Tata Group Company: ટાટા જૂથની આ કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલાએ ભાગીદારી વધારી તો LIC એ ઘટાડી, કરી લો એક નજર

News18 Gujarati
Updated: January 28, 2022, 2:39 PM IST
Tata Group Company: ટાટા જૂથની આ કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલાએ ભાગીદારી વધારી તો LIC એ ઘટાડી, કરી લો એક નજર
એલઆઈસીએ ટાઇટન કંપનીમાં ભાગીદારી ઓછી કરી.

Titan company stock: ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન રાકેશ ઝુનઝુનવાલાએ ટાઇટન કંપની (Titan company)માં પોતાની ભાગીદારી 3.8 ટકાથી વધારીને 4.02 ટકા કરી છે. આ દરમિયાન LIC અને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સે (FPI) ટાઇટાન કંપનીમાં પોતાનો હિસ્સો ઓછો કર્યો છે.

  • Share this:
મુંબઇ. Titan company stock: ઓક્ટોબરથી ડિસેમ્બર ત્રિમાસિક દરમિયાન બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)એ ટાટા જૂથની ટાઇટન કંપનીમાં પોતાની ભાગીદારી વધારી છે. બીજી તરફ LIC (Life insurance corporation of India)એ ટાઇટન કંપનીમાં પોતાની ભાગીદારી ઓછી કરી છે. ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન રાકેશ ઝુનઝુનવાલાએ ટાઇટન કંપની (Titan company)માં પોતાની ભાગીદારી 3.8 ટકાથી વધારીને 4.02 ટકા કરી છે. આ દરમિયાન LIC અને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સે (FPI) ટાઇટાન કંપનીમાં પોતાનો હિસ્સો ઓછો કર્યો છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન સારા પરિણામ બાદ ટાઇટન કંપનીના શેરની કિંમતમાં ઉછાળો આવ્યો હતો.

ટાઇટન કંપનીમાં FPI અને LICની ભાગીદારી

>> ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક દરમિયાન ટાઇટન કંપનીમાં FPIની ભાગીદારી 19.06 ટકાથી ઘટાડીને 18.55 ટકા કરી છે.

>> ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન LICએ ટાઇટન કંપનીમાં પોતાની ભાગીદારી 3.24 ટકાથી ઘટાડીને 3.16 ટા કરી છે.

શેરહોલ્ડિંગ પેટર્ન

ટાઇટન કંપનીની શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે ડિસેમ્બર ત્રિમાસિક દરમિયાન એલઆઈસી પાસે ટાઇટન કંપનીના 2,80,56,559 શેર છે. જ્યારે સપ્ટેમ્બર ત્રિમાસિક દરમિયાન LIC પાસે ટાઇટન કંપનીના 2,87,43,982 શેર હતા. જેનો સીધો મતલબ એવો થાય કે ત્રણ મહિનામાં એલઆઈસીએ ટાઇટન કંપનીના 6,87,423 શેર વેચી દીધા છે.આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા ગ્રુપના બે મોટા શેરોમાં વધાર્યુ રોકાણ

રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી

ટાઇટન કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી વિશે વાત કરીએ તો વર્ષ 21-2022ના બીજા ક્વાર્ટર દરમિયાન રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પત્ની રેખા ઝુનઝુનવાલા આ કંપનીમાં 5.09% સંયુક્ત ભાગીદારી ધરાવતા હતા. રાકેશ ઝુનઝુનવાલા પાસે બીજા ક્વાર્ટર દરમિયાન ટાઇટન કંપનીના 3,57,10,395 શેર એટલે કે 4.02 ભાગીદારી હતી. રેખા ઝુનઝુનવાલા પાસે કંપનીના 95,40,575 શેર એટલે કે 1.07 ટકા ભાગીદારી હતી. ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન બંનેએ ટાઇટન કંપનીના વધુ 20 લાખ શેર ખરીદ્યા છે.

આ પણ વાંચો:શું તમે માની શકો કે ઉદ્યોગપતિ રતન ટાટાના નાના ભાઈ 2 BHK ફ્લેટમાં રહે છે?

ટાઇટન કંપની ત્રિમાસિક પરિણામ

તાજેતરમાં પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યુ છે કે ટાઇટન કંપનીએ ગત વર્ષે તહેવારોની સિઝન દરમિયાન બિઝનેસમાં ખૂબ વિકાસ (Titan company Q3 Result) નોંધાવ્યો છે. આ દરમિયાન કમાણીમાં 36%નો વધારો જોવા મળ્યો છે. વાર્ષિક આધારે Q3FY22 (ઓક્ટોબરથી ડિસેમ્બર) દરમિયાન કંપનીના જ્વેલરી બિઝનેસની કમાણી 37% વધી છે, જ્યારે Watches & Wearables બિઝનેસ 28% વધ્યો છે. કંપનીની આઈ વિયર સેગમેન્ટની કમાણી 27% વધી છે. જ્યારે અન્ય બિઝનેસમાં 44% વધારો નોંધાયો છે. કંપનીએ ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક દરમિયાન 89 નવા સ્ટોર ખોલ્યા છે. હવે કંપનીના કુલ 1935 સ્ટૉર થઈ ગયા છે.
Published by: Vinod Zankhaliya
First published: January 28, 2022, 2:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading