Nykaa Stock: નાયકાનો શેર એક મહિનામાં 24% તૂટ્યો, હવે શું? હાલ ખરીદી કરવી કે નહીં?


Updated: January 28, 2022, 1:24 PM IST
Nykaa Stock: નાયકાનો શેર એક મહિનામાં 24% તૂટ્યો, હવે શું? હાલ ખરીદી કરવી કે નહીં?
નાયાક સ્થાપક ફાલ્ગુની નાયર (ફાઇલ તસવીર)

Nykaa shares down: ચોઈસ બ્રોકિંગના સુમીત બગડિયાએ રોકાણકારોને 1,570 રૂપિયા નીચે નાયકાના શેરથી દૂર રહેવાની સલાહ આપી છે. તેમનું માનવું છે કે નાયકાનો શેર 1400 રૂપિયા સુધી નીચે આવી શકે છે.

  • Share this:
મુંબઈ. Nykaa stock: તાજેતરમાં ભારતીય શેર બજાર (Indian Share Market)માં થયેલી ઉથલપાથલ વચ્ચે ન્યૂ એજ ટેક સ્ટોક્સમાં (New age tech stocks) કડાકો બોલી ગયો છે. અનેક શેર્સ પોતાની લિસ્ટિંગ કિંમત (Listing price)થી નીચે પણ ચાલ્યા ગયા છે. અનેક શેર્સ પોતાની સર્વોચ્ચ સપાટીથી 50 ટકા સુધી પણ તૂટી ગયા છે. છેલ્લા એક મહિનાની વાત કરીએ તો આ શેર 24% તૂટી ગયો છે. ખૂબ ઊંચા પ્રીમિયમ સાથે શેર બજારમાં લિસ્ટ થનારો નાયકાનો શેર (Nykaa stock) પણ આ દરમિયાન લિસ્ટિંગ પછી સૌથી નીચલી સપાટી પર પહોંચી ગયો છે. નાયકાનો શેર પોતાની સર્વોચ્ચ 2,574 રૂપિયાની સપાટી (BSE, 26 નવેમ્બર 2022ની સ્થિતિ)થી 35% તૂટી ગયો છે. નાયકાનું લિસ્ટિંગ ગત વર્ષે નવેમ્બર મહિને થયું હતું. જોકે, આટલા ઘટાડા છતાં હાલ નાયકાનો શેર ઇશ્યૂ કિંમતથી 45% ઉપર છે. નાયકાના શેરની ઇશ્યૂ કિંમત 1,125 રૂપિયા હતી.

નિષ્ણાતનો અભિપ્રાય

લાઈવમિન્ટના અહેવાલ પ્રમાણે પીપર સેરિકાના સ્થાપક અને ફંડ મેનેજર અભય અગ્રવાલે જણાવ્યું કે, "વૈશ્વિક ટ્રેન્ડને પગલે નાયકાનો શેર હાલ દબાણ હેઠળ છે. નાયકા જેવી કંપનીઓના મુલ્યાંકનમાં હાલ થોડો ઘટાડો નોંધાયો છે. ચીનમાં આ પ્રકારની અગ્રણી કંપનીઓની વાત કરીએ તો તેના શેર્સે અનેક વર્ષોની નીચલી સપાટીએ પહોંચી ગયા છે. અમેરિકન મધ્યસ્થ બેંક તરફથી વ્યાજદરોમાં વધારો કરવામાં આવનાર છે ત્યારે રોકાણકારો સૌથી વધારે મુલ્યાંકન ધરાવતી ટેક કંપનીઓમાંથી પોતાનું રોકાણ પરત ખેંચી રહ્યા છે."

શેર દબાણ હેઠળ રહી શકે

અભય અગ્રવાલનું માનવું છે કે નાયકાનો શેર ત્રીજા ક્વાર્ટરનું રિઝલ્ટ જાહેર ન થાય ત્યાં સુધી દબાણ હેઠળ રહી શકે છે.

ઉલ્લેખનીય છે કે નાયકાની સ્થાપના ઇન્વેસ્ટમેન્ટ બેન્કર ફાલ્ગુની નાયર દ્વારા વર્ષ 2012માં કરવામાં આવી છે. FSN ઈ-કોમર્સ વેન્ચર્સ લિમિટેડ તરફથી નાયકા બ્રાન્ડ હેઠળ ઓનલાઈન બ્યૂટી અને વેલનેસ પ્રોડક્ટનું વેચાણ કરવામાં આવે છે. કંપની પ્રોડક્ટ્સનું પોતે પણ ઉત્પાદન કરે છે. કંપની નાયકા અને નાયકા ફેશન બ્રાન્ડ હેઠળ કાર્યરત છે.ચોઈસ બ્રોકિંગનો અભિપ્રાય

ચોઈસ બ્રોકિંગના સુમીત બગડિયાએ રોકાણકારોને 1,570 રૂપિયા નીચે નાયકાના શેરથી દૂર રહેવાની સલાહ આપી છે. તેમનું માનવું છે કે નાયકાનો શેર 1400 રૂપિયા સુધી નીચે આવી શકે છે.

આ પણ વાંચો: Stock Market: તમારા પોર્ટફોલિયોમાં કેટલા સ્ટોક્સ હોવા જોઈએ? અહી જાણો બધુ જ

નાયકાનો આઈપીઓ

નાયકાના શેરે (Shares of Nykaa) 10 નવેમ્બર, 2021ના રોજ ભારતીય શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. નાયકાનો શેર 79 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો. શેરની ઇશ્યૂ કિંમત 1,125 રૂપિયા હતી. NSE પર શેર 2,018 રૂપિયા અને બીએસઈ પર શેર 2,001 રૂપિયા પર લિસ્ટ થયો છે. નાયકા અને નાયકા ફેશનની પેરેન્ટ કંપની FSN E-Commerce Ventures કંપનીનો ઇશ્યૂ 28 ઓક્ટોબરના રોજ ખુલ્યો હતો અને 1 નવેમ્બરના રોજ બંધ થયો હતો. અંતિમ દિવસ સુધી નાયકાનો આઈપીઓ 81.78 ગણો ભરાયો (Nykaa IPO subscription) હતો.

આ પણ વાંચો: PPF: આગામી બજેટમાં આ વાતને મંજૂરી મળે તો માત્ર 15 વર્ષ પછી 80 લાખ રૂપિયા મળી શકે!

કંપનીના 80 સ્ટોર

નાયકાની સ્થાપના 2012માં પૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેંકર ફાલ્ગુની નાયરે (Nykaa founder Falguni Nayar) કરી છે. કંપની બ્યૂટી પ્રોડક્ટનું વેચાણ કરે છે. કંપની ઑનલાઇન ઉપરાંત રિટેલ આઉટલેટના માધ્યમથી પણ વસ્તુઓનું વેચાણ કરે છે. તેના રોકાણકારોમાં TPG and Fidelity જેવા મોટા રોકાણકાર સામેલ છે. નાયકાના પોર્ટફોલિયોમાં 4,000થી વધારે બ્રાન્ડ સામેલ છે. જેમાં Bobbi Brown, LOccitane અને Estee Lauder જેવા મોટા નામ પણ સામેલ છે. દેશમાં કંપનીના 880 જેટલા સ્ટોર છે.

(ખાસ નોંધ: ઉપરના અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી.)
Published by: Vinod Zankhaliya
First published: January 28, 2022, 1:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading