રિલાયન્સે O2C કારોબારના ડિમર્જરની કરી જાહેરાત, ઓઇલ અને કેમિકલ બિઝનેસ માટે બનશે નવી સબ્સિડિયરી
News18 Gujarati Updated: February 23, 2021, 12:50 PM IST
રિલાયન્સની અગત્યની જાહેરાત- ઓઇલ અને કેમિકલ કારોબાર માટે બનશે અલગ કંપની, આવો થશે ફાયદો
રિલાયન્સની અગત્યની જાહેરાત- ઓઇલ અને કેમિકલ કારોબાર માટે બનશે અલગ કંપની, આવો થશે ફાયદો
નવી દિલ્હી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)એ O2C કારોબારના Demergerની જાહેરાત કરી છે. કંપનીના OIL અને GAS બિઝનેસ માટે નવી subsidiary બનશે. પેટ્રો કેમિકલ, ગેસ, ફ્યૂઅલ રિટેલિંગ જેવો કારોબાર સામેલ હશે. કંપનીએ કહ્યું કે Demergerથી O2C કારોબારમાં નવા તકો શોધવામાં મદદ મળશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાના OIL 2 Chemical કારોબારના ડીમર્જરથી સાઉદી અરામબો (Saudi Aramco) જેવા રોકાણકારોને લાવવામાં મદદ મળશે. તેની સાથે જ O2C કારોબારમાં નવી તકો શોધવામાં પણ મદદ મળશે.
આ ડીમર્જરને નાણાકીય વર્ષ 2022ના બીજા ક્વાર્ટર સુધી તમામ મંજૂરી મળવાની શક્યતા છે. RIL આ નવી સબ્સિડિયરીને 10 વર્ષ માટે લોન આપશે. કંપની દ્વારા નવી સબ્સિડિયરીને 25 અબજ ડૉલરની લોન આપવામાં આવશે. આ લોનની રકમથી સબ્સિડિયરી O2C કારોબાર ખરીદશે. જોકે O2C કારોબારની લોન RIL પાસે જ રહેશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Limited- RIL)એ આજે એટલે કે મંગળવાર 23 ફેબ્રુઆરીએ કહ્યું કે, કંપની પોતાના Oil-to-Chemicals (O2C) કારોબારની એક સ્વતંત્ર નવી સબ્સિડિયરી બનાવશે પરંતુ સાથોસાથ કંપનીએ કહ્યું કે આ નવી સબ્સિડિયરીનું 100 ટકા પ્રબંધન નિયંત્રણ કંપનીની પાસે જ રહેશે.
RILએ એક્સચેન્જને આપેલા એક નોટિફિકેશનમાં કહ્યું છે કે રિઓર્ગેનાઇઝેશન બાદ પણ પ્રમોટર ગ્રુપની પાસે O2C કારોબારના 49.14 ટકા હિસ્સેદારી હશે અને આ પ્રક્રિયા કંપનીની હિસ્સેદારી પર કોઈ પરિણામ નહીં હોય.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કહ્યું કે, કંપનીને પહેલાથી જ રિઓર્ગેનાઇઝેશન માટે Securities and Exchange Board of India (Sebi)થી સહમતિ મળી ચૂકી છે. જોકે કંપનીને ઇક્વિટી શેરહોલ્ડરો અને ક્રેડિટરોની સાથે મુંબઈ અને અમદાવાદના National Company Law Tribunal (NCLT) બેન્ચિસ અને ઇન્કમ ટેક્સ ઓથોરિટીથી ક્લીયરન્સ મળવાનું બાકી છે.
MORGAN STANLEYએ રિલાયન્સ પર ઓવરવેટ રેટિંગ આપ્યું છે અને લક્ષ્યને 2252 રૂપિયા સુધી કર્યું છે. તેમનું કહેવું છે કે ડીમર્જરથી કંપનીની પાસે ગ્રોથવાળા 4 કારોબાર હશે. કંપનીનો ડિજિટલ, રિટેલ, ન્યૂ એનર્જી કારોબારથી ગ્રોથ વધશે. બીજી તરફ ન્યૂ મટિરિયલ કારોબારથી ગ્રોથને સપોર્ટ મળશે. તેની સાથે જ માર્કેટને ડિજિટલ અને રિટેલમાં વેલ્યૂ જોવા મળી રહી છે.
(ડિસ્કેલમર - ન્યૂઝ 18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો ભાગ છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે)
Published by:
Mrunal Bhojak
First published:
February 23, 2021, 12:50 PM IST