PAN-Aadhaar Linking: 31 માર્ચ પહેલા PAN ને આધાર સાથે લિંક કરો, નહીં તો ભોગવવું પડશે આ નુકશાન

News18 Gujarati
Updated: February 6, 2023, 1:30 PM IST
PAN-Aadhaar Linking: 31 માર્ચ પહેલા PAN ને આધાર સાથે લિંક કરો, નહીં તો ભોગવવું પડશે આ નુકશાન
કુલ 61 કરોડ PANમાંથી, લગભગ 48 કરોડને અત્યાર સુધીમાં આધાર સાથે લિંક કરવામાં આવ્યા છે.

PAN-Aadhaar Linking: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના અધ્યક્ષ નીતિન ગુપ્તાએ રવિવારે જણાવ્યું હતું કે કુલ 61 કરોડ PANમાંથી, લગભગ 48 કરોડને અત્યાર સુધીમાં આધાર સાથે લિંક કરવામાં આવ્યા છે.

  • Share this:
PAN-Aadhaar Linking: સરકારે PAN ને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ માટે 31 માર્ચ 2023ની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. કુલ 61 કરોડ PANમાંથી, લગભગ 48 કરોડને અત્યાર સુધીમાં આધાર સાથે લિંક કરવામાં આવ્યા છે અને જેમણે 31 માર્ચ સુધીમાં આવું કર્યું નથી, તેઓ બિઝનેસ અને ટેક્સ સંબંધિત પ્રવૃત્તિઓમાં લાભ મેળવી શકશે નહીં.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના અધ્યક્ષ નીતિન ગુપ્તાએ રવિવારે જણાવ્યું હતું કે હજુ સુધી કેટલાંક કરોડ PAN ને આધાર સાથે લિંક કરવામાં આવ્યા નથી, પરંતુ આ કામ 31 માર્ચની સમયમર્યાદાના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

આ પણ વાંચો:Business Idea: તમારું ખિસ્સું અને સ્વાસ્થ્ય બંને સ્વસ્થ રાખી શકે છે આ પ્રોડક્ટ, લોકોને રોજ જોઈએ ખાવા માટે

PAN લિંક નહીં કરવામાં આવે તો તે નિષ્ક્રિય થશે


31 માર્ચ, 2023 સુધીમાં આધાર સાથે લિંક ન હોય તેવા વ્યક્તિગત PAN આ તારીખ પછી નિષ્ક્રિય જાહેર કરવામાં આવશે. આ સાથે સરકારે કહ્યું છે કે વર્તમાન સમયથી 31 માર્ચ સુધી PAN ને આધાર સાથે લિંક કરવા માટે 1000 રૂપિયાની ફી ચૂકવવી પડશે.

PAN ને આધાર સાથે લિંક કરવા અંગે અનેક જાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.આ પણ વાંચો:Gold Silver Price Today: સોના ચાંદીના ભાવ ઓલ ટાઈમથી નીચે ઉતરી ગયા

સીબીડીટીના વડાએ કહ્યું, “પાનને આધાર સાથે લિંક કરવા અંગે અનેક જાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને અમે આ સમયમર્યાદા ઘણી વખત લંબાવી છે. જો આધારને નિર્ધારિત સમય સુધીમાં PAN સાથે લિંક કરવામાં નહીં આવે, તો તે ધારક કર લાભો મેળવી શકશે નહીં કારણ કે તેનું PAN માર્ચ પછી માન્ય રહેશે નહીં.

CBDTએ ગયા વર્ષે જાહેર કરેલા પરિપત્રમાં સ્પષ્ટ કર્યું છે કે એકવાર PAN નિષ્ક્રિય થઈ જાય તો સંબંધિત વ્યક્તિએ આવકવેરા કાયદા હેઠળ નિર્ધારિત તમામ પરિણામો ભોગવવા પડશે. આમાં આવકવેરા રિટર્ન ફાઇલ ન કરવા અને બાકી રિટર્નની પ્રક્રિયા ન કરવા જેવી પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે.


PAN ને સામાન્ય ઓળખપત્ર બનાવવાની જાહેરાત


આ સાથે, તેમણે કહ્યું કે PAN ને એક સામાન્ય ઓળખપત્ર બનાવવા માટે બજેટની જાહેરાત એ બિઝનેસ જગત માટે ફાયદાકારક રહેશે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં જાહેરાત કરી છે કે વ્યાપારી સંસ્થાઓ હવે સરકારી એજન્સીઓની ડિજિટલ સિસ્ટમમાં સામાન્ય ઓળખકર્તા તરીકે PAN નો ઉપયોગ કરી શકશે.
Published by: Darshit Gangadia
First published: February 6, 2023, 1:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading