News18 Gujarati
Updated: January 31, 2023, 7:47 AM IST
મહિલા ઉદ્યોગપતિઓને આ બજેટમાં એક મહિલા નાણામંત્રી પાસેથી શું અપેક્ષા છે?
મહિલા ઉદ્યોગપતિઓ એક મહિલા નાણામંત્રી પાસેથી આવી અપેક્ષા રાખી રહ્યા છે.

દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી હોવી જોઈએ. કેન્દ્ર સરકાર પણ આ માટે પ્રયાસો કરી રહી છે. CNBC આવાઝના સંવાદદાતા કેતન જોશીએ ગુજરાતની મહિલા ઉદ્યોગપતિઓ સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે નાણામંત્રી પાસેથી તેઓ આ બજેટમાંથી શું ઈચ્છે છે.

  • Share this:
કેતન જોશીઅમદાવાદઃ ગુજરાતમાં મહિલાઓ ઉદ્યોગમાં અગ્રેસર છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસેથી મહિલા ઉદ્યોગપતિને આ બજેટથી ઘણી અપેક્ષાઓ છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની મહિલા પાંખના ભૂતપૂર્વ વડા ગ્રીષ્મા ત્રિવેદી કહે છે કે "મહિલાઓ માટેની યોજનામાં કોઈ કેટેગરી ન હોવી જોઈએ. તમામ મહિલાઓ સાથે સમાન વ્યવહાર થવો જોઈએ. હવે NSICની ઘણી યોજનાઓ છે, તેમાં કેટેગીરી પાડવામાં આવે છે તેને વિવિધ કેટેગરીમાં ન રાખવી જોઈએ. આ સિવાય તેમનું કહેવું છે કે મહિલાઓ માટેની તમામ યોજનાઓના પ્રચાર માટે ફંડ હોવું જોઈએ. ત્યારે જ મહિલાને ખબર પડશે કે સરકારે તેના માટે શું આયોજન કર્યું છે."

આ પણ વાંચોઃ ખેતરના શેઢે સરગવો વાવીને બેઠાં બેઠાં 2 લાખની આવક કરી શકો આ ખેડૂતની જેમ

ફેક્ટરી સ્થાપવા માટે શહેરની નજીક પ્લોટ આપવા જોઈએ



શાશ્વત સિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડના એમડી વીણા પરીખ કહે છે કે "મહિલાઓને બિઝનેસ કરવા માટે ફાળવવામાં આવેલા પ્લોટ શહેરથી દૂર ન હોવા જોઈએ. જો કોઈ પ્લોટ નજીકમાં ક્યાંક મળી આવે, તો મહિલા તેના ઘર અને વ્યવસાય બંનેનું સંચાલન કરી શકે છે." હાલમાં, ગુજરાતના સાણંદમાં મહિલાઓને પ્લોટ આપવામાં આવ્યા છે, પરંતુ દૂર હોવાથી સામાન્ય મહિલા માટે ત્યાં પહોંચવું અઘરું છે."

આ પણ વાંચોઃ Union Budget 2023: જાણો ક્યાં અને ક્યારે જોઈ શકાશે નિર્મલા સીતારમણની લાઈવ બજેટ સ્પીચ

નિર્ભયાની ઘટના બાદ મહિલાઓની સુરક્ષા માટે બજેટનો સંપૂર્ણ ખર્ચ થવો જોઈએ.

ગુજરાતની અન્ય એક મહિલા ઉદ્યોગપતિ કામિની પરીખ કહે છે કે "નિર્ભયાની ઘટના બાદ મહિલાઓની સુરક્ષા માટે આપવામાં આવેલ બજેટ સારી બાબત છે, પરંતુ તેનો પૂરેપૂરો ઉપયોગ થઈ રહ્યો નથી. આવું ન થવું જોઈએ. દરેક મહિલા સુરક્ષિત રીતે જીવી શકે. એવું હોવું જોઈએ. તે દેશભરમાં ફરી શકે તે રીતે અમલ થવો જોઈએ માત્ર બજેટ વધારવું જોઈએ એટલું જ નહીં, તેનો યોગ્ય ઉપયોગ પણ થવો જોઈએ.


10 લાખ સુધીની મહિલાઓ પર કોઈ ટેક્સ નહીં


COWE ના જોઈન્ટ સેક્રેટરી મંજુષા કોઠારી કહે છે કે "મહિલાઓ માટે ટેક્સ સ્લેબ વધારીને 10 લાખ કરવો જોઈએ. હવે મહિલાઓ માત્ર પાપડ અને ગૃહઉદ્યોગ પુરતી મર્યાદિત નથી રહી. ધીમે ધીમે તેઓ ઉદ્યોગમાં પોતાનું યોગદાન વધારી રહી છે. 10 લાખ સુધી કર રાહત આપવામાં આવે તો , તો ઉદ્યોગમાં મહિલાઓની ભાગીદારી નોંધપાત્ર રીતે વધશે. આ સિવાય ગારમેન્ટ સેગમેન્ટમાં ઘણી બધી મહિલાઓ છે. હવે કપડા પર એક જ GST ટેક્સ હોવો જોઈએ. હવે 5-12% ના GST સ્લેબ દૂર કરવા જોઈએ. .
Published by: Mitesh Purohit
First published: January 31, 2023, 7:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading